ગત 16 સપ્ટેમ્બર 2024ના રોજ યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકાના (USA) ન્યૂ યોર્કમાં (New York) મેલવિલે હેમલેટમાં સ્થિત BAPS શ્રીસ્વામિનારાયણ મંદિરમાં (Attack On Hindu Temple) મોડી રાત્રે કેટલાક કટ્ટરપંથીઓએ તોડફોડ કરી હોવાના સમાચાર સામે આવ્યાના દસ જ દિવસમાં અમેરિકામાં વધુ એક હિંદુ મંદિર ટાર્ગેટ કરવામાં આવ્યું છે. ન્યૂ યોર્ક બાદ હવે કેલિફોર્નિયા (California) BAPS સ્વામિનારાયણ મંદિર પર હુમલો કરવામ આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કેલિફોર્નિયા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર પર હુમલો કરીને તોડફોડ ઉપરાંત હિંદુ અને મોદી વિરુદ્ધ સુત્રો લખવામાં આવ્યા છે. આ ઘટના સેક્રામેંટો સ્થિત સ્વામિનારાયણ મંદિરની છે. અહીં હિંદુ વિરોધી કટ્ટરપંથીઓ દ્વારા “મોદી-હિંદુ ગો બેક, મોદી-ડૉ. જયશંકર આતંકવાદી, મોદી હિટલર, F*# મોદી” જેવા આપત્તિજનક વાક્યો લખવામાં આવ્યા હતા.
ઘટના બાદ સ્થાનિક હિંદુઓમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ઘટનાને લઈને હિંદુ અમેરિકન ફાઉન્ડેશન કે જે અમેરિકામાં વસતા હિંદુઓના હિત માટે કામ કરતી સંસ્થા છે. તેણે પણ આકરી પ્રતિક્રિયા આપી છે. ફાઉન્ડેશન દ્વારા ઘટનાની નિંદા કરીને આ મામલે કડક કાયદાકીય પગલાની માંગ કરવામાં આવી છે.
#Breaking | HAF offices are confirming authenticity of this video that Sacramento’s @BAPS_PubAffairs temple was just attacked, once again with hateful anti-Hindu and anti-India graffiti.
— Hindu American Foundation (@HinduAmerican) September 25, 2024
This outbreak of #Hinduphobia, two days after the @FBI hate crime report release, requires… https://t.co/IY73a8j1wV
આ સમગ્ર મામલે અસરગ્રસ્ત મંદિર પ્રસાશન તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે ઘટના બાદ જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમારા હિંદુ મંદિરને અપવિત્ર કરવામાં આવ્યું. ઘૃણાસ્પદ સંદેશાઓ લખવા ઉપરાંત તોડફોડ પણ કરવામાં આવી. આ પ્રકારની ઘૃણાથી અમે વ્યથિત છીએ. અમે શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ, તેમાં હુમલાખોરો માટે પણ સદભાવ સાથે પ્રાર્થના કરી. અમારો સમુદાય શાંતિ અને એકતા માટે એકત્ર થયો અને પૂજ્ય મહંતસ્વામી મહારાજના સદભાવ અને સન્માનના આદર્શોને યાદ કર્યા.”
Prayer for Peace, Sacramento, CA, USA https://t.co/dSk6ArH7KJ pic.twitter.com/9vITTNU75c
— BAPS (@BAPS) September 26, 2024
દસ દિવસ પહેલા જ ન્યૂ યોર્કના મંદિરને કરવામાં આવ્યું હતું ટાર્ગેટ
ઉલ્લેખનીય છે કે ગત 16 સપ્ટેમ્બરના રોજ એટલે કે દસ દિવસ પહેલા જ મોડી રાત્રે કેટલાક કટ્ટરપંથીઓએ ન્યૂ યોર્કમાં હેમલેટમાં સ્થિત BAPS શ્રીસ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરી હતી. ત્યારબાદ કટ્ટરવાદીઓએ દીવાલો પર વાંધાજનક નારા પણ લખ્યા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ન્યૂ યોર્કના આ હિંદુ મંદિરના ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા.
ત્યાં પણ અહીંની જેમ જ પવિત્ર હિંદુ મંદિરમાં ‘F*ck Modi’, ‘મોદી આતંકવાદી’ અને ‘હિંદુસ્તાન મુર્દાબાદ’ જેવા વાંધાજનક નારા પણ લખવામાં આવ્યા હતા. ન્યૂ યોર્ક સ્થિત ભારતના કોન્સ્યુલેટ જનરલે પણ એક નિવેદન બહાર પાડીને BAPS શ્રીસ્વામિનારાયણ મંદિરને ટાર્ગેટ કર્યાની ઘટનાની સખત નિંદા કરી હતી.
આધિકારિક ‘India In New York’ X હેન્ડલ પરથી કરવામાં આવેલી એક પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, “ન્યૂ યોર્કના મેલવિલેમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં કરવામાં આવેલી બર્બરતા અસ્વીકાર્ય છે. વાણિજ્ય દૂતાવાસ સમુદાયના સંપર્કમાં છે અને આ ધૃણાસ્પદ કૃત્યના ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવા માટે US અધિકારીઓ સામે મામલો ઉઠાવ્યો છે.”