‘લવ જેહાદ’ (Love Jihad) સાથે જોડાયેલા એક કેસમાં બરેલીની ફાસ્ટ ટ્રેક કોર્ટે (Bareilly Fast Track Court) મોહમ્મદ અલીમ નામના આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આ દરમિયાન કોર્ટે કેટલીક મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી. આવી બાબતો અંગે ચિંતા વ્યક્ત કરતાં કોર્ટે કહ્યું હતું કે, “લવ જેહાદનો મુખ્ય ઉદેશ્ય હિંદુસ્તાનના વિરુદ્ધમાં એક મજહબ વિશેષના કેટલાક અરાજક તત્વો દ્વારા વસ્તી યુદ્ધ (Population War) અને આંતરરાષ્ટ્રીય ષડ્યંત્ર (International Conspiracy) હેઠળ વર્ચસ્વ સ્થાપિત કરવાનું છે.” ન્યાયાધીશે કહ્યું કે “’લવ જેહાદ’ હેઠળ હિંદુ છોકરીઓને ફસાવીને તેમનું ધર્માંતરણ (Conversion) કરવામાં આવે છે જેથી પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જાઈ શકે. આ ષડયંત્રમાં કોઈ વિદેશી ફંડિંગ (Foreign Funding) હોવાની વાતને નકારી શકાય નહીં. આવું માત્ર અને માત્ર દેશમાં મુસ્લિમ વસ્તી વધારવા માટે કરવામાં આવી રહ્યું છે.”
કોર્ટની આ ટિપ્પણી કદાચ એ લિબરલ-વામપંથીઓને પચશે નહીં જેમણે હંમેશા ‘લવ જેહાદ’ શબ્દના અસ્તિત્વનો ઇનકાર કર્યો છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે આ લવ જેહાદ માત્ર ઇસ્લામિક કટ્ટરપંથીઓની જ દેન છે. આ માટે બ્રેઈન વોશ કરવામાં આવે છે. કહેવાય છે કે જો કોઈ હિંદુ યુવતીને આ રીતે ફસાવ્યા બાદ તેની સાથે સંબંધ બાંધીને તેની સાથે લગ્ન કરશે તો તેમને સ્વર્ગ મળશે.
લવ જેહાદ કરવા પર મળશે ‘જન્નત’
જો તમને વિશ્વાસ ન આવતો હોય તો 2022ની એક ઘટના અંગે જાણીએ. મોહમ્મદ આલમે, અનુજ પ્રતાપ સિંઘ બનીને એક હિંદુ યુવતીને ફસાવી, તેણે છોકરીને વિશ્વાસ અપાવ્યો કે તે હિંદુ છે અને પછી તેની સાથે લગ્ન કર્યા.
જ્યારે આ રહસ્ય બહાર આવ્યું ત્યારે મોહમ્મદ આલમે યુવતીનો અશ્લીલ વિડીયો વાયરલ કરવાની અને તેને ગોળી મારી દેવાની ધમકી આપવાનું શરૂ કર્યું. તે ખુલ્લેઆમ હિંદુઓ માટે અપશબ્દો બોલવા લાગ્યો. એક વખત તેણે યુવતીને ગોળી પણ મારી દીધી હતી, પરંતુ યુવતી બચીને ભાગી ગઈ હતી.
આ બધું કર્યા પછી આલમે તેના સ્ટેટસ પર જે અપડેટ કર્યું તે ખુબ મહત્વપૂર્ણ છે. તેણે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરીને લખ્યું છે – “મેં જે પણ કર્યું છે, તેનાથી જન્નત મળે છે.”
સ્વાભાવિક રીતે જ તેને કોઈએ કહ્યું હશે કે હિંદુ છોકરીને ફસાવી, તેના પર બળાત્કાર કરવો, તેને ઈસ્લામ કબૂલ કરાવવો, આ બધા જન્નતમાં જવાના રસ્તા છે, એટલે જ તેણે આવું કર્યું હશે ને…?
બાંગ્લાદેશમાં પણ ચાલી રહ્યો છે લવ જેહાદનો ખેલ
જાણીને નવાઈ લાગશે કે લવ જેહાદીઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ બાંગ્લાદેશમાં પણ આવો ખેલ રમી રહ્યા છે. મીડિયા અહેવાલો સામે આવ્યા છે જેમાં કટ્ટરપંથી સંગઠનો જૂથમાં સામેલ મુસ્લિમ યુવાનોને ઈનામ આપતા બતાવવામાં આવ્યા હતા જેથી તેઓ આ રકમનો ઉપયોગ હિંદુઓને ઇસ્લામ કબુલ કરાવવા કરી શકે.
એવા ફતવા પણ વાયરલ થયા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે હિંદુ યુવતીઓને લવ જેહાદમાં ફસાવો અને તેમનું ધર્માંતરણ કરાવો. ફતવામાં 50 હજારથી 50 લાખ બાંગ્લાદેશી ચલણનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ફતવાની કોપી સંગઠનના દરેક જિલ્લા પ્રમુખ અને મહામંત્રીઓને મોકલવામાં આવી હતી.
‘લવ જેહાદ’ શબ્દ ખોટો છે, તો દર વર્ષે ક્યાંથી આવે છે કેસ?
આ પુરાવાઓ પછી પણ જો શંકા ઉભી થાય તો ટાંકવા માટે સેંકડો કિસ્સાઓ છે. 2023માં, ખાલી OpIndiaએ 153 છોકરીઓ લવ જેહાદનો શિકાર બની હોવાનું નોંધ્યું હતું. સ્વાભાવિક છે કે OpIndia પણ દરેક મામલો ન ઉઠાવી શકે, છતાં કલ્પના કરો કે સંખ્યા 153 સુધી પહોંચી ગઈ હતી. તેવી જ રીતે, વર્ષ 2022 માં પણ OpIndiaએ લવ જેહાદ પર લગભગ 150 કેસ નોંધ્યા હતા…. દરેક અહેવાલમાં, સમાચાર અને તેના સ્ત્રોતની લિંક્સ ઉમેરવામાં આવી હતી, જેનો સ્પષ્ટ અર્થ એ છે કે તે ઘટનાઓ વાસ્તવિક હતી અને કોઈએ તેના વાક્તિગત શબ્દોમાં રજૂ કરી ન હતી.
કેરળના પૂર્વ મુખ્યમંત્રી પણ કરી ચુક્યા છે ઈસ્લામિક કટ્ટરપંથીઓના ઈરાદાઓના ખુલાસા
કેરળના પૂર્વ મુખ્યમંત્રી વીએસ અચ્યુતાનંદને પણ લવ જેહાદની વાસ્તવિકતા સ્વીકારી ચુક્યા છે. 2010માં તેમણે પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવ્યું હતું કે કેવી રીતે ઇસ્લામિક કટ્ટરપંથીઓ આગામી 20 વર્ષમાં કેરળને મુસ્લિમ રાજ્ય બનાવવાની યોજના બનાવી રહ્યા છે. આ માટે તેઓ યુવાનોના માઇન્ડ વોશ કરી રહ્યા છે. તેમને પૈસા આપ્યા. મુસ્લિમ વસ્તી વધારવા માટે યુવાનોને હિંદુ યુવતીઓ સાથે લગ્ન કરવા માટે ઉશ્કેરવામાં આવી રહ્યા છે. સામ્યવાદી નેતાએ કહ્યું હતું કે ઇસ્લામિક કટ્ટરપંથીઓની રણનીતિ કામ કરી રહી છે અને રાજ્યમાં તેમની વસ્તી પણ વધી રહી છે.
સર્વેમાં સામે આવ્યું હતું લવ જેહાદનું સત્ય
સામાન્ય લોકો પણ ધીમે ધીમે લવ જેહાદનું કાળું સત્ય જાણી-સમજી રહ્યા છે. લવ જેહાદની વધતી ઘટનાઓ વચ્ચે થોડા સમય પહેલા એક સર્વે રિપોર્ટ સામે આવ્યો હતો. આ સર્વેમાં દેશભરના 1.40 લાખથી વધુ લોકોના મંતવ્યો લેવામાં આવ્યા હતા અને પરિણામ એ આવ્યું કે દેશના 53% લોકો માને છે કે મુસ્લિમ પુરુષો લવ જેહાદમાં વ્યસ્ત રહેતા હોય છે.
જો લવ જેહાદ જૂઠ તો શું છે આ સવાલોના જવાબ?
આટલા બધા પુરાવાઓ હોવા છતાં, જેઓ માને છે કે ‘લવ જેહાદ’ જેવી કોઈ વસ્તુ નથી અને દક્ષિણપંથીઓ માત્ર મજહબને પ્રેમની વચ્ચે લાવીને નફરત ફેલાવે છે… તેમને પ્રશ્ન થવો જોઈએ કે આવા કિસ્સાઓમાં જો બે લોકો વચ્ચેનો સંબંધ પ્રેમનો હોય તો તેની શરૂઆત જૂઠથી કેમ થાય છે? શું આવશ્યકતા છે નામ છુપાવીને અન્ય ધર્મની યુવતીને ફસાવાની? શું જરૂરત છે તેની સાથે લગ્ન કરતા પહેલા તેનો ધર્મ બદલાવાની? તેના પર નમાઝ અદા કરવા દબાણ કરવાની, ઇસ્લામિક રીતિ-રિવાજોનું પાલન કરાવવાની? જો વાત માત્ર પ્રેમની જ હોત તો આવા કિસ્સા સામે આવ્યા હોત…? ના, ના આવ્યા હોત.
આ લવ જેહાદના કિસ્સાઓ છે જેમાં માત્ર એક જ પ્રકારની પેટર્ન જોવા મળે છે. દિલ્હી હોય કે કેરળ, બંગાળ હોય કે કાશ્મીર… જ્યાં પણ તમે લવ જેહાદના કિસ્સાઓ વિશે સાંભળશો, તમને ખબર પડશે કે માત્ર પીડિતા અને આરોપીઓ જ અલગ છે પરંતુ બાકીનું એક બધું સરખું જ છે. ઘણીવાર લવ જેહાદ પીડિતાઓને ભાગીને પોતાની વ્યથા વર્ણવવાનો અવસર મળે છે, પરંતુ ઘણી પીડિતા એવી પણ હોય છે જે એક વાર આ જાળમાં ફસાયા પછી ક્યારેય તેમાંથી બહાર નીકળી શકતી નથી. પછી કાં તો એમની લાશ મળે છે કાં તો લાશના ટુકડા…