Friday, November 22, 2024
More
    હોમપેજદેશકોલકાતા રેપ-મર્ડર કેસમાં RG કર હૉસ્પિટલના 5 ડૉક્ટરોને CBIનાં સમન્સ: મધ્ય રાત્રિએ...

    કોલકાતા રેપ-મર્ડર કેસમાં RG કર હૉસ્પિટલના 5 ડૉક્ટરોને CBIનાં સમન્સ: મધ્ય રાત્રિએ ઉત્પાત મચાવનાર ટોળામાંથી 9ની ધરપકડ

    ટ્રેની મહિલા ડૉક્ટર સાથે જે ઘટના ઘટી ત્યારબાદ તેના વિરોધમાં સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે. આ જ ક્રમમાં કોલકાતામાં 14 ઑગસ્ટની રાત્રે એક વિશાળ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ માર્ચ ચાલી રહી હતી ત્યાં એક અજાણ્યા ટોળાએ RG મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલ પર હુમલો કરી દીધો હતો.

    - Advertisement -

    કોલકાતામાં (Kolkata) મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર (Rape) અને હત્યા (Murder) મામલે તપાસ કરતી એજન્સી CBIએ જ્યાં ઘટના બની તે RG કર હૉસ્પિટલના પાંચ ડૉક્ટરોને પૂછપરછ માટે બોલાવ્યા હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. બીજી તરફ, ઘટનાના વિરોધમાં 14 ઑગસ્ટે યોજાયેલા પ્રદર્શનને નુકસાન પહોંચાડવા માટે હૉસ્પિટલના ઇમરજન્સી વૉર્ડમાં પચાસેક ઉપદ્રવીઓના ટોળાએ ધમાલ કરી હતી, જેમાંથી 9ની ધરપકડ કરી લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

    ગુરુવારે (15 ઑગસ્ટ) CBIએ હૉસ્પિટલના 5 ડૉક્ટરોને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા. આ તમામની કેસને લઈને પૂછપરછ હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે કલકત્તા હાઈકોર્ટે પીડિતાના માતા-પિતાની અરજી પર સુનાવણી કરતી વખતે તાજેતરમાં જ મામલો CBIને સોંપી દીધો હતો, ત્યારબાદ એજન્સીએ આ મામલે તપાસ શરૂ કરી હતી. હાલ તપાસ પ્રાથમિક તબક્કામાં છે.

    નોંધવું જોઈએ કે ટ્રેની મહિલા ડૉક્ટર સાથે જે ઘટના ઘટી ત્યારબાદ તેના વિરોધમાં સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે. આ જ ક્રમમાં કોલકાતામાં 14 ઑગસ્ટની રાત્રે એક વિશાળ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ માર્ચ ચાલી રહી હતી ત્યાં એક અજાણ્યા ટોળાએ RG મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલ પર હુમલો કરી દીધો હતો, જેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર ટોળું હૉસ્પિટલના ઈમરજન્સી વૉર્ડમાં ઘૂસી ગયું હતું અને તોડફોડ કરીને તોફાન મચાવ્યું હતું. આ મામલે નવ ઇસમોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તેમની ઓળખ સામે આવી શકી નથી. ભાજપે આરોપ TMC પર લગાવ્યો હતો અને કહ્યું હતું કે, CBI પુરાવા એકઠા કરે તે પહેલાં જ તેને નષ્ટ કરવા માટે ગુંડાઓને મોકલવામાં આવ્યા હતા.

    - Advertisement -

    હાલ ઘટનાને લઈને કોલકાતા સહિત સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ઠેરઠેર પ્રદર્શનો થઈ રહ્યાં છે તો સોશિયલ મીડિયા પર પણ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. સવાલો મમતા બેનર્જીની સરકાર પર પણ ઉઠી રહ્યા છે. બીજી તરફ, તેઓ ભાજપ અને અન્ય પાર્ટીઓ પર આરોપ લગાવવામાં વ્યસ્ત છે. કોલકાતા પોલીસ પણ સવાલોના ઘેરામાં છે, બીજી તરફ પોલીસ કમિશનર કહી રહ્યા છે કે સોશિયલ મીડિયા અને મીડિયામાં અમુક ખોટી માહિતી ફેલાવાના કારણે તોડફોડની ઘટના બની હતી. જ્યારે ફરજ પર હાજર અમુક તબીબોએ જણાવ્યું હતું કે તેમણે પોલીસને ઉપદ્રવી ટોળું એકઠું થઈ રહ્યું હતું ત્યારે જાણ કરી હતી, પરંતુ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. અમુક નર્સનું એવું પણ કહેવું છે કે પોલીસ તોફાન રોકવાની જગ્યાએ પોતે જ છુપાઈ ગઈ હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં