Wednesday, October 23, 2024
More
    હોમપેજદેશસરકારી બસ પર હનુમાનજીનો ફોટો જોઈને SDPIના મહામંત્રી આરિફને વાંધો પડ્યો, X...

    સરકારી બસ પર હનુમાનજીનો ફોટો જોઈને SDPIના મહામંત્રી આરિફને વાંધો પડ્યો, X પર ફરિયાદ કરી તો કર્ણાટક ST વિભાગે કહ્યું- કાર્યવાહી કરીશું; કોંગ્રેસ સરકાર પર ફરી સવાલ

    KSRTCએ તેના અધિકારિક હેન્ડલ પરથી આરિફની પોસ્ટ પર પ્રતિક્રિયા આપીને લખ્યું, "પોસ્ટ કરવા બદલ આભાર. અમે આગળની તપાસ માટે સંબંધિત ડેપોને જાણ કરી રહ્યા છીએ."

    - Advertisement -

    કર્ણાટકમાં એક સરકારી બસની પાછળ નાનું એવું ભગવાન હનુમાનજી મહારાજનું સ્ટીકર જોઇને આરિફ નામના એક વ્યક્તિને વાંધો શું પડ્યો, કે રાજ્યના ST વિભાગે કાર્યવાહી કરવાની બાહેંધરી આપી દીધી. પોતાને ચિકમંગલુર SDPIના મહામંત્રી ગણાવતા આ આરિફે પોતાની હિંદુ ઘૃણા છતી કરતા X અકાઉટ પરથી એક પોસ્ટ કરી હતી અને હનુમાનજીના સ્ટીકર સામે વાંધો ઉઠાવ્યો હતો. તેણે પોસ્ટ કરી અને KSRTCએ (કર્ણાટક રાજ્ય માર્ગ પરિવહન) હાજરી લગાવી દીધી અને કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું. લોકો વિભાગની પ્રતિક્રિયા પર સવાલ પૂછી રહ્યા છે કે આખરે બસ પર હનુમાનજી મહારાજના સ્ટીકરથી વાંધો શું છે?

    આરિફ અરવાહ પ્રતિબંધિત ઇસ્લામી કટ્ટરપંથી સંગઠન PFIની રાજકીય શાખા SDPIનો મહામંત્રી હોવાનું X અકાઉન્ટ પરની પ્રોફાઇલમાં જણાવ્યું છે. ગત 31 જુલાઇના રોજ તેણે એક પોસ્ટ કરીને સરકારી બસનો ફોટો મૂક્યો હતો અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના કાર્યાલય, DGP, ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર અને KSRTCને ટેગ કરીને લખ્યું હતું કે, “ચિકમંગલુર બસ સ્ટેન્ડ પર ઉભેલી એક બસ પર મારું ધ્યાન ગયું, આ બસના પાછળના ભાગમાં એક ધાર્મિક ફોટો લગાવવામાં આવ્યો છે. શું સરકારી બસ પર આ પ્રકારનો ફોટો લગાવવો વ્યાજબી છે?” તેણે આ પોસ્ટમાં ડ્રાઈવર અને કંડકટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી.

    કટ્ટરપંથી સંગઠન સાથે સંકળાયેલા આરિફે હનુમાનજીનો ફોટો જોઈ X પર ફરિયાદના બે-ચાર સૂર શું રેલાવ્યા, સરકારી ખાતું તરત હરકતમાં આવી ગયું. KSRTCએ તેના અધિકારિક હેન્ડલ પરથી આરિફની પોસ્ટ પર પ્રતિક્રિયા આપીને લખ્યું, “પોસ્ટ કરવા બદલ આભાર. અમે આગળની તપાસ માટે સંબંધિત ડેપોને જાણ કરી રહ્યા છીએ.”

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર લોકોએ આપી આકરી પ્રતિક્રિયા

    આરિફની પોસ્ટ અને ST વિભાગની તેની ઉપર પ્રતિક્રિયા જોઈને અનેક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકો સવાલ કરી રહ્યા હતા કે ચરમપંથી સંગઠન સાથે સંકળાયેલા એક વ્યક્તિને હનુમાનજીના સ્ટીકર સામે વાંધો જોઈ વિભાગ આટલો સક્રિય કેમ થઈ ગયો? અને તેમાં વાંધો શું છે? લોકોએ સવાલ કર્યા હતા કે જ્યાં હનુમાનજીનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે, તે ધરતી પર હનુમાનજીમાં અસ્થા ધરાવતો વ્યક્તિ તેમનું સ્ટીકર ન લગાવી શકે?

    એક યુઝરે લખ્યું કે, “શાની તપાસ કરશો? અનેક ડ્રાઈવરો બસમાં ભગવાનની મૂર્તિ વગેરે રાખતા હોય છે, આ તેમની આસ્થા છે. એક વ્યક્તિ કાફિરોથી ઘૃણા રાખે છે અને અન્ય ધર્મોને નફરત કરે છે, તો તમે પણ તેના જ ઇશારે ચાલશો?”

    માધુર્ય નામના એક યુઝરે પણ સરકારી વિભાગને સવાલ પૂછ્યો હતો કે, તમારાથી એક નાનકડું હનુમાનજી મહારાજનું સ્ટીકર સહન નથી થઇ રહ્યું? કર્ણાટક હનુમાનજીની ભૂમિ છે, તમે તપાસ શાની કરાવશો?


    આરિફની સોશિયલ મીડિયા પ્રોફાઈલ અનુસાર, તે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઇન્ડિયાનો કાર્યકર છે. X અકાઉન્ટ પર તે ‘ફ્રી પેલેસ્ટાઇન’ની પણ વકાલત કરતો જોવા મળે છે. SDPIની વાત કરવામાં આવે તો આ પાર્ટી પ્રતિબંધિત કટ્ટર ઇસ્લામી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (PFI)ની રાજકીય શાખા તરીકે સક્રિય છે અને ખાસ કરીને દક્ષિણનાં રાજ્યોમાં વ્યાપ વધારે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં