સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ ખેડાના કઠલાલમાં એક ચોંકવનારો મામલો સામે આવ્યો હતો. જેમાં એક શિક્ષક અખ્તરઅલી સૈયદે પોતાની જ શાળામાં ભણતી 9 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. ફરિયાદ બાદ આરોપીની ધરપકડ તો થઈ ગઈ હતી જે બાદ હવે માત્ર 10 દિવસ જેટલા ટુંકા ગાળામાં આ કેસની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી દેવાઈ છે.
ખુદ રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ આ બાબતે પોસ્ટ કરીને માહિતી આપી હતી. તેઓએ પોલીસને બિરદાવતા લખ્યું હતું કે, “ખેડા પોલીસે રેકોર્ડ સમયમાં કેસ સોલ્વ કર્યો! ટેક્નિકલ, એફએસએલ અને ઇન્ટેલિજન્સ ટીમોની મદદથી દિવસ-રાતના પ્રયત્નોથી માત્ર 10 દિવસમાં 380 પાનાની ચાર્જશીટ થઈ ગઈ છે. સમર્પણ અને ટીમ વર્ક શ્રેષ્ઠ રીતે!”
Kheda Police cracks case in record time!
— Harsh Sanghavi (@sanghaviharsh) September 12, 2024
Day & night efforts lead to 380-page chargesheet in just 10 days, with help from technical, FSL & intelligence teams.
Dedication & teamwork at its best! #KhedaPolice https://t.co/y8P10X8hEt
નોંધનીય છે કે કેસ થયાના માત્ર 10 જ દિવસમાં આ ગુનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરીને ખેડા પોલીસે એક ખુબ જ ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ચાર્જશીટમાં 380 પાનાંમાં તમામ માહિતી આવરી લેવાય છે. આમ મહિલાઓ સામેના ગુનામાં ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર હાલ કાંઈ પણ ચલાવી લેવાના મૂડમાં નથી એ દેખાઈ આવે છે.
સાફસફાઈના બહાને બાળકીને બોલાવીને કર્યા હતા અડપલા
ઘટના 31 ઑગસ્ટના રોજ બની હોવાનું કહેવાય છે. કઠલાલની એક પ્રાથમિક શાળામાં ચોથા ધોરણમાં ભણતી 9 વર્ષીય બાળકી શનિવાર હોઈ વહેલી સવારે શાળાએ ગઈ હતી. શિક્ષક અખ્તરઅલી પર આરોપ છે કે તેણે એક રૂમમાં બાળકીને સાફસફાઈ માટે બોલાવી હતી અને ત્યારબાદ ખૂણામાં લઇ જઈને કપડાં ઊંચા કરીને શારીરિક અડપલાં કરીને છેડતી કરી હતી.
શાળાએથી ઘરે ગયા બાદ પીડિત બાળકીએ સમગ્ર જાણકારી પરિવારને જણાવી હતી. ત્યારબાદ તેમણે તુરંત કઠલાલ પોલીસ મથકે પહોંચીને આરોપી શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે અખ્તરઅલી વિરૂદ્ધ છેડતીનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ પણ કરી લીધી હતી.