Sunday, November 24, 2024
More
    હોમપેજક્રાઈમનખત્રાણામાં ગણેશજી પર પથ્થરમારા અને મંદિર પર લીલો ઝંડો લગાવવા મામલે જે...

    નખત્રાણામાં ગણેશજી પર પથ્થરમારા અને મંદિર પર લીલો ઝંડો લગાવવા મામલે જે મૌલાનાની ધરપકડ, તેની મદરેસામાંથી મળ્યાં હથિયારો: જાહેરનામા ભંગનો વધુ એક ગુનો દાખલ

    શોધખોળ દરમિયાન પોલીસને મદરેસાના એક રૂમમાંથી 1 છરી અને 2 ધારદાર ચાકુ મળી આવ્યા હતા. ત્યારબાદ મદરેસામાં રહેતા મૌલાના ગુલામ હુસૈન જાફર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

    - Advertisement -

    ગુજરાતમાં કચ્છના નખત્રાણામાં (Nakhatrana) ગણેશજીના પંડાલ પર પથ્થરમારો (Stone Pelting) કરવાની ઘટના સામે આવી હતી. બીજી તરફ મંડપથી થોડાં જ ડગલાં દૂર સ્થિત એક હિંદુ મંદિર પર મઝહબી લીલો ઝંડો લગાવવાનો મામલો પણ સામે આવ્યો હતો. આ મામલે પોલીસે કુલ 3 સગીર સહિત કુલ સાત મુસ્લિમ આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાંથી એક મૌલાના (Maulana) પણ હતો. હવે પોલીસે તેની મદરેસામાં તપાસ કરતાં ત્યાંથી હથિયારો મળી આવ્યાં છે. જે મામલે તેની સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

    કચ્છના નખત્રાણામાં ગણેશ પંડાલ પર હુમલા બાદ પોલીસ આ મામલે કાર્યવાહી હાથ ધરી તપાસ કરી રહી હતી. મૌલાના ગુલામ હુસૈન જાફરની અટકાયત બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ તેના નિવાસસ્થાન અને મદરેસામાં તપાસ કરવા સૂચના આપી હતી. LCB અને નખત્રાણા પોલીસના પોલીસકર્મીઓએ મદરેસામાં તપાસ કરતાં ત્યાંથી હથિયારો મળી આવ્યાં હતાં.

    મદરેસામાંથી મળ્યા ધારદાર ચાકુ

    આ શોધખોળ દરમિયાન 12 સપ્ટેમ્બરના રોજ પોલીસને મદરેસાના એક રૂમમાંથી 1 છરી અને 2 ધારદાર ચાકુ મળી આવ્યાં હતાં. ત્યારબાદ મદરેસામાં રહેતા મૌલાના ગુલામ હુસૈન જાફર લુહાર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે આરોપી મૌલાના સામે હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરવા બદલ ફરિયાદ નોંધી હતી. તેની સામે ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

    - Advertisement -

    આરોપી મૌલાના પંડાલ પર પથ્થરમારો કરનારનો બાપ  

    ઉલ્લેખનીય છે કે નખત્રાણામાં પણ સુરતની જેમ જ ગણેશ પંડાલ પર હુમલો કરવાના કાવતરાને અંજામ આપવા માટે સગીર મુસ્લિમ બાળકોનો ઉપયોગ કરીને તેમના દ્વારા પથ્થરમારાને અંજામ આપવામાં આવ્યો હતો. પથ્થરો ફેંકાવાના કારણે ગણેશજીની મૂર્તિ સૂંઢના ભાગેથી ખંડિત થઈ હતી. પથ્થરમારા બાદ મંડપની નજીક જ આવેલા એક મંદિર પર ઇસ્લામી ઝંડો ફરકાવી દેવામાં આવ્યો હતો.

    ઘટના સામે આવ્યા બાદ નખત્રાણા પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને 3 મુસ્લિમ બાળકો અને 4 વયસ્કોની અટકાયત કરી હતી. જેમાંથી અમુક મંદિર પર ઝંડા લગાવવામાં પણ સામેલ હતા. આ બાદ સામે આવ્યું હતું કે, પકડાયેલાં મુસ્લિમ બાળકોમાંથી એકનો બાપ મૌલાના છે. તેની પણ અટકાયત કરવામાં આવી હતી. હવે તેની સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં