Friday, September 27, 2024
More
    હોમપેજદેશઅજમેરની મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ વાસ્તવમાં છે એક પૌરાણિક શિવ મંદિર!: હિંદુ સેનાની...

    અજમેરની મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ વાસ્તવમાં છે એક પૌરાણિક શિવ મંદિર!: હિંદુ સેનાની અરજી પર નીચલી કોર્ટે કહ્યું સક્ષમ કોર્ટમાં કરો અરજી, 10 ઓક્ટોબરે થશે સુનાવણી

    હિંદુ સેનાએ અરજીમાં દરગાહને ગેરકાયદેસર ગણાવી દરગાહ કમિટીના અનધિકૃત કબજાને દૂર કરવા પણ માંગ કરી હતી. હિંદુ સેનાએ દરગાહની રચના અને શિવ મંદિરના પુરાવાઓ પણ રજૂ કર્યા છે

    - Advertisement -

    રાજસ્થાનના અજમેર સ્થિત ખ્વાજા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહની જગ્યાએ મંદિર હોવાનો દાવો કરીને હિંદુ સેનાએ કોર્ટમાં અરજી કરી હતી. હિંદુ સેનાએ કરેલી અરજીમાં દરગાહના સ્થાને મહાદેવ મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. હિંદુ સેનાએ મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરેલી અરજીમાં દરગાહનો સર્વે કરાવીને તેને મંદિર તરીકે ઘોષિત કરવાની માંગ કરવામાં આવી હતી. જે અરજીની સુનાવણી તેમના અધિકાર ક્ષેત્રમાં ન હોવાથી ન્યાયાધીશે અરજી સક્ષમ કોર્ટમાં રજૂ કરવા કહ્યું હતું. જો કે મુસ્લિમ પક્ષે પણ આ દાવો નકાર્યો હતો.

    અજમેરના મુખ્ય ન્યાયિક ન્યાયાધીશની કોર્ટમાં હિંદુ સેના વતી અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે ભગવાન સંકટ મોચન મહાદેવને દરગાહમાં બિરાજમાન કરવા અને ત્યાં હિંદુ રીતિ-રિવાજો પ્રમાણે પૂજા કરવાની પરવાનગી આપવામાં આવે. ઉપરાંત દરગાહ કમિટી દ્વારા જે તે જગ્યા પર આવેલી દરગાહને ગેરકાયદેસર ગણાવીને અનધિકૃત કબજો દૂર કરવા પણ માંગ કરવામાં આવી હતી.

    ત્યારે આ મામલે અજમેરના ન્યાયિક ન્યાયાધીશની કોર્ટના ન્યાયાધીશે આ અરજી તેમના અધિકારક્ષેત્રની બહાર ગણાવી હતી. ન્યાયાધીશ પ્રિતમ સિંઘે આ અરજીને સક્ષમ કોર્ટમાં દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે વકીલ અને હિંદુ પક્ષકારોને તેમની અરજી ડિસ્ટ્રિક્ટ જજ કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું હતું. આ મામલે 10 ઓક્ટોબરના રોજ સુનાવણી થવાની છે.

    - Advertisement -

    હિંદુ પક્ષે કરેલ અરજી

    હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ, વિષ્ણુ ગુપ્તાએ સુપ્રીમ કોર્ટના વકીલ શશી રંજન કુમાર સિંઘ મારફતે કોર્ટ સમક્ષ અરજી કરી હતી. હિંદુ પક્ષના વકીલે દલીલ કરી હતી કે શાહજહાંના સમયના પુસ્તકો અને અકબરનામા વગેરેમાં અજમેરમાં કોઈ મસ્જિદ કે દરગાહના નિર્માણના કોઈ પુરાવા નથી. ખ્વાજા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહ ખાલી પડેલી જમીન પર બનાવવામાં આવી હતી.

    આ ઉપરાંત હિંદુ પક્ષની અરજીમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે દરગાહના સ્થાન પર પહેલા ભગવાન શિવનું મંદિર હતું. ત્યાં મહાદેવની પૂજા અને જળાભિષેક પણ કરવામાં આવતો હતો. આ સિવાય દરગાહ સંકુલમાં જૈન મંદિર હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. અરજીમાં પુરાવા સ્વરૂપે અજમેરના રહેવાસી હરવિલાસ શારદા દ્વારા 1911માં લખાયેલા પુસ્તકનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો.

    1911માં લખાયેલા પુસ્તકનો આપ્યો હવાલો

    હરવિલાસ શારદા રોયલ એશિયાટિક બ્રિટન અને આયર્લેન્ડના સદસ્ય હતા. તથા અજમેરમાં એડિશનલ એક્સ્ટ્રા કમિશનર તરીકે પણ સેવા આપી હતી. તેમણે લખેલ હિસ્ટોરિકલ એન્ડ ડીસ્ક્રપ્ટીવ પુસ્તકના આધારે દરગાહની જગ્યાએ મંદિર હોવાના પુરાવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જે અનુસાર દરગાહ સંકુલમાં હાજર 75 ફૂટ ઊંચા બુલંદ દરવાજાના નિર્માણમાં મંદિરના કાટમાળના નિશાન છે. ત્યાં એક ભોંયરું અથવા ગર્ભગૃહની પણ વાત કરવામાં આવી હતી. તથા ત્યાં એક શિવલિંગ હતું, જ્યાં બ્રાહ્મણ પરિવારો પૂજા કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

    હિંદુ સેનાએ અરજીમાં દરગાહને ગેરકાયદેસર ગણાવી દરગાહ કમિટીના અનધિકૃત કબજાને દૂર કરવા પણ માંગ કરી હતી. હિંદુ સેનાએ દરગાહની રચના અને શિવ મંદિરના પુરાવાઓ પણ રજૂ કર્યા છે. કેન્દ્ર સરકારના લઘુમતી મંત્રાલય, પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ અને દરગાહ સમિતિને પણ અરજીમાં પક્ષકાર બનાવવામાં આવ્યા છે.

    મુસ્લિમ પક્ષે દાવાને નકાર્યો

    મુસ્લિમ પક્ષે હિંદુ પક્ષની અરજી સામે વાંધો ઉઠાવ્યો હતો. દાવો દાખલ થયાની માહિતી પછી, દરગાહ દીવાન સૈયદ ઝૈનલુ આબેદિનના ઉત્તરાધિકારી નસરુદ્દીન ચિશ્તી અને દરગાહના ખાદિમોના સંગઠન અંજુમન સૈયદ જદગાનના સચિવ સરવર ચિશ્તીએ એક નિવેદન આપ્યું હતું. જેમાં કહ્યું હતું કે,  કે જો તેમના મજહબી સ્થળો પર કોઈપણ પ્રકારનું ખોટું અને પાયાવિહોણું ષડયંત્ર રચવામાં આવશે તો તેને સાંખી લેવામાં આવશે નહીં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં