Monday, September 23, 2024
More
    હોમપેજક્રાઈમબાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર યથાવત: મંદિરોને દુર્ગા પૂજાની મંજૂરી માટે 5 લાખ...

    બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર યથાવત: મંદિરોને દુર્ગા પૂજાની મંજૂરી માટે 5 લાખ ચુકવવા કહ્યું, ન ચુકવે તો મારી નાખવાની ધમકી; કેટલીક સમિતિઓએ પૂજાનું આયોજન રાખ્યું મોકૂફ

    કેટલીક મંદિર સમિતિઓએ ધમકીને કારણે દુર્ગા પૂજાનું આયોજન ન કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે કેટલાક મંદિરોએ ઓછી તામજામ સાથે પૂજા કરવાનો નિર્ણય લીધો હતો.

    - Advertisement -

    બાંગ્લાદેશમાં (Bangladesh) હિંદુ સંગઠનોએ આ વર્ષે દુર્ગા પૂજા પર હુમલા અને ઉત્પીડન મામલે વચગાળાની સરકાર (Interim Government) સમક્ષ અનેક માગણીઓ કરી હતી. તેના એક દિવસ બાદ ફરીથી હિંદુઓની સતામણીના મામલાઓ સામે આવી રહ્યા છે. ખુલનામાં, ઇસ્લામવાદીઓએ હિંદુ મંદિરોને દુર્ગા પૂજા કરવાની મંજૂરી માટે 5 લાખ રૂપિયા આપવા કહ્યું હતું તથા પત્રો દ્વારા ધમકી (Threaten) આપી હતી, કે જો તેઓ 5 લાખ રૂપિયા નહીં આપે તો તેમને દુર્ગા પૂજાનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

    બાંગ્લાદેશમાં ખુલના જિલ્લામાં કેટલાંક હિંદુ મંદિરોને અનામી પત્રો મળ્યા છે જેમાં ધમકી આપવામાં આવી છે કે જો તેઓ માંગેલ રકમની ચુકવણી નહીં કરે તો તેમને દુર્ગા પૂજાની ઉજવણી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ઘણા બધા મંદિરો સાથે દુર્ગા પૂજા માટે સંકળાયેલી પૂજા ઉજવણી સમિતિઓને આવા પત્રો આપવામાં આવ્યા હતા. આપવામાં આવેલા પત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો તેઓ માંગેલ રકમની ચુકવણી નહીં કરે તો તેના ગંભીર પરિણામો આવશે.

    આ પત્રો પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યા હતા. પત્રમાં એવી ધમકી પણ આપવામાં આવી છે કે જો હિંદુઓએ આ અંગે પ્રશાસન અથવા મીડિયાને જાણ કરશે તો તેમનું શિરચ્છેદ કરવામાં આવશે. એવી ધમકી પણ આપવામાં આવી છે કે જો પૈસા ચૂકવવામાં નહીં આવે, તો તેમની હાલત પણ હનીફ જેવી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 5 ઓગસ્ટે શેખ હસીનાની સરકારના પતન બાદ અવામી લીગના જોઈન્ટ જનરલ સેક્રેટરી મહબૂબ ઉલ આલમ હનીફના ઘરે ઘણા દિવસો સુધી લૂંટફાટ કરવામાં આવી હતી.

    - Advertisement -

    બંગાળી પત્રની શરૂઆત થાય છે, ‘બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ’ એવા શબ્દો દ્વારા. ત્યારપછી  “પ્રમુખ/મહાસચિવ” ને સંબોધીને મંદિરનું નામ હાથથી લખીને ‘પૂજા મંદિર’ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

    (ફોટો: OpIndia)

    પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “જો તમે 2024માં દુર્ગા પૂજા કરવા માંગો છો, તો તમારે દરેક મંદિર તરફથી પાંચ લાખ રૂપિયાનું યોગદાન આપવું પડશે. નહિંતર, તમે પૂજાનું આયોજન કરી શકશો નહીં. જો યોગદાન નહીં આપવામાં આવે તો તમારી સાથેપણ હનીફ જેવું જ થશે. એક અઠવાડિયામાં બધા પૈસા તૈયાર રાખજો. કાલીનગર માર્કેટમાં કઈ જગ્યાએ પૈસા આપવાના એ તમને કહેવામાં આવશે. સ્થળ વિશે પછીથી જાણ કરીશું.”

    આગળ પત્રમાં ધમકી આપવામાં આવી છે કે, “જો તમે આ બાબત અંગે પ્રશાસન, પત્રકારો કે અન્ય કોઈને જાણ કરી તો યાદ રાખજો કે તમને ઝાડના ડાળખાંની જેમ કાપી નાખવામાં આવશે. તમારા પરિવારને પણ બક્ષવામાં આવશે નહીં. અન્ય તમામ નજીકના મંદિરોને પણ ગુપ્ત રીતે આ અંગે જણાવો કારણ કે અમે બધા મંદિરોના નામ જાણતા નથી. જો પ્રશાસન અને આર્મી અમને છેતરવાનો પ્રયાસ કરશે તો પણ કોઈ ફાયદો થશે નહિ, પૈસા ચૂકવવા જ પડશે. અલ્લાહના નામે, જો અમને પૈસા નહીં મળે, તો અમે તમારા ટુકડા કરી દઈશું. અમે તમારા પર નજર રાખી રહ્યા છીએ.”

    ઉલ્લેખનીય છે કે, આ પત્ર 7 સપ્ટેમ્બર 2024નો છે. બુધવારથી (18 સપ્ટેમ્બર) વિવિધ હિંદુ મંદિરો અને પૂજા સમિતિઓના પ્રમુખો અને મહાસચિવોને આવા પત્રો મળવા લાગ્યા હતા. શેખ હસીના સરકારના પતન પછી કટ્ટર ઇસ્લામવાદીઓનો પ્રભાવ વધી જતા મુસ્લિમ બહુમતી રાષ્ટ્રમાં લઘુમતી હિંદુ સમુદાયમાં ચિંતા વધી રહી છે.

    (ફોટો: OpIndia)

    આ જ પત્ર પીળા પરબિડીયાઓમાં વિવિધ મંદિરોને મોકલવામાં આવ્યો છે. 20 સપ્ટેમ્બરે ખુલનામાં ચાર અલગ-અલગ મંદિરોએ દાકોપ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો, અને તે મુજબ, સામાન્ય ડાયરીની (પ્રાથમિક ફરિયાદ) નોંધવામાં આવી હતી. ઓફિસર-ઈન-ચાર્જ સિરાજુલ ઈસ્લામે જણાવ્યું હતું કે, આ પત્રો અંગે શુક્રવારે ચાર મંદિરોમાંથી GD કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, “અમે તપાસ કરી રહ્યા છીએ. અમારી તરફથી મંદિરને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમે સેનાની ટીમ સાથે નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યા છીએ. ગ્રામ્ય પોલીસ અને સંઘ પોલીસ અધિકારીઓ પણ ચોવીસ કલાક પેટ્રોલિંગ કરી રહ્યા છે.”

    એક મંદિરના મહા સચિવે કહ્યું હતું કે પત્ર મળ્યા બાદ તેઓ આ મામલે ખૂબ જ સજાગ અને ચિંતિત છે. બુધવારે પત્ર મળ્યા બાદ તેઓએ વિસ્તારના લોકો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ઘણા લોકોએ એવું પણ મંતવ્ય રજૂ કર્યું હતું કે આ વર્ષે પૂજાનું આયોજન ન કરવું સારું રહેશે. પરંતુ અંતે, તેઓએ ધાર્મિક વિધિઓ સાથે ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. આ નિર્ણય બાદ આ વિસ્તારમાં સતર્કતા વધારી દેવામાં આવી છે.

    જો કે, અહેવાલો મુજબ, કેટલીક મંદિર સમિતિઓએ ધમકીને કારણે દુર્ગા પૂજાનું આયોજન ન કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે કેટલાક મંદિરોએ ઓછી તામજામ સાથે પૂજા કરવાનો નિર્ણય લીધો હતો. દાકોપની કમરખોલા સર્વજનિક દુર્ગા પૂજા ઉઅજાવાની સમિતિના પ્રમુખ શેખર ચંદ્ર ગોલ્ડરે કહ્યું કે ધમકીભર્યા પત્રને ધ્યાનમાં રાખીને તેઓએ પૂજાનું આયોજન ન કરવાનો નિર્ણય લીધો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં