શ્રાવણ ચાલુ થાય કે તરતજ દેશમાં ભગવાન ભોલેનાથની ભક્તિમાં લીન થઈ કાવડયાત્રીઓ પદયાત્રા પર નીકળી પડે છે. સદીઓથી ચાલી આવતી આ પરંપરા કેટલાક લોકોને કઠે પણ છે. હિંદુવિરોધી તત્વો કાવડયાત્રા અને કાવડિયાઓ વિરુદ્ધ પ્રચાર-પ્રસાર કરવામાં સહેજ પણ પાછીપાની નથી કરતા. પણ તેમના બધાના મોઢામાં ડૂચો લાગે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. હરિદ્વારથી ગંગાજળ લઈને પરત આવી રહેલા એક કાવડયાત્રીને અકસ્માત નડતા તે બ્રેઈન ડેડ થયા હતા. જોકે, આ અકસ્માત તેમનો પવિત્ર યજ્ઞ ન રોકી શક્યો. અકસ્માતમાં બ્રેઈન ડેડ કાવડયાત્રી સચિને અંગદાનથી 5 લોકોને નવજીવન આપ્યું છે.
ઉપર જે કાવડયાત્રીની વાત થઈ રહી છે, તેમની ઉંમર માત્ર 25 વર્ષની હતી. તેઓ ઘરેથી કાવડ લઈને નીકળ્યા હતા અને ભગવાન ભોલેનાથનો જળાભિષેક કરીને પરત આવવાના હતા. પરંતુ તે પહેલાં જ તેમને અકસ્માત નડ્યો અને તેમનું કરુણ મોત નીપજ્યું. જોકે, ભગવાનના ભક્ત સચિને નશ્વર દેહનો ત્યાગ કરતા પહેલાં પાંચ લોકોને જીવનદાન આપ્યું. તેમણે કરેલા અંગદાનના કારણે અલગ અલગ પાંચ લોકોમાં સચિન આજે પણ જીવંત રહેશે.
The left-Jihadi ecosystem that spews venom against Kanwariyas daily wont tell you this.
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) August 4, 2024
Sachin Khandelwal, a Kanwariya who died in a car accident in Haridwar while returning, did God's work until his last breath – he donated his organs and saved 5 lives! He was a true hero,… pic.twitter.com/rCxDrE4VTZ
સામે આવેલી માહિતી અનુસાર, સચિન હરિયાણાના મહેન્દ્રગઢના રહેવાસી હતા. ગત 22 જુલાઈના રોજ હરિદ્વારથી ગંગાજળ ભરીને પરત આવતી વેળાએ રૂડકી પાસે પૂરઝડપે આવી રહેલી એક કારે તેમને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં સચિન ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. લોહીલુહાણ હાલતમાં તેમને ઋષિકેશ AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. ખૂબ જ ટૂંકી સારવાર બાદ તે કોમામાં સરી પડ્યા હતા. થોડા સમય બાદ તબીબોએ તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. દરમિયાન તેમના શરીરના કેટલાક મહત્વના અવયવો સુચારુ રીતે કાર્યરત હોવાથી તેમના માતાપિતાને અંગદાન કરવા માટે પૂછવામાં આવ્યું હતું.
પરિવારની પરવાનગી બાદ શિવભક્ત સચિનનો જીવ શિવમાં ભળી જતા તેમના શરીરમાંથી આંખો, સ્વાદુપિંડ, યકૃત, કિડની જેવા અવયવો અન્ય જરૂરીયાતમંદ લોકોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. સચિનની કિડની, પેન્ક્રિયાસ અને લીવર ચંદીગઢની પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ અને દિલ્હીની ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીવર એન્ડ બિલિયરી સાયન્સિસમાં મોકલવામાં આવ્યા હતા. આ સાથે હવે ઉત્તરાખંડના 2 આંખના દર્દીઓ સચિન દ્વારા દાન કરવામાં આવેલી આંખોથી દુનિયાને જોઈ રહ્યા છે.
હાલ સચિન ખંડેલવાલના અંગદાનથી 5 અલગ-અલગ લોકોને નવું જીવન મળ્યું છે. AIIMS ઋષિકેશના ડોક્ટર મીનુ સિંઘે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “સચિને અનેક લોકોને જીવનદાન આપ્યું છે. AIIMS તેમને એક નાયક તરીકે યાદ રાખશે.” સ્વર્ગસ્થ કાવડયાત્રી સચિનના ભાઈ પંકજ ખંડેલવાલે પણ કહ્યું કે, “સચિન થોડા વધુ વર્ષો સુધી જીવી શકે તે માટેનો આ એકમાત્ર રસ્તો હતો. હું માનું છું કે જે લોકો અંગદાન કરી શકે છે, તેમણે મૃત્યુ પછી પણ પોતાના પ્રિયજનોને જીવંત રાખવા જોઈએ.” અંગદાન બાદ સચિનના પાર્થિવ દેહને સંપૂર્ણ સન્માન સાથે અંતિમ સંસ્કાર માટે તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો.