Friday, September 20, 2024
More
    હોમપેજગુજરાતસુરતમાં મુસ્લિમ નબીરાઓને કોઈનો ડર નહીં: લિંબાયતમાં નવાઝે સમીરખાનને હુલાવ્યું ચાકુ, રોફ...

    સુરતમાં મુસ્લિમ નબીરાઓને કોઈનો ડર નહીં: લિંબાયતમાં નવાઝે સમીરખાનને હુલાવ્યું ચાકુ, રોફ જમાવવા ઈશાક-સાબિર-સાદિકે જાહેરમાં હથિયાર બતાવ્યા

    ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં લિંબાયત પોલીસ સ્ટેશનના PI એસ. વી. પઢેરિયાના જણાવ્યા અનુસાર 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ઈશાક આયુબ ખાનની શોધખોળ ચાલી રહી છે.

    - Advertisement -

    સુરતના લિંબાયતમાં એક વિડીયો સામે આવ્યો છે. જેમાં 4 શખ્સો હાથમાં ધારદાર હથિયાર લઈને ફરતા દેખાઈ રહ્યા છે. લોકોમાં ભય ઊભો કરવા નવાઝ તથા સાદિક ઉર્ફે કાલીયા, સાબીર અને ઇશાક જાહેરમાં ચપ્પુ, તલવાર લઈને ફરી રહ્યા હતા અને તેનો વિડીયો પણ બનાવ્યો હતો. સાથે જ સમીરખાન નામક વ્યક્તિને ચાકુ પણ માર્યું હતું. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી છે અને આરોપીની ધરપકડ પણ કરી છે.

    ફરિયાદ અનુસાર સમગ્ર ઘટના સુરતના લિંબાયતના (Limbayat) મીઠીખાડી વિસ્તારની છે. ઑપઇન્ડિયાએ ફરિયાદની નકલ મેળવેલ છે. ઉપરાંત સ્થાનિક પોલીસ અધિકારી સાથે વિસ્તારે વાત કરીને પૂરી જાણકરી મેળવી છે.

    FIR અનુસાર રક્ષાબંધનના એક દિવસ પહેલા 18 ઓગસ્ટે રાત્રે 11 વાગ્યે ફરિયાદી સમીરખાન અફઝલખાન પઠાણની બહેન સાનિયા દૂધ લેવા ગઈ હતી. ત્યારે ત્યાં રિક્ષામાં બેઠેલા 4 શખ્સોએ તેની સાથે બોલાચાલી કરી હતી. આ બાદ સાનિયાએ ઘરે જઈને તેના ભાઈ સમીરખાનને આ બાબતની જાણ કરી. સમીરખાન જ્યારે આ શખ્સોને સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે આ શખ્સોએ સમીરખાન સાથે પણ બોલાચાલી અને ગાળાગાળી કરવા લાગ્યા હતા. આ બાદ સમીરખાન પોતાના ઘરે જતો રહ્યો હતો.

    - Advertisement -

    આ બાદ ચારેય શખ્સો સાબીર સમસુદ્દીન શેખ, નવાઝ ઉર્ફે ફેન્સી, સાદિક ઉર્ફે કાલીયા અને ઈશાક અયુબ ખાન ફરિયાદી સમીરખાનના ઘરે પહોંચ્યા હતા. ફરિયાદીએ FIRમાં જણાવ્યા અનુસાર નવાઝ અને સાબીર પાસે ચપ્પા જેવું તીક્ષ્ણ હથિયાર હતું. તથા ઈશાક પાસે તલવાર જેવુ હથિયાર હતું. આ ચારેય ઇસમોએ સમીરખાનના ઘરે પહોંચી તેની સાથે બોલાચાલી અને ગાળાગાળી કરી ઝગડો કરી સમીરખાનને માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. આ દરમિયાન જ નવાઝે ફરિયાદીને કમરના ભાગે ચપ્પા વડે હુમલો કર્યો હતો. તથા ‘અભી તો તું બચ ગયા હૈ, લેકિન અગલી બાર મે તેરે કો જાન સે માર દૂંગા’ એવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

    નવાઝે ચપ્પુ માર્યા બાદ સમીરખાને બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. ત્યારે લોકોના ડરથી ચારેય શખ્સો ભાગી ગયા હતા. આ બાદ સમીરખાને સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની (Bharatiya Nyaya Sanhita) કલમ 118(1), 115(2), 351(2), 296(b), અને 54 તથા ગુજરાત પોલીસ એક્ટની (Gujarat Police Act) કલમ 135(1) હેઠળ ગુનો નોંધી FIR દાખલ કરી છે. ઑપઇન્ડિયા પાસે FIRની કોપી છે.  

    ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં લિંબાયત પોલીસ સ્ટેશનના PI એસ. વી. પઢેરિયાના જણાવ્યા અનુસાર 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ઈશાક આયુબ ખાનની શોધખોળ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો. જેમાં આરોપીઓ હાથમાં હથિયાર લઈને ફરતા દેખાઈ રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં