Monday, September 30, 2024
More
    હોમપેજરાજકારણવડાપ્રધાન મોદીએ લગાવ્યો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ફોન, પૂછ્યા હાલચાલ: જમ્મુ-કાશ્મીરમાં ભાષણ...

    વડાપ્રધાન મોદીએ લગાવ્યો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ફોન, પૂછ્યા હાલચાલ: જમ્મુ-કાશ્મીરમાં ભાષણ આપતા લથડી હતી તબિયત

    જમ્મુ કાશ્મીરમાં એક ચૂંટણીલક્ષી સભાને સંબોધતા દરમિયાન અચાનક તેમની તબિયત લથડી હતી. તેઓ જમ્મુ-કાશ્મીરમાં ત્રીજા ચરણના પ્રચારના મતદાનના પ્રચારના છેલ્લા દિવસે જસરોટ વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસની જાહેરસભા સંબોધી રહ્યા હતા.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને (Mallikarjun Kharge) ફોન કરીને હાલચાલ પૂછ્યા છે. રવિવારે (29 સપ્ટેમ્બર 2024) જમ્મુ કાશ્મીરમાં એક ચૂંટણીલક્ષી સભાને સંબોધતા દરમિયાન અચાનક તેમની તબિયત લથડી હતી. તેઓ જમ્મુ-કાશ્મીરમાં (Jammu & Kashmir) ત્રીજા ચરણના મતદાનના પ્રચારના છેલ્લા દિવસે જસરોટ વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસની જાહેરસભા સંબોધી રહ્યા હતા.

    પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) તબિયત લથડવાની જાણ થતા જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ફોન કરીને તેમના હાલચાલ પૂછ્યા હતા. આ ફોન તેમણે રવિવારના દિવસે જ કરી દીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીએ તેમને સ્વાસ્થ્ય માટે સજાગ રહેવા જણાવ્યું છે અને તેમની સુખાકારી માટે શુભકામનાઓ આપી છે. મહત્વનું છે કે જયારે ખડગે સભા સંબોધી રહ્યા હતા, ત્યારે તેઓ પીએમ મોદી વિરુદ્ધ જ ભાષણ આપી રહ્યા હતા.

    ચાલુ ભાષણમાં બગડી હતી તબિયત

    નોંધનીય છે કે તબિયત બગડી ત્યારે તેઓ ભાષણ આપી રહ્યા હતા. અચાનક તેમનો અવાજ ધીમો થઈ ગયો અને અસ્વસ્થ જણાવા લાગ્યા. મંચ પર હાજર લોકોએ તરત જ તેમને સહારો આપ્યો અને થોડી વાર ત્યાં જ બેસાડી દીધા. જોકે થોડી જ ક્ષણોમાં તેઓ ફરી સ્વસ્થ થઈ ગયા અને ફરી ભાષણ આપવા ઉભા થઈ ગયા. તેમણે ભાષણ આપતા કહ્યું કે, “હું 83 વર્ષનો છું, એટલો જલદી નથી મરવાનો. હું ત્યાં સુધી જીવતો રહીશ, જ્યાં સુધી મોદીને સત્તાથી બહાર ન થઈ જાય.” થોડા સમય બાદ તેમને તપાસ અર્થે કઠુઆ સરકારી મેડિકલ હોસ્પિટલ એન્ડ કોલેજ લઈ જવામાં આવ્યા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપી દેવામાં અવી.

    - Advertisement -

    આ મામલે કોંગ્રેસ નેતા ઠાકુર બલબીર સિંઘે કહ્યું હતું કે, વધુ પડતી ગરમીના કારણે મલ્લિકાર્જુન ખડગેને ગભરામણ થઈ ગઈ હતી, પરંતુ તેઓ પોતાનું ભાષણ પૂર્ણ કરવામાં સફળ રહ્યા હતા. બીજી તરફ તેમના દીકરા અને કર્ણાટક સરકારમાં મંત્રી પ્રિયાંક ખડગેએ પણ X પોસ્ટ કરીને માહિતી આપી હતી કે તેમના પિતા લો-બ્લડ પ્રેશરથી પીડિત હતા. તેમની તબિયત હાલ સ્થિર છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં