આસામના સિલચર NIT ખાતે અભ્યાસ કરનાર સદાત હુસૈન અલ્ફી નામક બાંગ્લાદેશી વિદ્યાર્થી ભારતીયોને કુતરા કરતાં પણ ખરાબ છે એમ કહી રહ્યો છે. સદાત હુસૈન અલ્ફીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક પોસ્ટ સામે આવી હતી, જેમાં તે ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યો છે. આ પોસ્ટ જોતાં જ ભારતીય વિદ્યાર્થીઓએ તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઉપરાંત ગૃહમંત્રાલયને પણ ફરિયાદ કરી હતી. આ દરમિયાન, બાંગ્લાદેશી વિદ્યાર્થીની મઈશા મહજબીનને પણ બાંગ્લાદેશ પરત મોકલી દેવામાં આવી છે. તેણે સદાત હુસૈન અલ્ફીની ભારત વિરોધી પોસ્ટ લાઈક કરી હતી.
અહેવાલ અનુસાર સિલચરની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીનો બાંગ્લાદેશી વિદ્યાર્થી સદાત હુસૈન અલ્ફી બાંગ્લાદેશ અભ્યાસ પૂર્ણ કરી બાંગ્લાદેશ પરત ફરી ચૂક્યો છે. પરત ફરીને પોતાના અસલી રંગ બતાવી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર ભારતીયો વિરુદ્ધ ઝેર ઓકી રહ્યો છે. તેણે સોશિયલ મીડિયા માધ્યમ ફેસબુક પર એક મીમ શેર કર્યું હતું. જેમાં લખ્યું હતું- ‘ડોગ્સ એન્ડ ઇન્ડિયન્સ આર નોટ અલાઉડ’ (કુતરા અને ભારતીયોના પ્રવેશ પર પ્રતિબંધ છે). આ મીમમાં જેમાં ‘ડોગ્સ’ શબ્દ પર લાલ લીટી મારી હટાવી દેવામાં આવ્યો હતો. જેનો અર્થ એ થયો કે તે ભારતીય લોકો કૂતરાઓ કરતાં પણ ખરાબ ચીતરી રહ્યો છે, અને બાંગ્લાદેશમાં તેમનો પ્રવેશ વર્જિત છે.
સદાત હુસૈન ખાલિદા ઝિયાની પાર્ટી સાથે સંકળાયેલો
ઉલ્લેખનીય છે કે NIT સિલચર ખાતે ભણતા વિદ્યાર્થીઓનું કહેવું છે કે પૂર્વ વિદ્યાર્થી સદાત હુસૈન અલ્ફી બાંગ્લાદેશી કટ્ટરપંથી ખાલિદા ઝિયાની પાર્ટી BNP સાથે સંકળાયેલો છે. તેની આ પોસ્ટ જોયા પછી તરત જ ભારતીય વિદ્યાથીઓએ તેના વિરુદ્ધ FIR નોંધાવી હતી. સમગ્ર ઘટનામાં મહત્વની બાબત એ છે કે સદાત હુસૈન અલ્ફીએ ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સની (ICCR) ગ્રાન્ટના સહારે NITમાં અભ્યાસ કર્યો હતો. જે તેનો અભ્યાસ પૂરો થતાં બાંગ્લાદેશ પરત ફરી સોશિયલ મીડિયા પર ભારત વિરોધી કન્ટેન્ટની ઊલટીઓ કરી રહ્યો છે.
આ સમગ્ર મામલે ભારતીય વિદ્યાર્થીઓએ કરેલી પોલીસ ફરિયાદ બાદ તપાસમાં સામે આવ્યું હતું કે જે પોસ્ટ સદાત હુસૈન અલ્ફીના આઈડી પરથી કરવામાં આવી છે તે તેણે પોતે જ કરી છે. આ બાદ NIT સિલચર સમક્ષ એવી માંગ કરવામાં આવી હતી કે સદાત હુસૈન ડિગ્રી સર્ટિફિકેટ ન આપવામાં આવે અને તેના ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવે.
In response to the dissemination of objectionable posts on social media, a comprehensive enquiry was conducted, involving a visit to the institution and interactions with officials & students. The investigation revealed that the offensive post was made by one x student
— Cachar Police (@cacharpolice) August 25, 2024
આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, “સદાત હુસૈન અલ્ફી, NIT સિલચરનો ભૂતપૂર્વ વિદ્યાર્થી, જે હાલમાં બાંગ્લાદેશમાં રહે છે. તેના કેસ પર અમે ચાંપતી નજર રાખી રહ્યા છીએ. પોલીસ આ મામલે NIT સિલચરના સક્ષમ અધિકારીઓના સંપર્કમાં છે. પોલીસ દ્વારા શાંતિ અને સુમેળ સુનિશ્ચિત કરવાના પ્રયાસો ચાલુ છે.”
પોસ્ટ લાઈક કરનાર માઈશાની બાંગ્લાદેશ વાપસી
અહેવાલ અનુસાર NIT સિલચરમાં ભણતી બાંગ્લાદેશી વિદ્યાર્થીની મઈશા મહજબીને ફેસબુક પર સદાતની ભારત વિરોધી પોસ્ટ લાઈક કરી હતી. આ બાદથી જ તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. આ દરમિયાન જ વિદ્યાર્થીનીને પોલીસ સુરક્ષા હેઠળ બાંગ્લાદેશ બોર્ડર પર છોડી દેવામાં આવી હતી, અને બાંગ્લાદેશમાં પરત મોકલવામાં આવી હતી. જો કે, NIT સિલચરે આ મામલે કહ્યું છે કે મઈશા પોતે જ બાંગ્લાદેશ જવા માંગતી હતી, તેથી તેને સુરક્ષિત બાંગ્લાદેશ સરહદ સુધી પહોંચાડવામાં આવી હતી.
આ મામલામાં કછાર જિલ્લાના એસપી નુમલ મહત્તાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીને ભારત-બાંગ્લાદેશ સરહદ પર સ્થિત કરીમગંજ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાંથી તે સરહદ પાર કરીને બાંગ્લાદેશ પરત ફરી છે. તેમના જણાવ્યા અનુસાર NIT સિલચરમાં બાંગ્લાદેશના લગભગ 70 વિદ્યાર્થીઓ વિવિધ વિષયોમાં અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે પરિસ્થિતિ વણસે નહીં તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે અમે બાંગ્લાદેશ હાઈ કમિશન સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થી સદાત વિરુદ્ધ કાર્યવાહી કરવા કહ્યું છે. આ મામલે NIT સિલચરે કહ્યું હતું કે ભારત વિરોધી ગતિવિધિઓ કરનાર કોઈપણ આરોપીને છોડવામાં આવશે નહીં.