પોતાને ‘અલ જઝીરા’નો કોલમિસ્ટ ગણાવીને X પર હિંદુઓ વિરુદ્ધ ઝેર ફેલાવતા વાજિદ ખાન નામના એક ઈસમને રાજસ્થાન પોલીસે પકડીને સળિયા ગણતો કર્યો છે. વાજિદ ખાન X પર આતંકવાદી સંગઠન હમાસનું સમર્થન કરવા માટે અને હિંદુદ્વેષી ટિપ્પણીઓ કરવા માટે કુખ્યાત છે.
તાજેતરમાં જ ઑપઇન્ડિયા અંગ્રેજી સંસ્કરણે તેની ઉપર એક રિપોર્ટ પ્રકાશિત કરીને તેની કરતૂતો ઉઘાડી પાડી હતી, ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેની વિરુદ્ધ અનેક લોકોએ અવાજ ઉઠાવ્યો. આખરે અજમેર પોલીસે તેની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.
અજમેર પોલીસે X પર જાણકારી આપતાં જણાવ્યું કે, ‘જે-તે યુવકને ડિટેન કરી લેવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.’
उक्त युवक को डिटेन कर लिया गया है तथा अग्रिम कार्रवाई की जा रही है।
— Ajmer Police (@AjmerpoliceR) October 10, 2024
પોતાના બાયોમાં વાજિદ ખાન પોતે અલ જઝીરાનો કોલમિસ્ટ હોવાના અને અમેરિકામાં રહેતો હોવાના ફાંકા મારતો હતો. વાચકોને જાણ થાય કે અલ-જઝીરા એક કતારની સરકારના પૈસે ચાલતું ઇસ્લામિક પ્રોપગેન્ડા ફેલાવતું મીડિયા આઉટલેટ છે.
જોકે, પછીથી સામે આવ્યું હતું કે વાજિદ ન તો અલ-જઝીરામાં કામ કરે છે કે ન USમાં રહે છે. પરંતુ તે રાજસ્થાનના અજમેરનો રહેવાસી છે. પરંતુ રાજસ્થાનમાં ભાજપ સરકાર બન્યા બાદ તેણે બાયોમાં પોતાનું ઠેકાણું અમેરિકા હોવાનું લખી દીધું હતું.
He is Not a 'columnist', Wajid from Gagwana village, Ajmer, Rajasthan. After change of government in Rajasthan, he also changed his BIO and became a resident of America. But he is still in Ajmer. He keeps posting Anti Hindu-India posts but no one takes any notice.@UnSubtleDesi https://t.co/pAT4ZIhVAp pic.twitter.com/Y8jB7woA3r
— Vishal Maheshwari (@Vishalmah40) October 7, 2024
વધુ તપાસ કરતાં ઈન્ટરનેટ યૂઝરોને જાણવા મળ્યું હતું કે, વાજિદ રાજસ્થાનની એક ‘શ્રીરામ ફોર્ચ્યુન’ નામની ફાઇનાન્સિયલ સર્વિસમાં કામ કરતો હતો. જ્યાંથી પણ તેને તગેડી મૂકવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે, જોકે આની પુષ્ટિ હજુ થવાની બાકી છે.
વાજિદ ખાનની X વૉલ આખી ઇસ્લામિક પ્રોપગેન્ડા અને આતંકવાદી સંગઠન હમાસના સમર્થનથી ભરેલી છે. તે ઇઝરાયેલ અને યહૂદીઓનો વિરોધી છે. પોતે વિદેશી મીડિયામાં લખતો હોવાના ફાંકા મારીને તે ઇઝરાયેલ વિરોધી પ્રોપગેન્ડા આગળ વધારતો રહેતો હતો.
તાજેતરમાં તેણે ઇઝરાયેલ પર હમાસના હુમલાના 1 વર્ષ પર હમાસના આતંકવાદીએ ઇઝરાયેલી સૈનિકોને પકડ્યો હોય તેવો ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું- આઇકોનિક પિક્ચર.
આ સિવાય તેણે ‘હેપ્પી 7 ઑક્ટોબર’ વગેરે લખીને અનેક પોસ્ટ કરી હતી, જે હવે ગાયબ થઈ ગઈ છે. કાર્યવાહીના ડરે તે એક પછી એક પોસ્ટ હટાવવા માંડ્યો છે.
તેણે ગાઝામાં સ્થિત હમાસના આતંકવાદી યાહ્યા સિનવારને ‘લાયન ઑફ ગાઝા’ પણ ગણાવ્યો હતો.
અન્ય એક પોસ્ટમાં તેણે લખ્યું હતું, ‘આઝાદીના દિવાના 7 ઑક્ટોબર, 2023નો દિવસ નહીં ભૂલી શકે. કારણ કે આ દિવસે હમાસે દુનિયાના મુસલમાનોને પેલેસ્ટાઇનની આઝાદીની આશા આપી હતી.’
તે હિંદુઓનો પણ વિરોધી છે અને અનેક વખત ટિપ્પણીઓ કરી હતી. તેણે અનેક વખત ઇઝરાયેલનું સમર્થન કરતા હિંદુઓને ગાળો ભાંડી હતી અને અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. ઉપરાંત, તે યતિ નરસિંહાનંદ વિશે પણ અભદ્ર ટિપ્પણી કરી ચૂક્યો છે.
તેણે એક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘કાલે યતિ નરસિંહાનંદે નબી-એ-કરીમની શાનમાં ગુસ્તાખી કરી હતી, પણ ધરપકડ ન થઈ. હવે તેના ચેલાઓ પણ નબી-એ-કરીમ અને હઝરત અલીની શાનમાં ગુસ્તાખી કરી રહ્યા છે. તેમનો એક જ ઈલાજ છે અને તે છે હઝરત અલીની જુલ્ફિકાર.’
અહીં નોંધવું જોઈએ કે જુલ્ફિકાર એ પયગંબર મોહમ્મદના જમાઈની તલવારનું નામ હતું. અહીં તે સ્પષ્ટ રીતે યતિ નરસિંહાનંદ અને તેમના સમર્થકોની હત્યાની વાત કરી રહ્યો હતો.
આવી અનેક પોસ્ટ તેણે કરી હતી, પણ સોશિયલ મીડિયા પર કરતૂતો ઉઘાડી થતી જતાં વારાફરતી ડિલીટ કરવા માંડી હતી અને હવે કોઈ પોસ્ટ રહી નથી. બીજી તરફ પોલીસે તેની સરભરા શરૂ કરી દીધી છે.