Monday, November 25, 2024
More
    હોમપેજદેશગુજરાતના ડ્રોન દીદી અને લખપતિ દીદી યોજનાના લાભાર્થીઓને મળ્યું સ્વતંત્રતા દિવસ કાર્યક્રમ...

    ગુજરાતના ડ્રોન દીદી અને લખપતિ દીદી યોજનાના લાભાર્થીઓને મળ્યું સ્વતંત્રતા દિવસ કાર્યક્રમ માટે દિલ્હીનું આમંત્રણ: મહિલાઓએ PM મોદીનો વ્યક્ત કર્યો આભાર

    પ્રધાનમંત્રી મોદી સરકાર દ્વારા શરૂ કરાયેલ ડ્રોન દીદી યોજના અને લખપતિ દીદી યોજના અંતર્ગત મહિલાઓને લાભ આપવામાં આવે છે. ગામડાની દરેક મહિલા પગભર બને, આત્મનિર્ભર અને સ્વાવલંબી બને તે માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી.

    - Advertisement -

    ડ્રોન દીદી યોજના (Drone Didi Yojana) અને લખપતિ દીદી યોજના (Lakhpati Didi Yojana) અંતર્ગત લાભ મેળવેલા બહેનોને રૂલર ડેવલપમેન્ટ મંત્રાલય- ભારત સરકાર દ્વારા લાલ કિલ્લા ખાતે સ્વતંત્રતા દિવસના સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. આ આમંત્રણ માટે લાભાર્થી મહિલાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો (Narendra Modi) આભાર વ્યક્ત કર્યો હતો.

    ઉલ્લેખનીય છે કે લાભાર્થી બહેનોના વિડીયો PIB in Gujaratના X હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યા હતા. ગાંધીનગરના હેપ્પી પટેલે આ અંગે વિડીયોમાં કહ્યું હતું કે, “ડ્રોન દીદી યોજના અંતર્ગત રૂલર ડેવલોપમેન્ટ મંત્રાલય ભારત સરકાર (Rular Devlopment Ministry, Bharat Sarkar) દ્વારા મને આમંત્રિત કરવામાં આવી એ માટે હું ખૂબ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી રહી છું. આમંત્રિત કરવા માટે હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું.”

    આ સિવાય બનાસકાંઠાના લાભાર્થી મહિલા તેજલ બહેને કહ્યું હતું કે, “સમગ્ર દેશવાસીઓને મારા નમસ્કાર. હું તેજલબેન રોનકકુમાર સોલંકી ડ્રોન દીદી બનાસકાંઠા ગુજરાતથી છું. મારા માટે ખૂબ હર્ષ અને ગર્વની ક્ષણ છે કે રૂલર ડેવલોપમેન્ટ મંત્રાલય- ભારત સરકાર દ્વારા લાલ કિલ્લા, દિલ્હીમાં આયોજિત સ્વતંત્રતા સમારોહમાં મહેમાન તરીકે મને આમંત્રિત કરવામાં આવી છે. આ માટે હું માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.”

    - Advertisement -

    આ ઉપરાંત વડોદરાના ક્રિષ્નાબેન વેકરીયાએ પણ આ માટે વિડીયોમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “સમગ્ર દેશવાસીઓને મારા નમસ્કાર હું ક્રિષ્ના વેકરીયા ડ્રોન દીદી વડોદરા ગુજરાતથી. મને સ્વતંત્રતા દિવસ નિમિત્તે રૂલર ડેવલપમેન્ટ મંત્રાલય દ્વારા દિલ્હી લાલ કિલ્લા પર યોજાતા સમારોહનું આમંત્રણ મળ્યું છે. હું પ્રધાનમંત્રી મોદીનો આભાર વ્યક્ત કરું છું કે મને આવા ઐતિહાસિક સમારોહનો ભાગ બનાવવામાં આવી.”

    આ ઉપરાંત સરકાર દ્વારા શરૂ કરાયેલ લખપતિ દીદી યોજનાના લાભાર્થી મહિલાઓને પણ આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. આ અંગે ખેડા જિલ્લાના લાભાર્થી બહેને જણાવ્યુ હતું કે, “નમસ્તે, મારૂ નામ વિલાસબેન ઉપેન્દ્રસિંહ ચાવડા છે. હું ગુજરાતનાં ખેડા જિલ્લાથી છું. મને સરકારની લખપતિ દીદી યોજના અંતર્ગત આ વખતે લાલ કિલ્લા પર યોજનારા રાષ્ટ્રીય કાર્યક્રમમાં મહેમાન તરીકે આમંત્રિત કરી છે. આ માટે હું ખૂબ ખુશ છું કે આ રાષ્ટ્રીય કાર્યક્રમનો ભાગ બનવાનો અવસર મને મળશે, અને હું સરકારની આભારી છું. લખપતિ દીદી યોજનનો ઉદ્દેશ્ય છે કે ગામડાની દરેક મહિલા આત્મનિર્ભર બને અને આગળ વધે. સરકારનો આ યોજના માટે હું સરકારને ધન્યવાદ વ્યક્ત કરું છું.”

    ઉલ્લેખનીય છે પ્રધાનમંત્રી મોદી સરકાર દ્વારા શરૂ કરાયેલ ડ્રોન દીદી યોજના અને લખપતિ દીદી યોજના અંતર્ગત મહિલાઓને લાભ આપવામાં આવે છે. ગામડાની દરેક મહિલા પગભર બને, આત્મનિર્ભર અને સ્વાવલંબી બને તે માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. સરકારે આ વખતના બજેટમાં પણ યોજનાનું બજેટ અઢી ગણું વધાર્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં