Sunday, November 10, 2024
More
    હોમપેજગુજરાતવક્ફ બિલના સમર્થન માટે ઠેરઠેર ગણેશ મંડપ બહાર લાગ્યાં પોસ્ટરો, અભિપ્રાય મોકલવા...

    વક્ફ બિલના સમર્થન માટે ઠેરઠેર ગણેશ મંડપ બહાર લાગ્યાં પોસ્ટરો, અભિપ્રાય મોકલવા અપીલ: બજરંગ દળ કાર્યકરોએ ગાંધીનગર વક્ફ કાર્યાલયે જઈને જ કોડ સ્કેન કરાવ્યા

    આ સિવાય અમદાવાદના અંજલિ ચાર રસ્તા પર પણ જાગૃત હિંદુઓ દ્વારા સામાન્ય જનતાને વક્ફ અંગે માહિતી આપીને વક્ફ સુધારા બિલના સમર્થનમાં અભિપ્રાય અપાવવામાં આવ્યા હતા. જેનો વિડીયો પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા વક્ફ કાયદામાં સુધારા કરતુ વક્ફ સંશોધન બિલ (Waqf Amendment Bill 2024) સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બાદ બિલ પર ચર્ચા કરી બિલ સંયુક્ત સંસદીય સમિતિમાં મોકલવામાં આવ્યું હતું. આ પછીથી વક્ફ બોર્ડની અસીમિત શક્તિઓનો વિરોધ કરી રહેલા લોકોને પોતાનો અભિપ્રાય આપવાનો અવસર મળ્યો હતો. ત્યારે ગુજરાતમાં પણ જાગૃત લોકો અને હિંદુ સંગઠનો દ્વારા વક્ફ બિલના સમર્થનમાં QR કોડના માધ્યમથી સામાન્ય લોકોના અભિપ્રાય સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્ન કરી રહ્યા છે.

    ગોધરામાં વક્ફ સુધારા બિલના સમર્થનમાં અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ગણેશોત્સવ દરમિયાન ઘણા બધા ગણેશ પંડાલમાં QR કોડ લગાવવામાં આવ્યા હતા. ત્યારે સામાન્ય લોકો પણ આ QR સ્કેન કરીને સરકારને ઇ-મેલ કરતા જોવા મળ્યા હતા. આ અંગે VHP દ્વારા વક્ફ કાયદાની સાથે સમગ્ર વક્ફ બોર્ડને જ નાબુદ કરવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

    કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકોના અભિપ્રાયો લેવા માટે જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે VHP દ્વારા ગોધરાના મોટાભાગના ગણેશ પંડાલોમાં વક્ફ બિલ અંગે માહિતી આપી સામાન્ય લોકોને પણ તેમનો અભિપ્રાય મોકલવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. આ સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે મોટાપાયે લોકો આ અભિયાનનો ભાગ બન્યા છે તથા વક્ફ બોર્ડની અસીમિત શક્તિઓ પ્રત્યે જાગૃત થઈને બિલ લાગુ કરવા માટે થઈને પોતાના અભિપ્રાયો આપતા જોવા મળ્યા હતા.

    - Advertisement -

    ગાંધીનગરમાં પણ વક્ફ અધિનિયમને સંશોધિત કરતુ બિલ પારિત કરવા લોક અભિપ્રાય મેળવવા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ગાંધીનગર બજરંગ દળના કાર્યકર્તાઓએ ગાંધીનગર વક્ફ બોર્ડની શાખામાં જઈને જ લોકો પાસે બિલના સમર્થનમાં અભિપ્રાય અપાવ્યા હતા. ગુજરાત બજરંગ દળના એકાઉન્ટ પરથી પોસ્ટ કરી લખવામાં આવ્યું હતું કે, “બજરંગદળ સીધા મૂળ પર જ પ્રહાર કરે છે, આજે ગુજરાત રાજ્ય વકફ બોર્ડની શાખામાં ગાંધીનગરના બજરંગીઓએ શાંતિપૂર્ણ રીતે વકફ શાખામાં જ વકફ કાયદો રદ કરવા માટે લોકોને કોડ સ્કેન કરાવ્યો અને અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.”

    આ સિવાય અમદાવાદના અંજલિ ચાર રસ્તા પર પણ જાગૃત હિંદુઓ દ્વારા સામાન્ય જનતાને વક્ફ અંગે માહિતી આપીને વક્ફ સુધારા બિલના સમર્થનમાં અભિપ્રાય અપાવવામાં આવ્યા હતા. જેનો વિડીયો પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો.

    આ વિડીયોમાં જોઈ શકાય છે કે આ અભિયાન દરમિયાન સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર મેહુલ શાહ પણ હાજર રહ્યા હતા. ગુજરાત ભરમાં વક્ફ બોર્ડની અસીમિત શક્તિઓ પર લગામ લગાવવા માટે બિલના સમર્થનમાં અભિપ્રાય આપવા માટે અભિયાન ચલાવવામાં આવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં