ઇઝરાયલી સુરક્ષા દળોએ (IDF) હિઝબુલ્લાહની (Hezbollah) આતંકવાદી પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડતી બેંક પર બોમ્બમારો કર્યો છે. ઇઝરાયલ (Israel) દ્વારા લેબનાનમાં આવેલી આ બેંકની અનેક શાખાઓ પર એક સાથે બોમ્બમારો (Bombing of Lebanon) કરવામાં આવ્યો છે. ઇઝરાયલે એ પણ ખુલાસો કર્યો છે કે હિઝબુલ્લાહે એક હોસ્પિટલની નીચે સોનું અને લાખો ડોલર સંતાડી રાખ્યા છે.
ઇઝરાયલે સોમવારે (21 ઓક્ટોબર, 2024) બૈરુતનીમાં અલ કર્દ-અલ-હસન નામની નાણાકીય સંસ્થાની કેટલીક શાખાઓ પર બોમ્બમારો કર્યો હતો. આ એક ઈસ્લામિક બેન્કિંગ સંસ્થા છે, એટલે કે તે વ્યાજ પર કામ નથી કરતી. આ સંસ્થા પર હિઝબુલ્લાહ દ્વારા તેની નાણાકીય પ્રવૃત્તિઓ સંભાળવાનો આરોપ છે.
🚨Continuous 🇮🇱strikes on #Beirut’s Souther suburb,13 so far, targeting Alqard Alhassan Foundation buildings. This org represents the illegal banking and funding system for #Hezbollah together with other orgs that operate in the West as charities. Alqard Alhassan keeps gold… pic.twitter.com/cnPLUzRvY9
— Mal Kash (@Mal_Kash1) October 20, 2024
આ સંસ્થા પર અમેરિકાએ વર્ષ 2007માં જ પ્રતિબંધ લગાવી દીધો હતો. હિઝબુલ્લાહ લેબનોનના લોકોને આ સંસ્થાનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. આ બેંકનું સર્વર હેક થયા બાદ ખાતાધારકોના નામ ખુલ્યા હતા. તેમાં હિઝબુલ્લાહ લોકોના નામ પણ હતા.
બૈરુતમાં બેંકની 15 શાખા
હિઝબુલ્લાહના પૂર્વ ચીફ નસરુલ્લાહે હિઝબુલ્લાહના સમર્થકોને આ સંસ્થામાં પોતાના રૂપિયા જમા કરાવવા જણાવ્યું હતું. તે હિઝબુલ્લાહની શેલ કંપનીઓ ચલાવવામાં પણ મદદ કરતી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઇઝરાયલે હિઝબુલ્લાહની આર્થિક કમર તોડવા માટે બૈરુતમાં આ બેંકની શાખાઓને નિશાન બનાવી હતી. બૈરુતમાં આ સંસ્થાની લગભગ 15 શાખાઓ છે.
બીજી તરફ ઇઝરાયલી સુરક્ષા દળોના (IDF) પ્રવક્તા ડેનિયલ હગારીએ પણ આ અંગે મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે હિઝબુલ્લાહ લેબનાનના લોકોના પૈસા લઈને પોતાની આતંકી ગતિવિધિઓ ચલાવી રહ્યું છે. તેમણે કહ્યું કે ઇરાન અને લેબનાનના લોકો પાસેથી મળેલા પૈસા હિઝબુલ્લાહને આપવામાં આવી રહ્યા છે.
“Tonight, I am going to declassify intelligence on a site that we did not strike—where Hezbollah has millions of dollars in gold and cash—in Hassan Nasrallah’s bunker. Where is the bunker located? Directly under Al-Sahel Hospital in the heart of Beirut.”
— Israel Defense Forces (@IDF) October 21, 2024
Listen to IDF Spox.… pic.twitter.com/SjMZQpKqoJ
ઇઝરાયેલે ખુલાસો કર્યો છે કે, ‘4,400 એકમો’ હિઝબુલ્લાહની નાણાકીય પ્રવૃત્તિઓ ચલાવે છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ઇરાનથી પૈસા અને સોનું હિઝબુલ્લાહ પાસે આવે છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે હિઝબુલ્લાહ લેબનાનમાંથી ડોલરની ચોરી કરે છે, જેના કારણે લેબનાનની અર્થવ્યવસ્થા ખાડે ગઈ છે.
નસરલ્લાહની ટનલમાં કરોડોનો ખજાનો
ઇઝરાયલે આ દરમિયાન વધુ એક મોટો ખુલાસો કર્યો હતો. ડેનિયલ હગારીએ કહ્યું હતું કે, “આજે હું એ માહિતી સાર્વજનિક કરી રહ્યો છું આ હિઝબુલ્લાહના પૂર્વ ચીફ નસરલ્લાહનું બંકર છે. આ બંકર અલ સાલેહ હોસ્પિટલની નીચે જ આવેલું છે જ્યાં અમે બોમ્બ નથી ફેંક્યા. તેની નીચે એક મોટી ટનલ બનાવવામાં આવી છે અને તેમાં પ્રવેશ કરવા અને બહાર નીકળવાના માર્ગો પણ નજીકની ઇમારતોમાં છે.”
તેમણે કહ્યું કે, “તે એક મોટું બંકર છે, તેમાં બેડરૂમ બનેલા છે અને લાંબી લડાઇ લડવા અને છુપાવવાની જગ્યા બનાવવામાં આવી છે. અહીં લાખો ડોલર રોકડમાં રાખવામાં આવે છે અને ઘણું સોનું પણ રાખવામાં આવ્યું છે. આ પૈસા અને સોનું હજી ત્યાં જ છે. અમે લેબનાન સરકાર અને આંતરરાષ્ટ્રીય સંગઠનોને માંગ કરીએ છીએ કે આ નાણાંનો ઉપયોગ આતંક માટે ન થવો જોઈએ.” હગારીએ કહ્યું છે કે હિઝબુલ્લાહે અહીં 500 મિલિયન ડોલર (લગભગ ₹4200 કરોડ) છુપાવ્યા છે. તેમણે લેબનાનની જનતા માટે આ જગ્યાનો ખુલાસો કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.
નોંધવું જોઈએ કે, ઇઝરાયલ સતત લેબનાનની અંદર હિઝબુલ્લાહને નિશાન બનાવી રહ્યું છે. તેણે તાજેતરમાં જ આ આતંકવાદી સંગઠનના ચીફ નસરલ્લાહ અને તેના ઉત્તરાધિકારીને ફૂંકી માર્યા હતા. આટલું જ નહીં, ગાઝા પટ્ટી પર પણ ઇઝરાયલ આતંકવાદીઓને વીણી-વીણીને ખતમ કરી રહ્યું છે.