Sunday, November 24, 2024
More
    હોમપેજગુજરાતવડોદરા ગેંગરેપ કેસ: મુન્ના અબ્બાસ, શાહરૂખ સહિત પાંચ આરોપીઓના વધુ 4 દિવસના...

    વડોદરા ગેંગરેપ કેસ: મુન્ના અબ્બાસ, શાહરૂખ સહિત પાંચ આરોપીઓના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર

    પાંચ આરોપીઓમાંથી મુન્ના અબ્બાસ બંજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ બંજારા, શાહરૂખ બંજારા મુખ્ય આરોપીઓ છે, જેમણે પીડિતાનો ગેંગરેપ કર્યો હતો. જ્યારે બાકીના બે પણ ઘટના પહેલાં તેમની સાથે હતા અને ત્યારબાદ ભાગી છૂટ્યા હતા. તેમની ઓળખ અજમલ સત્તાર અને સૈફઅલી મહેંદીહસન તરીકે થઈ છે. 

    - Advertisement -

    વડોદરાના ભાયલી સામૂહિક બળાત્કાર (Bhayali Gang Rape) કેસ મામલે આરોપીઓના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપીઓના 2 દિવસીય રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે તેમને ગુરુવારે (10 ઑક્ટોબર) ફરી કોર્ટમાં રજૂ કરીને વધુ 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જોકે, આખરે કોર્ટે 4 દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરી હતી.

    2 દિવસીય રિમાન્ડ દરમિયાન આરોપીઓએ કેસને ઘણા બધા ખુલાસા કર્યા હોવાનું સામે આવ્યું હતું, પરંતુ વધુ તપાસ જરૂરી હોઈ પોલીસે આગળના રિમાન્ડની માંગ કરી હતી. જેને માન્ય રાખીને કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ ફરી આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

    પાંચ આરોપીઓમાંથી મુન્ના અબ્બાસ બંજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ બંજારા, શાહરૂખ બંજારા મુખ્ય આરોપીઓ છે, જેમણે પીડિતાનો ગેંગરેપ કર્યો હતો. જ્યારે બાકીના બે પણ ઘટના પહેલાં તેમની સાથે હતા અને ત્યારબાદ ભાગી છૂટ્યા હતા. તેમની ઓળખ અજમલ સત્તાર અને સૈફઅલી મહેંદીહસન તરીકે થઈ છે. 

    - Advertisement -

    સરકારી વકીલે શું જણાવ્યું?

    આરોપીઓના રિમાન્ડ વિશે જાણકારી આપતાં સરકારી વકીલે મીડિયાને જણાવ્યું હતું કે, “તપાસ અધિકારીએ ભાયલી દુષ્કર્મના આરોપીઓને ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારબાદ મારા મારફતે કોર્ટ સમક્ષ જે દલીલો રજૂ કરવામાં આવી હતી અને જે કારણો આપવામાં આવ્યાં હતાં, તે અનુસાર વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. પરંતુ જે રીતે તપાસ આગળ વધી રહી છે તેને જોતાં વધુ પુરાવા એકઠા કરવાના હોઈ આજે કોર્ટમાં રજૂ કરીને વધુ 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.”

    આગળ તેમણે કહ્યું હતું કે, ગુનો આચર્યા બાદ આરોપીઓ પીડિતાનો મોબાઈલ લઈને ભાગી ગયા હતા અને ફેંકી દીધો હતો. સિમ કાર્ડ અલગ કરીને ફેંકી દીધું હતું. ભાગવા માટે મોટર સાયકલનો ઉપયોગ કર્યો હતો. આરોપીઓના મેડિકલ પુરાવા ભેગા કરવાના છે. ગંભીર ગુનાને લગતી તાપાસ ચાલુ છે. ઓળખ કરવામાં આવી રહી છે. આ સિવાય કાવતરું રચીને ગુનો કર્યો હોવાની પણ આશંકા છે, જેથી તે દિશામાં પણ તપાસ જરૂરી છે.

    તેમણે કહ્યું કે, “તમામ 5 આરોપીઓ દ્વારા અગાઉથી કાવતરું રચીને ગુનો આચરવામાં આવ્યો છે. તેઓ ના ગરબા રમવા ગયા હતા, ના ગરબા રમવાના કોઈ વેશમાં હતા, કે ના ગરબા જોવા ગયા હતા. આ ગુનો અગાઉથી નક્કી કરીને આચરવામાં આવ્યો છે. આ બધી બાબતોની તપાસ જરૂરી છે. તેથી ફર્ધર રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. દલીલો બાદ કોર્ટે 10 ઑક્ટોબરથી 14 ઑક્ટોબર સાંજે પાંચ વાગ્યા સુધીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. દરમ્યાન, તપાસમાં વધુ ખુલાસા થઈ શકે તેમ છે તેમ તેમણે અંતે જણાવ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં