Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયા‘હિંદુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય’: બાંગ્લાદેશની નવી વચગાળાની સરકાર સમક્ષ...

    ‘હિંદુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય’: બાંગ્લાદેશની નવી વચગાળાની સરકાર સમક્ષ PM મોદીએ ઉઠાવ્યો હિંદુઓની સુરક્ષાનો મુદ્દો

    નોબેલ પ્રાઇઝ વિજેતા ડૉ. મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશની આ વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર પદે શપથગ્રહણ કર્યા. તેમની સાથે અન્ય 14 સલાહકારોએ પણ શપથગ્રહણ કર્યા છે. આ ટુકડી મળીને હવે દેશ ચલાવશે.

    - Advertisement -

    અરાજકતા અને અસ્થિરતાના માહોલ વચ્ચે બાંગ્લાદેશમાં નવી સરકારની રચના કરવામાં આવી છે. આ વચગાળાની સરકાર સમક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાંના હિંદુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે નવી સરકારને શુભેચ્છાઓ આપતાં કહ્યું કે, હિંદુઓ-લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પરિસ્થિતિ ત્વરિત સમાન્ય થાય તેવી ભારત આશા રાખે છે.

    બાંગ્લાદેશમાં નવી સરકારની રચના બાદ PM મોદીએ X પર લખ્યું કે, ‘નવી જવાબદારીઓ સંભાળવા બદલ પ્રોફેસર મોહમ્મદ યુનુસને શુભકામનાઓ. હિંદુઓ અને અન્ય લઘુમતી સમુદાયોનું રક્ષણ થાય અને તેમની સુરક્ષા જળવાય તે માટે પરિસ્થિતિ ઝડપથી સામાન્ય થાય તેવી આશા.’ તેમણે આગળ લખ્યું કે, ‘શાંતિ, સુરક્ષા અને વિકાસ તેમજ બંને દેશોના નાગરિકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે ભારત બાંગ્લાદેશ સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છે.’

    મોહમ્મદ યુનુસના અધ્યક્ષપદે નવી સરકાર બની 

    નોબેલ પ્રાઇઝ વિજેતા ડૉ. મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશની આ વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર પદે શપથગ્રહણ કર્યા. તેમની સાથે અન્ય 14 સલાહકારોએ પણ શપથગ્રહણ કર્યા છે. આ ટુકડી મળીને હવે દેશ ચલાવશે.

    - Advertisement -

    રાષ્ટ્રપતિ શાહબુદ્દીને બંગભવન (બાંગ્લાદેશના રાષ્ટ્રપતિનું નિવાસ-કાર્યાલય) ખાતે આ સલાહકારોને શપથગ્રહણ કરાવ્યા હતા. વચગાળાની સરકારમાં મોહમ્મદ યુનુસ મુખ્ય સલાહકાર એટલે કે વડાપ્રધાનની સમકક્ષ રહેશે. જ્યારે બાકીના સલાહકારો મંત્રીનું કામ કરશે. નોંધવું જોઈએ કે અસ્થિરતાના માહોલ વચ્ચે સેના પ્રમુખે બુધવારે વચગાળાની સરકારની રચનાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સશસ્ત્ર સેનાઓ મોહમ્મદ યુનુસને તમામ પ્રકારનો સહયોગ આપશે. 

    યુનુસ સાથે જેમણે શપથ લીધા છે તેમાં પૂર્વ બાંગ્લાદેશ બેન્ક ગવર્નર સાલેહ ઉદ્દીન અહમદ, ઢાકા યુનિવર્સિટી શિક્ષક ડૉ. આસિફ નઝરુલ, બાંગ્લાદેશના માનવાધિકાર સંગઠન ‘અધિકાર’ના સેક્રેટરી આદિલુર રહેમાન ખાન, પૂર્વ એટર્ની જનરલ AF હસન આરિફ, પૂર્વ વિદેશ સચિવ તૌહિદ હુસૈન, બાંગ્લાદેશ એન્વાયર્મેન્ટલ લૉયર્સ એસોશિએશનનાં ચીફ એક્ઝિક્યુટિવ સૈયદા રિઝવાના હસન, પૂર્વ ઈલેક્શન કમિશનર, ગ્રામીણ બેન્કના પૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર વગેરેનો સમાવેશ થાય છે. આ કમિટીમાં અનામતવિરોધી વિદ્યાર્થી આંદોલનના 2 સંયોજકો નાહિદ ઇસ્લામ અને આસિફ મહમૂદને પણ સ્થાન આપવામાં આવ્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં