Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસરહદીય વિસ્તારોમાં મુસ્લિમોની આબાદી વધી, નેપાળ-બાંગ્લાદેશ સીમા પર 10 વર્ષમાં 32% વસ્તીવિષયક...

    સરહદીય વિસ્તારોમાં મુસ્લિમોની આબાદી વધી, નેપાળ-બાંગ્લાદેશ સીમા પર 10 વર્ષમાં 32% વસ્તીવિષયક ફેરફાર: સુરક્ષા વધારવા 100 કિમી વિસ્તાર BSFને સોંપાશે

    આ પહેલા એક લેખમાં ઉત્તર ભારતમાં મુસ્લિમ બેલ્ટ બનાવવાના ષડયંત્રનો ખુલાસો થયો હતો. દાવા મુજબ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા જેવા રાજ્યોમાં એવા વિસ્તારોને નિશાન બનાવવાની વાત થઈ હતી જે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે સંકળાયેલા છે.

    - Advertisement -

    સરહદીય વિસ્તારોમાં મુસ્લિમોની આબાદી વધી છે, બાંગ્લાદેશ અને નેપાળ જેવા પડોશી દેશોની સરહદે આવેલા વિસ્તારોમાં વસ્તી વિષયક ફેરફાર સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય બનવાં પામી છે. આ ફેરફારો સામાન્ય નથી. છેલ્લા 10 વર્ષોમાં ઉત્તર પ્રદેશ અને આસામના સરહદીય વિસ્તારોમાં મુસ્લિમોની આબાદીમાં અભૂતપૂર્વ ફેરફાર થયો છે.

    તમને જાણીને નવાઈ લાગશે કે આવા વિસ્તારોમાં વર્ષ 2011 પછી અચાનક મુસ્લિમોની વસ્તી 32% જેટલી વધી ગઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં આ દર 10-15% છે. મળતા અહેવાલ મુજબ, સરહદી વિસ્તારોમાં મુસ્લિમ વસ્તી 20% ઝડપથી વધી છે અને તે જ સમયે મઝહબી સ્થાનોની સંખ્યામાં વધારો થયો છે.

    રાષ્ટ્રીય સુરક્ષા માટે BSFનો કાર્યક્ષેત્ર વધારવો જરૂરી

    - Advertisement -

    સરહદ પર થઈ રહેલા આ મોટા ફેરફારોને જોઈને સુરક્ષા એજન્સીઓ અને રાજ્ય પોલીસે ચિંતા વ્યક્ત કરી છે. ગૃહ મંત્રાલયને મોકલવામાં આવેલા રિપોર્ટમાં તેમણે રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી તેને સંવેદનશીલ મુદ્દો ગણાવ્યો છે. બીએસએફનું કાર્યક્ષેત્ર 50 કિમીથી વધારીને 100 કિમી કરવામાં આવે જેથી તેમની સરળતાથી તપાસ થઈ શકે તેવી માંગ ઉઠી છે.

    આ મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી નિવેદન પણ આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીએ કહ્યું કે આટલો બધો વસ્તી વિષયક ફેરફાર માત્ર વધતી જતી વસ્તીનો વિષય નથી. ભારતમાં ઘૂસણખોરીની આ નવી પેટર્ન હોઈ શકે છે. આ જ કારણ છે કે યુપી અને આસામની સરહદને સુરક્ષિત રાખવા માટે બીએસએફનો કાર્યક્ષેત્ર વધારવાની માંગ કરવામાં આવી રહી છે.

    રાજસ્થાન, ઉત્તરાખંડમાં પણ અચાનક કટ્ટરપંથનું વિસ્તરણ

    ઉલ્લેખનીય કે યુપી અને આસામ પહેલા રાજસ્થાનમાં પણ મુસ્લિમ વસ્તીમાં અચાનક વધારો સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનું કારણ બની ગયું છે. BSFના અભ્યાસમાં બહાર આવ્યું છે કે રાજસ્થાનના વિસ્તારોમાં વસ્તી વિષયક ફેરફારમાં વિચિત્ર તફાવત છે. જ્યાં બાકીના સમુદાયના લોકોમાં માત્ર 8-10 ટકા વસ્તી વધી હતી. તે જ સમયે, મુસ્લિમોની વસ્તી 20-25 ટકા ઝડપથી વધી હતી. આ સિવાય વધુને વધુ બાળકો અચાનક મદરેસામાં જતા જોવા મળ્યા અને એ પણ જાણવા મળ્યું કે પોખરણ, મોહનગઢ અને જેસલમેર જેવા સરહદી વિસ્તારોમાં અચાનક દેવબંદના મૌલવીઓ આવવા લાગ્યા જે સમુદાયને કટ્ટરવાદની તાલીમ આપતા હતા.

    નેપાળને અડીને આવેલા ઉત્તરાખંડના વિસ્તારોમાં પણ આવું જ છે . ત્યાં પણ સુરક્ષા એજન્સીઓએ ચિંતા વ્યક્ત કરી છે. ગયા વર્ષે ગૃહ મંત્રાલયને મોકલવામાં આવેલા રિપોર્ટ અનુસાર, 2011ની વસ્તી ગણતરી કરતા ચોક્કસ ધર્મની વસ્તીમાં વધારો અઢી ગણો હતો. સુરક્ષા એજન્સીઓએ દાવો કર્યો છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી નેપાળ દ્વારા ભારતમાં સક્રિય છે. તે અહીં મદરેસા ખોલી રહી છે. ત્યાં ગેરકાયદે બાંધકામો થઈ રહ્યા છે.

    મુસ્લિમ કોરિડોર બનાવવાની તૈયારી

    ઉલ્લેખનીય છે કે આ પહેલા એક લેખમાં ઉત્તર ભારતમાં મુસ્લિમ બેલ્ટ બનાવવાના ષડયંત્રનો ખુલાસો થયો હતો. દાવા મુજબ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા જેવા રાજ્યોમાં એવા વિસ્તારોને નિશાન બનાવવાની વાત થઈ હતી જે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે સંકળાયેલા છે. લેખ અનુસાર, મુસ્લિમ કોરિડોર બનાવવા માટે મુસ્લિમ ઘૂસણખોરોની વસ્તી વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ કોરિડોર બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને હરિયાણા થઈને પાકિસ્તાનમાં મળશે.

    આ સિવાય એવું પણ કહેવામાં આવ્યું હતું કે નેપાળ બોર્ડર પર મદરેસા કેવી રીતે વધી અને યુપીમાં ધર્માંતરણ ગેંગ સક્રિય થઈ, આ બધું એક જ કોરિડોર બનાવવાના ષડયંત્રનો ભાગ છે. દાવા મુજબ, મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારો મુઝફ્ફરનગર (50.14%), મુરાદાબાદ (46.77%), બરેલી (50.13%), સીતાપુર (129.66%), હરદોઈ (40.14%), બહરાઈચ (49.17%) અને ગોંડા (42.20%) ને મુસ્લિમ પટ્ટો બનાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં