Friday, September 20, 2024
More
    હોમપેજગુજરાતમોડી રાત્રે કતલખાને લઈ જવાના ઈરાદે ચોરી રહ્યા હતા ગૌવંશ, સવાર થતાં...

    મોડી રાત્રે કતલખાને લઈ જવાના ઈરાદે ચોરી રહ્યા હતા ગૌવંશ, સવાર થતાં અમદાવાદ પોલીસે પડકીને ધમરોળી નાખ્યા: જુહાપુરા-ફતેવાડીના સમીર, સોહિલ, સલીમ અને શહેબાઝની ધરપકડ

    CCTV કેમેરાની તપાસના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જાણવા મળી રહ્યું છે કે, તે તમામ આરોપીઓ મુસ્લિમ બાહુલ્ય જુહાપુરા-ફતેવાડી વિસ્તારના હતા. રાત્રિના અંધકારમાં અબોલ ગૌવંશની ચોરી કરી રહેલા આ મુસ્લિમ શખ્સો સવાર થતાં-થતાં પોલીસ સકંજામાં હતા.

    - Advertisement -

    અમદાવાદમાં (Ahmedabad) ગૌવંશની ચોરી કરીને તેને કતલખાને લઈ જવાના પ્રયાસની એક ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે, જુહાપુરા-ફતેવાડી (Juhapura-Fatehwadi) વિસ્તારમાં રહેતા સમીર મૌમીન, સોહિલ ઘાંચી, સલીમ પઠાણ અને શહેબાઝ પઠાણ નામના શખ્સો મોડી રાત્રે અમદાવાદના સાણંદ વિસ્તારમાં એક ગૌવંશની ચોરી (Cow Stealing) કરીને તેને કારની ડીકીમાં નાખી ચોરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઘટનાના CCTV ફૂટેજ પણ વાયરલ થયા હતા. ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય LCB હરકતમાં આવી હતી અને ગણતરીની કલાકોમાં જ તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

    માહિતી અનુસાર, જુહાપુરા-ફતેવાડીના સમીર મૌમીન, સોહિલ ઘાંચી, સલીમ પઠાણ અને શહેબાઝ પઠાણ નામના શખ્સો અમદાવાદમાં આવેલા સાણંદ નજીક વાઘેલા બોર્ડિંગ પાસે ગૌવંશની ચોરી કરી રહ્યા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. રાત્રિના અંધરકારમાં સફેદ રંગની કાર લઈને આવેલા આ મુસ્લિમ આરોપીઓ, રસ્તા પર ફરતા ગૌવંશને ચોરી કરીને તેને કારની ડીકીમાં નાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ઘટનાનો આખો વિડીયો સોશિયલ મીડિયાથી લઈને મીડિયામાં પણ વાયરલ થઈ ગયો હતો.

    ઘટનાને પગલે અમદાવાદ ગ્રામ્ય LCBની ટીમ તપાસમાં જોતરાઈ ગઈ હતી. CCTV કેમેરાની તપાસના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જાણવા મળી રહ્યું છે કે, તે તમામ આરોપીઓ મુસ્લિમ બાહુલ્ય જુહાપુરા-ફતેવાડી વિસ્તારના હતા. રાત્રિના અંધકારમાં અબોલ ગૌવંશની ચોરી કરી રહેલા આ મુસ્લિમ શખ્સો સવાર થતાં-થતાં પોલીસ સકંજામાં હતા અને પોલીસ સ્ટેશનની બહારથી સામે આવેલા વિડીયોમાં તેઓ લથડિયા ખાતા પણ જોવા મળ્યા હતા.

    - Advertisement -

    નોંધનીય છે કે, અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઘટનાની જાણ થતાં જ તરત કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પોલીસે CCTV સહિતના અનેક પુરાવાઓના આધારે મુસ્લિમ આરોપીઓની ઓળખ કરી હતી અને કાર્યવાહી તેજ કરીને રસ્તા વચ્ચે જ તેમની કારને પણ અટકાવી દીધી હતી. ત્યારબાદ ચારેય મુસ્લિમ આરોપીઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. વહેલી સવારે પોલીસ સ્ટેશનથી બહાર નીકળતી વખતે તેમને ચાલવામાં પણ ફાંફાં પડી રહ્યા હતા. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને કડક કાર્યવાહી હાથ ધરી છે. ગૌવંશની ચોરીની આ ઘટનામાં અન્ય કેટલા લોકો સામેલ હતા અને તેમનો હેતુ શું હતો તે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં