Sunday, November 24, 2024
More
    હોમપેજગુજરાતજલેબી ભારતમાં આરબ મુસ્લિમો લાવ્યા, તો ભગવાન રામના આગમન પર કઈ રીતે...

    જલેબી ભારતમાં આરબ મુસ્લિમો લાવ્યા, તો ભગવાન રામના આગમન પર કઈ રીતે બની હતી ‘કર્ણશષ્કુલિકા’: જલેબીના મુઘલીકરણ પર ચર્ચા

    આપણે ત્યાં અમુક ઐતિહાસિક બાબતોમાં ભળતી જ વાતો ઉમેરીને ક્યાંક લખી દેવામાં આવે છે. ત્યારબાદ તેવા બે-ત્રણ સ્ત્રોત ઊભા થાય છે અને તેનો આધાર લઈને નવી પેઢીના માથે માહિતી મારી દેવાય છે અને થઈ ગયો નરેટિવ. 

    - Advertisement -

    વિજયાદશમીનો (Vijaya Dashami) તહેવાર ધૂમધામથી ઉજવાયો. ઠેરઠેર શસ્ત્રપૂજન થયાં, રાવણદહન થયું અને એટલાં જ જલેબી-ફાફડા (Jalebi-Fafda) પણ ખવાયાં. દશેરા અને જલેબી-ફાફડાનો સંબંધ વર્ષો જૂનો છે. પણ અમુકનું માનવું છે કે જલેબી આરબ મુસ્લિમો (Muslims) ભારતમાં લાવ્યા હતા. જેને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.

    આપણે ત્યાં અમુક ઐતિહાસિક બાબતોમાં ભળતી જ વાતો ઉમેરીને ક્યાંક લખી દેવામાં આવે છે. ત્યારબાદ તેવા બે-ત્રણ સ્ત્રોત ઊભા થાય છે અને તેનો આધાર લઈને નવી પેઢીના માથે માહિતી મારી દેવાય છે અને થઈ ગયો નરેટિવ. 

    તાજા કિસ્સામાં બન્યું એવું કે ‘ગુજરાત હિસ્ટ્રી’ નામના એક બહુ જાણીતા અને છએક લાખ ફોલોઅર્સ ધરાવતા X અકાઉન્ટ પરથી દશેરાના દિવસે એક પોસ્ટ કરવામાં આવી. 

    - Advertisement -

    પહેલી પોસ્ટમાં તો ગુજરાતમાં દશેરા પર જલેબી-ફાફડા ખવાતા હોવાની સમાન્ય માહિતી જ આપવામાં આવી. પરંતુ બીજી પોસ્ટ ચર્ચા અને વિવાદનો વિષય બની ગઈ. 

    આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે, ‘જલેબી મીઠાઈ ભારતમાં મુસ્લિમો લાવ્યા હતા. જલેબી શબ્દ અરેબિક શબ્દ ‘ઝલ્બિયા’ પરથી આવ્યો છે. પર્શિયનમાં તેને ‘ઝલિબિયા’ કહેવાય છે. તે ભારતની જાણીતી મીઠાઈ છે.’ ત્યારબાદ આગળ કહેવામાં આવ્યું, ‘મુસ્લિમો ભારતમાં ચપાતી મેકિંગ આર્ટ, કુલ્ફી, ગુલકંદ, જલેબી, પુલાવ, ફાલુદો, બરફી, મુરબ્બો, હલવો, શિરો વગેરે પણ લાવ્યા હતા.’

    પોસ્ટ પર પછીથી ખાસ્સી ચર્ચા થઈ. પછીથી ઘણા લોકોએ આ વાતનું ફેક્ટચેક પણ કર્યું. 

    સાવિત્રી મુમુક્ષુ સ્ત્રોતને ટાંકીને લખે છે કે, ‘જલેબી ભારતમાં મુસ્લિમો ન હતા લાવ્યા. આ પ્રાચીન ભારતની જ મીઠાઈ છે અને અગાઉ તેને કુંડલિકા અને જલવાલિકાનામે ઓળખવામાં આવતી હતી.’ તેમણે એમ પણ જણાવ્યું કે, જલાનો અર્થ થાય મીઠું પાણી અને વાલિકા એટલે તેનો આકાર. સાથે તેમણે સુશ્રુત સંહિતાનો આધાર આપીને જણાવ્યું કે, ઘેવર પણ આ જ પ્રકારની એક જાણીતી વાનગી છે. 

    જાણીતા રાજકીય વિશ્લેષક સાકેતે કટાક્ષ કરીને લખ્યું કે, ‘આવું બની પણ શકે કારણ કે ત્યાં (આરબ દેશોમાં) શેરડીનું ઘણું ઉત્પાદન થાય છે, રણમાં મોટાપાયે ડેરી ઉદ્યોગ પણ સ્થપાયો છે અને ચોમાસું પણ સારું રહે છે એટલે આવું થવું સ્વાભાવિક છે.’ તેમણે સાથે ટકોર કરી કે, ‘હિસ્ટ્રી’ શબ્દ તમને થોડા ફોલોઅર્સ કમાઈ આપશે, પણ સાથે માથે એટલી જવાબદારી પણ નાખશે. 

    અન્ય એક યુઝરે લખ્યું કે, ‘એવું માનવામાં આવે છે કે પ્રભુ રામ અયોધ્યા આવ્યા હતા ત્યારે શષ્કુલિ બની હતી. તેથી લોકોએ વ્રત પછી વિજયા દશમીના દિવસે જલેબી ફાફડા ખાવાની શરૂઆત કરી હતી.’ 

    યુઝર @govindagopala લખે છે કે, ‘એટલે મુઘલો આવ્યા તે પહેલાં ભારતીયોને રાંધતાં પણ નહતું આવડતું? ધોલેરા અને સિંધુખીણની સંસ્કૃતિ ગુજરાતમાં છે અને 5000 વર્ષ જૂની છે. મુઘલકાળ પછીની 1000-1800 ADનાં પુસ્તકોનો સંદર્ભ લેવા કરતાં એક કરતાં વધુ ઇતિહાસનાં પુસ્તકો વાંચવાનું રાખો. ભારતનો જન્મ માત્ર હજાર વર્ષ પહેલાં નથી થયો. 

    ‘ચપાતી મેકિંગ આર્ટ’ના દાવા પર ઘણા યુઝરોએ ‘ટ્રુ ઇન્ડોલોજી’નું એક ફેક્ટચેક શૅર કર્યું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ચપાતી શબ્દ ‘ચર્પટી’ પરથી આવ્યો છે. જ્યારે આવો કોઈ શબ્દ આરબ કે પર્શિયન ભાષામાં નથી. 

    આ શબ્દ અમરકોશમાં પણ જોવા મળે છે અને તેની રચના આજથી હજારો વર્ષ પહેલાં થઈ ગઈ હતી. 

    ઘણા યુઝરો એવા પણ જોવા મળ્યા, જેમણે આ પોસ્ટ પર કટાક્ષ કરીને લખ્યું હતું કે, મુઘલો ભારતમાં જલેબી કે બિરિયાની જ નહીં પરંતુ ઓક્સિજન પણ લાવ્યા હતા અને તે પહેલાં ભારતનું કોઈ અસ્તિત્વ જ ન હતું.

    ઘણાએ એમ પણ કહ્યું કે, એ વાત તો ઠીક છે પરંતુ એનો જવાબ આપવો જોઈએ કે ત્યાં આરબ દેશોમાં શેરડી ઉગાડવા માટે કોણ ગયું હતું?

    ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જ્યોતિષાચાર્યોએ પણ કરી પુષ્ટિ 

    અહીં નોંધવું રહ્યું કે ઑપઇન્ડિયાએ જ્યારે શસ્ત્રોના જાણકાર આચાર્યોનો સંપર્ક કર્યો હતો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ભગવાન શ્રીરામને શશકૌલી (બીજું નામ શષ્કુલિ) નામની મીઠાઈ ખૂબ પ્રિય હોવાનું શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. સાકર અથવા તો ગોળની ચાસણીમાંથી વર્તુળાકાર બનતી આ મીઠાઇ આધુનિક ભાષામાં જલેબી તરીકે ઓળખાય છે. 

    અન્ય એક આચાર્યએ જણાવ્યું હતું કે, પ્રાચીન સંસ્કૃત સંસ્કૃત પ્રશિષ્ઠ અને ભદ્ર સાહિત્યમાં જલેબીને શાશકૌલી તરીકે ઉલ્લેખવામાં આવી છે. તે સિવાય જલેબીને ‘કર્ણશષ્કુલિકા’ પણ કહેવામાં આવતી હતી. વધુમાં કહ્યું કે, 17મી સદીમાં મરાઠા બ્રાહ્મણ રઘુનાથે તેનો ઉલ્લેખ ‘સુધા કુંડલિની’ તરીકે કર્યો હતો અને ભોજનકુટુહાલ નામના એક સંસ્કૃત પુસ્તકમાં જલેબીનું નામ શાશકૌલી તરીકે વર્ણવાયું છે.

    અહીંથી પણ સ્પષ્ટ થાય છે કે આ મીઠાઈ પ્રભુ રામના સમયથી ખવાતી આવે છે. ત્યારે તેનું નામ જુદું હતું, પરંતુ સ્વરૂપ એ જ રહ્યું છે. ઈન્ટરનેટ પર પણ આ જ બાબતે ચર્ચા ચાલી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં