Monday, November 25, 2024
More
    હોમપેજદેશરેડ કાર્ડ, 10 જ ખેલાડીઓ… છતાં અંગ્રેજો પર ભારે પડી ભારતીય હૉકી...

    રેડ કાર્ડ, 10 જ ખેલાડીઓ… છતાં અંગ્રેજો પર ભારે પડી ભારતીય હૉકી ટીમ: ગ્રેટ બ્રિટનને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવ્યું, સેમીફાઇનલમાં પ્રવેશ

    રવિવારે ગ્રેટ બ્રિટન સાથે ક્વાર્ટર ફાઈનલ રમાઈ. જેમાં નિર્ધારિત સમય સુધી બંને ટીમ 1-1ની બરાબરી પર હતી. ત્યારબાદ બંને ટીમો વચ્ચે પેનલ્ટી શૂટઆઉટ રમાડવામાં આવ્યું. જેમાં ભારતીય ટીમે 4-2થી મેચ જીતી લીધી.

    - Advertisement -

    ઓલમ્પિક્સમાં ભારતીય હૉકી ટીમ એક પછી એક સફળતાનાં શિખરો સર કરી રહી છે. રવિવારે (4 ઑગસ્ટ) યોજાયેલી ક્વાર્ટર ફાઇનલમાં ટીમે ગ્રેટ બ્રિટનને હરાવીને સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. શૂટઆઉટમાં ભારતે ગ્રેડ બ્રિટનને 4-2થી હરાવ્યું. આ જીતના હીરો પીઆર શ્રીજેશ રહ્યા, જેમણે શૂટઆઉટમાં બે બચાવ કર્યા હતા. 

    આ પહેલાં પેરિસ ઓલમ્પિક્સમાં ભારતીય હૉકી ટીમે 52 વર્ષ બાદ ઑસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. રવિવારે ગ્રેટ બ્રિટન સાથે ક્વાર્ટર ફાઈનલ રમાઈ. જેમાં નિર્ધારિત સમય સુધી બંને ટીમ 1-1ની બરાબરી પર હતી. ત્યારબાદ બંને ટીમો વચ્ચે પેનલ્ટી શૂટઆઉટ રમાડવામાં આવ્યું. જેમાં ભારતીય ટીમે 4-2થી મેચ જીતી લીધી. આ દરમિયાન પીઆર શ્રીજેશે બે ઉત્કૃષ્ટ બચાવ કર્યા, જેના કારણે બ્રિટનની ટીમ ગોલ ન કરી શકી અને ભારતીય ટીમ આગળ નીકળી ગઈ. 

    પહેલા ક્વાર્ટરમાં બંને ટીમ તરફથી કોઇ ગોલ થયો ન હતો. જોકે, બંને ટીમને અનેક તક મળી હતી, પરંતુ ગોલ થઈ ન શક્યો. ત્યારબાદ હરમનપ્રીતે એક ગૉલ કર્યો પરંતુ હાફ ટાઇમ પહેલાં બ્રિટને પણ એક ગોલ કરતાં સ્કોર 1-1 પર પહોંચી ગયો. ત્યારબાદ ત્રીજા ક્વાર્ટરમાં પણ એક પણ ગોલ ન થયો. અંતિમ ક્વાર્ટરમાં પણ એવી જ પરિસ્થિતિ રહી. ત્યારબાદ નિર્ણય શૂટઆઉટના આધારે કરવામાં આવ્યો.

    - Advertisement -

    શૂટઆઉટની વાત કરવામાં આવે તો પહેલો પ્રયાસ બ્રિટન તરફથી કરવામાં આવ્યો, જે સફળ રહ્યો. ત્યારબાદ ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંઘે પણ ગોલ કર્યો અને સ્કોર 1-1 થઈ ગયો. બ્રિટનનો બીજો પ્રયાસ સફળ રહ્યો ત્યાં ભારત તરફથી પણ સુખજિતે ગોલ કરીને સ્કોર ફરી 2-2 પર પહોંચાડી દીધો. ત્યારપછી બ્રિટનના બાકીના બંને પ્રયત્નો નિષ્ફળ ગયા અને બીજી તરફ ભારતે બંને ગૉલ કર્યા. આમ 4-2થી ભારતની જીત થઈ. 

    અમિત રોહિદાસને રેડ કર્ડ, 10 ખેલાડીઓ સાથે રમી ટીમ

    આ મેચમાં મોટાભાગનો સમય (લગભગ 42 મિનીટ) ભારતીય ખેલાડીઓ એક ઓછા ખેલાડી સાથે રમ્યા હતા. તેનું કારણ અમિત રોહિદાસને રેડ કાર્ડ મળ્યો હતો. જેથી તેઓ મેચની બહાર થઈ ગયા. અમિતની સ્ટીક બ્રિટનના એક ખેલાડીના ચહેરા પર લાગી હતી. વિડીયો એમ્પાયરનું માનવું હતું કે અમિતે આમ જાણીજોઈને કર્યું છે. ત્યારબાદ ફિલ્ડ એમ્પાયરે તેમને રેડ કાર્ડ બતાવી દીધો. ભારતીય ખેલાડીઓએ સ્પષ્ટ કહ્યું હતું કે આમ જાણીજોઈને થયું ન હતું અને રેડને સ્થાને યેલો કાર્ડ (5 મિનીટ સુધી રમતની બહાર) મળ્યો હોત તો વધુ ઉચિત રહ્યું હોત. 

    હવે આજે જ ભારતીય સમય પ્રમાણે રાત્રે આર્જેન્ટીના અને જર્મની વચ્ચે મેચ રમાશે. જેમાંથી જે વિજેતા બને તે ભારતીય ટીમ સાથે 6 ઑગસ્ટના (મંગળવારે) રોજ સેમીફાઇનલ રમશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં