Monday, November 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપોતાના જ ઘરમાં ચીનને પછાડી ભારતીય હોકી ટીમે મેળવ્યો ખિતાબ: એશિયન ચેમ્પિયન્સ...

    પોતાના જ ઘરમાં ચીનને પછાડી ભારતીય હોકી ટીમે મેળવ્યો ખિતાબ: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં 1-0ના સ્કોર સાથે પાંચમી વખત માર્યું મેદાન, ચીન સામેની 6 મેચો જીતી

    મેચના છેલ્લા હાફમાં ગોલ ફટકારીને ભારતીય ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ્સમાં ચીનને હરાવ્યું હતું. આ જીત ભારતની સતત પાંચમી જીત હતી.

    - Advertisement -

    વર્તમાનમાં ચીનની (China) યજમાનીમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની (Asian Champions Trophy) ચાલી રહી છે. ત્યારે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં સુકાની હરમનપ્રીત સિંઘની (Harmanpreet Singh) આગેવાની હેઠળની ભારતીય પુરૂષ હોકી ટીમે 17 સપ્ટેમ્બરના રોજ ફાઇનલમાં ચીનને 1-0થી હરાવ્યુ હતું. તથા પાંચમો ખિતાબ ભારતના નામે કર્યો હતો. આ આગાઉ પણ ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજમાં ચીનને 3-0થી હરાવ્યું હતું.

    ઉલ્લેખનીય છે, મેચના છેલ્લા હાફમાં ગોલ ફટકારીને ભારતીય ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ્સમાં ચીનને હરાવ્યું હતું. આ જીત ભારતની સતત પાંચમી જીત હતી. ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંઘ છે. મેચના ચોથા હાફમાં હરમનપ્રીત સિંઘ પાસેથી શાનદાર પાસ મેળવ્યા બાદ જુગરાજ સિંઘે એક ગોલ કરીને આ ખિતાબ ભારતના નામે કર્યો હતો. ભારતીય હોકી ટીમે ફાઈનલ મેચમાં 1-0થી ચીનને પછાડ્યું હતું.

    મહત્વની બાબત છે કે ભારતે સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 4-1 હરાવ્યું હતું. દક્ષિણ કોરિયાને હરાવ્યા બાદ ભારતને ફાઇનલમાં સ્થાન મળ્યું હતું. જ્યારે ચીન અને પાકિસ્તાનની ટાઈ થઇ હતી. આ બાદ ચીન પાકિસ્તાન સામે પેનલ્ટી શૂટ-આઉટમાં જીત મેળવીને ફાઈનલ મેચમાં પહોંચ્યું હતું. મહત્વની બાબત એ છે કે પાકિસ્તાનને હરાવ્યા બાદ ચીન પ્રથમ વખત ફાઈનલમાં પહોંચ્યું હતું, અને ભારત સામેની હારથી સિલ્વર મેડલ મળ્યો હતો. જયારે પાકિસ્તાનને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. ભારત ભૂતકાળમાં ચાર વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ખિતાબ જીતી ચૂક્યું છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય બાબત છે કે, એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને ચીન 7મી વખત એકબીજા સામે રમી રહ્યા હતા. ટૂર્નામેન્ટમાં થયેલી કુલ 7 મેચોમાંથી ભારત 6 જીતી ચુક્યું છે. જયારે ચીન એક જ મેચ જીતી શક્યું છે. 18 વર્ષ પહેલા 2008માં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ચીનએ જીત મેળવી હતી. એ બાદથી સતત ભારત જીતતું આવ્યું છે. ભારતીય પુરૂષ હોકી ટીમ તાજેતરમાં જ એક મેડલ જીતી લાવી હતી. પેરિસ ઓલિમ્પિકસ 2024 ભારતની પુરૂષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં