છેલ્લા કેટલાક સમયથી મુસ્લિમો દ્વારા હિંદુ મહિલાઓ અને યુવતીઓ વિરુદ્ધના અપરાધો વધી રહ્યા છે. સતત લવ જેહાદ અને બળાત્કાર જેવા કિસ્સાઓ આખા દેશમાંથી સામે આવી રહ્યા છે. ત્યારે હવે નવસારીમાં (Navsari) મુસ્લિમ યુવકે હિંદુ યુવતીને હિંદુ હોવાની ઓળખ આપી લવ જેહાદ (Love Jihad) આચર્યો હોવાના આરોપો લાગ્યા છે. યુવતીનો આરોપ છે કે રિક્ષાચાલક ઝુબૈર શબ્બીર ખલીફાએ પોતાની અસલ ઓળખ છુપાવીને તેની સાથે બળાત્કાર પણ કર્યો હતો. યુવતીની ફરિયાદ પર નવસારી પોલીસે (Navsari Police) આરોપીને ઝડપીને તેનું સરઘસ કાઢ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી ઝુબૈર મૂળ અડદા ગામનો રહેવાસી છે અને નવસારીમાં રિક્ષા ચલાવવાનું કામ કરે છે. દરમિયાન તેની નજર કાયમી અપ-ડાઉન કરતી એક હિંદુ યુવતી પર પડી અને તેણે તેને ફસાવવાનું નક્કી કર્યું. કહેવામાં આવી રહ્યુ છે કે તેણે યુવતીના આવવા જવાના રસ્તા પર નજર રાખીને કાયમ પોતાની રીક્ષામાં બેસાડવાનો પ્રયાસ કરતો. થોડા સમય બાદ યુવતીએ તેની રીક્ષામાં આવવા-જવાનું શરૂ પણ કરી દીધું. રોજ થતી મુલાકાત દરમિયાન ઝુબૈરે યુવતીને પોતાનું નામ રાજ હોવાનું જણાવ્યું હતું. તે રોજ તેને લાવવા મુકવાનું કામ કરવા લાગ્યો અને મીઠી મીઠી વાતો કરીને યુવતીને પોતાની વાતોમાં ફસાવવા લાગ્યો.
નવસારી પોલીસે લવ જેહાદ પ્રકરણમાં આરોપીનું સરઘસ કાઢ્યું
— Gujarat First (@GujaratFirst) October 7, 2024
શહેરના એરૂ રોડ વિસ્તારમાંથી પોલીસે કાઢ્યું સરઘસ
આરોપી યુવાને હિન્દુ યુવતીને નામ બદલી ફસાવી હતી પ્રેમ જાળમાં
પીડિતાને આત્મહત્યા કરવાની ધમકી આપી આચર્યું દુષ્કર્મ
પોલીસે આરોપીને ઝડપી પાડી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું#Gujarat… pic.twitter.com/D2aKT6XOPA
મોટી-મોટી ફાંકા-ફોજદારી કરી યુવતીને ફસાવી
યુવતી હવે દરરોજ તેની સાથે આવતી જતી થઇ જતા ઝુબૈરે તેને મોટી-મોટી વાતો કરીને પોતાની જાળમાં ફસાવવાનું શરૂ કર્યું. યુવતીના ફરિયાદમાં જણાવ્યા અનુસાર થોડા સમય બાદ તેણે તેની પાસેથી રીક્ષાની મુસાફરીનું ભાડું લેવાનું બંધ કરી દીધું. આમ કરવા પાછળનું કારણ પૂછતાં તેણે જણાવ્યું હતું કે તે માત્ર શોખ ખાતર આ રિક્ષા ચલાવે છે. તેની પાસે કૂલ 20 રિક્ષા છે અને તે તમામ ભાડે આપેલી છે. તેણે યુવતીને એમ પણ કહ્યું હતું કે મોટાભાગનો સમય દુબઈમાં (Dubai) રહે છે. યુવતીના જણાવ્યા અનુસાર રાજ ઉર્ફે ઝુબૈરે તેને એમ કહ્યું હતું કે તે 6 મહિના નવસારીમાં રહે છે અને 6 મહિના દુબઈમાં.
ધીમે ધીમે આરોપીએ યુવતી સાથે ગાઢ મિત્રતા કેળવી લીધી. થોડા સમય બાદ તેણે યુવતી સામે પ્રેમ પ્રસ્તાવ મુક્યો, યુવતીએ તેને ‘રાજ’ સમજીને સ્વીકાર કર્યો. આરોપીએ પોતાની અસલ ઓળખ છૂપાવીને યુવતીને લગ્નની લાલચ આપી અને અવારનવાર તેની સાથે શરીર સુખ માણ્યું. તે ઘણીવાર તેને રીક્ષામાં બેસાડીને અલગ અલગ જગ્યાએ લઈ જતો અને લગ્ન કરવાના નામે, કે પછી પ્રેમમાં જીવ આપી દેવાના નામે યુવતીનો બળાત્કાર કરતો રહેતો હતો. તેવામાં એક દિવસ યુવતીને જાણ થઈ કે જેને રાજ સમજીને તે પોતાનું સર્વસ્વ આપી બેઠી છે, તે વાસ્તવમાં મુસ્લિમ છે અને તેનું નામ ઝુબૈર છે.
નવસારીમાં કથિત લવ જેહાદની ઘટના બની, વિધર્મી યુવકે હિંદુ નામ ધારણ કરી આચર્યું દુષ્કર્મ, પોલીસે આરોપીનું કાઢ્યું સરઘસ | TV9Gujarati#navsari #lovejihad #police #gujarat #tv9gujarati pic.twitter.com/huiRDVvhU4
— Tv9 Gujarati (@tv9gujarati) October 7, 2024
પોલ ખુલી જતા યુવતીએ સંબંધ કાપ્યા, જાનથી મારી નાખવાની આપી ધમકી
આરોપી ઝુબૈરની અસલ ઓળખ છતી થઈ જતા હિંદુ યુવતીએ તેની સાથેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધો હતો. જોકે યુવતીના આમ કરવાથી ઝુબૈર ઉકળી ઉઠ્યો હતો અને તેણે યુવતીને સંબંધ રાખવા દબાણ કરવાનું શરૂ કરી દીધું હતું. યુવતીએ ધરાર ના પડતા અંતે તેણે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઝુબૈરના આ વર્તનથી યુવતી ડરી ગઈ હતી. શરૂઆતમાં કશુ જ ન કર્યા બાદ અંતે તેણે પોલીસની મદદ લેવાનું નક્કી કર્યું. બીજી તરફ નવસારી પોલીસે પણ ઘટનાની ગંભીરતા ધ્યાને લઈને ત્વરિત કાર્યવાહીનું વચન આપી યુવતીને હિમ્મત આપી.
તાત્કાલિક ઝુબૈરની ધરપકડ, રોડ પર સરઘસ કાઢીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું
યુવતીની ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક નવસારીના અડદા ખાતે રહેતા લવ જેહાદના આરોપી ઝુબૈર શબ્બીર ખલીફાની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. આટલું જ નહીં, નવસારીમાં દાખલો બેસે અને અન્ય કોઈ વ્યક્તિ આમ નિર્દોષ યુવતીઓનું જીવન બરબાદ ન કરે તે માટે પોલીસે ઉચ્ચ અધિકારીઓ સાથે આરોપી ઝુબૈરનું જાહેરમાં સરઘસ કાઢ્યું હુતું.
Zoobair befriended a Hindu girl by posing as a Hindu boy & rap€d her. Gujarat Police arrested him when he was trying to flee.
— Mr Sinha (@MrSinha_) October 7, 2024
The way he's walking, it seems the Gujarat police have treated him well.
Zero tolerance towards such elements in Gujarat. Good work @SP_Navsari.👏🏻… pic.twitter.com/7c0UjtFdaw
નવસારીના એરુ ચાર રસ્તાથી આરોપીનું સરઘસ કાઢ્યા બાદ પોલીસે તેની પાસે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. બીજી તરફ આ મામલે નવસારી જિલ્લાના નાયબ પોલીસ વડા સંજય રાયે મીડિયાને જણાવ્યું હતું કે, આરોપીએ યુવતીને ખોટી ઓળખ આપી ફસાવી હતી અને યુવતીની ફરિયાદ બાદ આ આખી કાર્યવાહી કરવામાં આવી છે. હાલ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આગળ પોલીસ તપાસ ચાલી રહી છે, તપાસમાં જેમ જેમ સત્ય સામે આવતું જશે, તે મુજબની ધારા ધોરણ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.