Friday, November 22, 2024
More
    હોમપેજદેશ'RSS આતંકવાદી સંગઠન, 26/11 હુમલો હિંદુઓએ કર્યો': પ્રયાગરાજની જે મદરેસામાં ચાલી રહ્યું...

    ‘RSS આતંકવાદી સંગઠન, 26/11 હુમલો હિંદુઓએ કર્યો’: પ્રયાગરાજની જે મદરેસામાં ચાલી રહ્યું હતું નકલી નોટોનું કારખાનું, ત્યાં જ અપાતી હતી નફરતી તાલીમ; સાઉદી-તૂર્કીથી આવતું હતું ફંડ

    મદરેસામાંથી મળી આવેલા પુસ્તકો ઉર્દૂ ભાષામાં છે અને તેનું હિન્દી ભાષાંતર કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત મુશર્રફના અન્ય એક પુસ્તકમાં 26/11ના ઇસ્લામી આતંકવાદી હુમલાને પણ 'હિંદુ એટેક' ગણાવીને હિંદુવાદી સંગઠનો પર થોપવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. પાકિસ્તાની અખબાર ડૉને મુશર્રફના આ પુસ્તકની પ્રશંસા કરતો લેખ પણ લખ્યો હતો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની એક મદરેસામાં બુધવારે (28 ઑગસ્ટ) પોલીસે દરોડા પાડ્યા હતા. દરમિયાન મદરેસામાંથી નકલી નોટો અને તેને છાપવાના મશીનો મળી આવ્યાં હતાં. આ કેસમાં પોલીસે મદરેસાના મૌલવી સહિત 4 આરોપીઓની ધરપકડ પણ કરી હતી. હવે તપાસ બાદ નવા ઘટસ્ફોટ થયા છે. જાણવા મળ્યું છે કે આ જ મદરેસામાં બાળકોને ભડકાઉ મઝહબી તાલીમ આપવામાં આવી રહી હતી. અહીં બાળકોને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને એક આતંકવાદી સંગઠન તરીકે ભણાવવામાં આવતું હતું. તપાસ દરમિયાન મઝહબી સાહિત્ય પણ મળી આવ્યું હતું, જેની તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય પણ ઘણી બાબતો સામે આવી છે.

    માહિતી અનુસાર, નલકી નોટો છાપવાનું કારખાનું મળી આવ્યા બાદ મદરેસામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મદરેસાનું નામ ‘હબીબિયા મસ્જિદ-એ-આઝમ’ હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન મદરેસામાંથી RSS વિરુદ્ધ નફરતનો પ્રચાર કરતાં કેટલાંક પુસ્તકો મળી આવ્યાં હતાં. પુસ્તકોની સાથે કેટલાક ભડકાઉ ફોટા પણ મળી આવ્યા હતા. આ તમામ કટ્ટરપંથી મઝહબી સાહિત્ય ધરપકડ કરાયેલા મદરેસાના મૌલવી મોહમ્મદ તફસીરૂલ આફીરીનના રૂમમાંથી મળી આવ્યા હતા. આ જ પુસ્તકોથી અહીં ભણતાં બાળકોને તાલીમ આપવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

    26/11ના હુમલાને ગણાવતો હતો ‘હિંદુ આતંકવાદ’

    જાણવા મળી રહ્યું છે કે, મૌલવી તફસીરૂલ આફીરીન બાળકોનું બ્રેનવોશ કરતો હતો અને તેને ભડકાઉ મઝહબી તાલીમ આપી રહ્યો હતો. તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને દેશનું સૌથી મોટું આતંકી સંગઠન ગણાવતો હતો. મળી આવેલા પુસ્તકોમાં એક પુસ્તક ‘RSS દેશ કા સબસે બડા આતંકવાદી સંગઠન’ પણ હતું. આ પુસ્તક મહારાષ્ટ્ર કેડરના ભૂતપૂર્વ IPS અધિકારી એસ.એમ મુશર્રફે લખ્યું હતું. આ ઉપરાંત મૌલવી દ્વારા મદરેસામાંથી સ્પીડ પોસ્ટ પણ કરવામાં આવી હતી, જેના કાગળો પણ તેના રૂમમાંથી મળી આવ્યા હતા. આ કાગળો સાથે શું, ક્યાં અને કોને મોકલવામાં આવ્યું છે તે અંગેની તપાસ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -
    મદરેસામાં મળી આવેલું પુસ્તક (ફોટો: Bhaskar)

    મદરેસામાંથી મળી આવેલાં પુસ્તકો ઉર્દૂ ભાષામાં છે અને તેનું હિન્દી ભાષાંતર કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત મુશર્રફના અન્ય એક પુસ્તકમાં 26/11ના ઇસ્લામી આતંકવાદી હુમલાને પણ ‘હિંદુ એટેક’ ગણાવીને હિંદુવાદી સંગઠનો પર થોપવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. પાકિસ્તાની અખબાર ડૉને મુશર્રફના આ પુસ્તકની પ્રશંસા કરતો લેખ પણ લખ્યો હતો અને એક પુસ્તકમાં ડૉનની પણ પ્રશંસા કરવામાં આવી છે. મદરેસામાં બાળકોને જણાવવામાં આવતું હતું કે, માલેગાંવ, મોડાસા અને સમજોતા એક્સપ્રેસમાં RSS સાથે જોડાયેલા લોકોએ બ્લાસ્ટ કર્યા હતા. આ ઉપરાંત RSSની સાથે ‘અભિનવ ભારત’ને પણ કટ્ટરવાદી બ્રાહ્મણોના સંગઠન તરીકે દર્શાવવામાં આવતું હતું. આ સાથે જ મૌલવી બાળકોને RSSના લોકોને ટાર્ગેટ કરવાની તાલીમ પણ આપતો હતો.

    સાઉદી, તૂર્કીથી આવતું હતું ફંડ, IB અને ATS પણ એક્ટિવ

    પ્રયાગરાજમાં ચાલી રહેલા આ મદરેસામાં દર વર્ષે સાઉદી આરબ, તૂર્કી અને દુબઈથી ફંડ આવતું હોવાનું પણ સામે આવ્યું છે. દર વર્ષે લગભગ 48 લાખ રૂપિયા ટ્રાન્સફર થતા હોવાનું સામે આવ્યું છે. આ ફંડ કયા એકાઉન્ટમાં આવતું હતું? તેનો ઉપયોગ શાના માટે થતો હતો? તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે ATS પણ તપાસ કરી છે. મદરેસામાંથી ભણીને નીકળેલા 630 બાળકોને હાલ ATS અને IB શોધી રહી છે. 6 રાજ્યોમાં આ બાળકોને શોધવામાં આવી રહ્યાં છે. આ તે જ બાળકો છે, જેનું મૌલવીએ બ્રેનવોશ કર્યું હતું.

    આ ઉપરાંત IB અને ATSએ મદરેસા કમિટીના લોકોની પણ પૂછપરછ કરી હતી. 3 કલાક સુધી ચાલેલી આ પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ થયા હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે, મૌલવી તફસીરૂલ આફીરીન પ્રિન્સિપાલ બન્યા બાદ ફંડ માટે વિદેશના ઘણા લોકો સાથે સંપર્કમાં હતો. એવું પણ જાણવા મળ્યું છે કે, ભારતના જ જે લોકો વિદેશમાં સ્થાયી થયા છે, તેઓ જ મૌલવીને ફંડ પણ મોકલતા હતા. તપાસ એજન્સીએ મદરેસા ચલાવી રહેલી કમિટીના 12 લોકો પાસેથી બેન્ક એકાઉન્ટની ડિટેઇલ્સ પણ માંગી છે. હાલ એજન્સીઓ આ મામલે પાકિસ્તાન કનેક્શનની પણ તપાસ કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં