Friday, November 22, 2024
More
    હોમપેજદેશ‘RSS મહિલાઓને રસોડા પુરતી માર્યાદિત રાખવા માંગે છે..’: રાહુલ ગાંધીએ અમેરિકામાં આપ્યું...

    ‘RSS મહિલાઓને રસોડા પુરતી માર્યાદિત રાખવા માંગે છે..’: રાહુલ ગાંધીએ અમેરિકામાં આપ્યું નિવેદન, ભાજપ મંત્રી ગિરિરાજ સિંઘે કહ્યું- દેશદ્રોહી ક્યારેય RSSને નહિ સમજી શકે

    ટેક્સાસના કાર્યક્રમમાં પણ રાહુલ ગાંધીએ RSS વિરોધી નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “RSS એવું માને છે કે મહિલાઓને એક ચોક્કસ ભૂમિકા સુધી મર્યાદિત રાખવી જોઈએ, તેઓએ ઘરે રહેવું જોઈએ, ભોજન રાંધવું જોઈએ, વધુ બોલવું જોઈએ નહીં."

    - Advertisement -

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi in USA) વર્તમાનમાં અમેરિકાની મુલાકાત પર છે. ત્યારે આદત મુજબ તેમણે આ વખતે પણ જાહેર સંબોધનમાં ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે 2024ની લોકસભાની ચૂંટણી બાદ લોકોમાં ભાજપ અને PM મોદીનો ડર સમાપ્ત થઇ ગયો છે, આ સિવાય તેમણે RSS માટે કહ્યું હતું કે RSS મહિલાઓને માત્ર રસોડામાં જ જોવા માંગે છે. ત્યારે તેમના આવા નિવેદનો માટે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંઘે જવાબ આપ્યો હતો કે એક રાષ્ટ્રદ્રોહી RSSના વિચારોને ક્યારેય સમજી શકતો નથી. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પણ આ મામલે રાહુલ ગાંધીને જડબાતોડ જવાબ આપ્યો હતો.

    રાહુલ ગાંધી અમેરિકી રાજ્ય ટેક્સાસમાં (Texas) ભારતીય ડાયસ્પોરાને સંબોધિત કરતા એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં રાહુલે કહ્યું કે, “ચૂંટણીના પરિણામ આવ્યાની થોડી મિનિટોમાં જ લોકોએ બીજેપી અને ભારતના વડાપ્રધાનથી ડરવાનું બંધ કરી દીધું હતું. આ મોટી સિદ્ધિઓ છે, જે રાહુલ ગાંધી કે કોંગ્રેસની નહીં, પરંતુ ભારતના એ લોકોની જેમને સમજાયું કે તેઓ તેમના બંધારણ, ધર્મ કે રાજ્ય પર હુમલો સ્વીકારવાના નથી.”

    RSS પર સાધ્યો નિશાનો

    એમ કહી શકાય કે રાહુલ ગાંધીની વિદેશ યાત્રાઓનું મુખ્ય લક્ષ્ય RSS પર નિશાના સાધવાનું જ હોય છે. કારણ કે આ અગાઉ પણ તેઓ વારંવાર આવા નિવેદનો આપી ચુક્યા છે. ત્યારે ટેક્સાસના કાર્યક્રમમાં પણ રાહુલ ગાંધીએ RSS વિરોધી નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “RSS એવું માને છે કે મહિલાઓને એક ચોક્કસ ભૂમિકા સુધી મર્યાદિત રાખવી જોઈએ, તેઓએ ઘરે રહેવું જોઈએ, ભોજન રાંધવું જોઈએ, વધુ બોલવું જોઈએ નહીં. જયારે અમારું માનવું છે કે મહિલાઓ જે કરવા માંગે છે તે કરવાની તેમને મંજૂરી આપવી જોઈએ.”

    - Advertisement -

    ઉપરાંત તેમણે રોજગારીના મુદ્દા પર ચીનનો પક્ષ પણ ખેંચતા કહ્યું હતું કે, “પશ્ચિમમાં રોજગારની સમસ્યા છે, ભારતમાં રોજગારની સમસ્યા છે… પરંતુ વિશ્વના ઘણા દેશોમાં રોજગારની સમસ્યા નથી. ચીનમાં ચોક્કસપણે રોજગારની સમસ્યા નથી. વિયેતનામમાં રોજગારની સમસ્યા નથી.”

    ભાજપનો વળતો પ્રહાર

    ચીન પરના રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ જવાબ આપતા કહ્યું હતું કે, “શું ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી સાથેના તેમના MOUને કારણે તે હંમેશા ભારત માટે બેટિંગ કરવાની જગ્યાએ ચીન માટે બેટિંગ કરે છે? રાહુલ અહીંથી અટક્યા વગર ભારતીય કાયદાકીય વ્યવસ્થા પર એટલા માટે હુમલો કરી કરે છે કારણ કે તે જામીન પર બહાર છે. તે ભારતમાં સામાજિક તણાવની વાતો માત્ર એટલા માટે જ કરે છે કારણ કે ભાગલા પાડો અને રાજ કરવાની તેમની વ્યૂહરચના છે.”

    કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંઘે રાહુલને ગણાવ્યા રાષ્ટ્રદ્રોહી

    RSS પરના નિવેદનો પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંઘે રાહુલ ગાંધીને જવાબ આપતા કહ્યું હતું કે, “જો રાહુલ પાસે એવી કોઈ તરકીબ હોય જેનાથી તે તેમની દાદીને RSS વિશે પૂછી શકે તો તેમણે તેમ કરવું જોઈએ, અન્યથા ઈતિહાસના પન્નાઓમાં તપાસ કરવી જોઈએ. RSSને સાચા અર્થમાં સમજવા માટે રાહુલ ગાંધીને કેટલાય જન્મોની આવશ્યકતા છે, એક દેશદ્રોહી RSSને ક્યારેય સમજી શકતો નથી.” વધુમાં તેમણે કહ્યું કે, “એવું લાગે છે કે રાહુલ ગાંધી માત્ર ભારતને બદનામ કરવા માટે વિદેશ પ્રવાસ કરે છે. તેઓ આ જીવનમાં ક્યારેય RSSને સમજી શકશે નહીં, કારણ કે તેનું મૂળ ભારતીય મુલ્યો અને સંસ્કૃતિમાં છે.”

    અમિત માલવિયાએ રાહુલ પર કર્યો કટાક્ષ

    રાહુલ ગાંધીના આવા વિવાદ પર કેન્દ્રીય મંત્રી અમિત માલવિયાએ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો, અને સેમ પિત્રોડાને પણ બાનમાં લીધા હતા. તેમણે કહ્યું હતું કે, “ક્યારેક રાહુલ ગાંધીને સમજવું સહેલું નથી હોતું, એવું તેમના ગુરુ સેમ પિત્રોડા કહે છે. પરંતુ તેમની ભૂલો એવી હોય છે કે જે બ્લુપર્સ બનાવે છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં