Friday, October 18, 2024
More
    હોમપેજરાજકારણ'મફતની રાજનીતિના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પણ નથી પૈસા': 3 વિદ્યાર્થીઓના મોત બાદ દિલ્હી...

    ‘મફતની રાજનીતિના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પણ નથી પૈસા’: 3 વિદ્યાર્થીઓના મોત બાદ દિલ્હી હાઈકોર્ટે AAP સરકારને લગાવી ફટકાર, કહ્યું- પગાર આપવા માટે પણ નથી નાણું

    દિલ્હી હાઈકોર્ટે કહ્યું , “લાગે છે કોઇકે પોતાનું મગજ જ ગુમાવી દીધું છે. આ કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓ આખરે કરી શું રહ્યા છે? માત્ર એક MCD અધિકારીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. છેવટે, કોઈએ જવાબદારી લેવી પડશે."

    - Advertisement -

    તાજેતરમાં જ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાવાને કારણે 2 વિદ્યાર્થિનીઓ સહિત 3 વિદ્યાર્થીઓના મોત થયા હતા. દિલ્હી હાઈકોર્ટે આ મામલાની સુનાવણી કરતા હવે રાજ્યની AAP સરકારની ‘મફતની રાજનીતિ’ પર સવાલ ઉઠાવ્યા છે. નોંધવા જેવું છે કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મફત વીજળી અને પાણી આપવાનું વચન આપીને વારંવાર ચૂંટણી જીતતા રહ્યા છે. કાર્યકારી ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાએ કહ્યું છે કે, ‘Freebies Culture’ના કારણે સરકાર પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા માટે પણ પૈસા નથી.

    બુધવારે (31 જુલાઈ) દિલ્હી હાઈકોર્ટે AAP સરકારને (AAP Government) ફટકાર લગાવી છે. દિલ્હીમાં એક કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા, જેને લઈને હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સુનાવણી દરમિયાન જ કોર્ટે કહ્યું છે કે, દિલ્હી સરકારની મફતની રાજનીતિના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા માટેના પણ પૈસા નથી. કોર્ટે ચિંતા વ્યક્ત કરી કે, એક તરફ દિલ્હીમાં વસ્તી ઝડપથી વધી રહી છે, તો બીજી તરફ અહીંની ડ્રેનેજ સિસ્ટમ ખંડેર હાલતમાં છે. કોર્ટે કહ્યું કે, સરકાર બહુમાળી ઈમારતો બનાવવાની મંજૂરી આપે છે, પરંતુ તેની પાસે યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ જ નથી. સાથે કોર્ટે એ પણ નિર્દેશ કર્યો કે દિલ્હીની નાગરિક સંસ્થાઓ પણ કંગાળ થઈ ગઈ છે. દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) AAP સરકારને પૂછ્યું કે, “જો તમારી પાસે કર્મચારીઓને પગાર આપવા માટે પણ પૈસા નથી તો તમે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કેવી રીતે કરશો?”

    દિલ્હી હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે, દિલ્હી સરકારને Freebie કલ્ચર જોઈએ છે, સરકાર કોઈ ધન ભેગું નથી કરી રહી, એટલા માટે જ તે પૈસા પણ નથી ખર્ચી રહી. દિલ્હી હાઈકોર્ટે MCDને પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે કહ્યું હતું, પરંતુ MCD તરફથી કહેવામાં આવ્યું કે, ₹5 કરોડથી વધુના બજેટવાળા દરેક પ્રોજેક્ટ માટે સ્ટેન્ડિંગ કમિટીની પરવાનગી જરૂરી છે. હાઈકોર્ટે કહ્યું કે, હાલમાં કોઈ કમિટી જ નથી. એ જ રીતે, MCDએ એક યોજના અંગે કહ્યું કે, તેને પરવાનગી માટે કેબિનેટ પાસે જવું પડશે, પરંતુ આગામી કેબિનેટ બેઠક ક્યારે યોજાશે તે કોઈને ખબર જ નથી.

    - Advertisement -

    ‘દિલ્હીના પોલીસ અધિકારીએ શું કરી રહ્યા છે?’- દિલ્હી હાઈકોર્ટ

    ‘Rau’s IAS’ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં 3 મૃત્યુને લઈને વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે, આ ક્રમમાં દિલ્હી હાઈકોર્ટમાં PIL પણ દાખલ કરવામાં આવી હતી. કયા બાંધકામો ગેરકાયદે છે તેની તપાસ કરવા માટે દિલ્હીના દરેક વિસ્તારમાં એક કમિટી બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત જૂન 2023માં મુખર્જી નગરમાં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં લાગેલી આગ બાદ વહીવટીતંત્રે શું પગલાં લીધાં તે અંગેનો એકશન રિપોર્ટ આપવાની પણ માંગણી કરવામાં આવી હતી. આ મામલામાં મનોજ કથુરિયાની નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જે કોચિંગ સેન્ટર પાસે પાણી ભરાયેલા રસ્તા પરથી પોતાની SUV ચલાવી રહ્યો હતો.

    દિલ્હી હાઈકોર્ટે કહ્યું , “લાગે છે કોઇકે પોતાનું મગજ જ ગુમાવી દીધું છે. આ કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓ આખરે કરી શું રહ્યા છે? માત્ર એક MCD અધિકારીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. છેવટે, કોઈએ જવાબદારી લેવી પડશે. MCDએ તેને ઠીક કરવું પડશે. વરિષ્ઠ અધિકારીઓએ જવાબદારી લેવી જોઈએ, પરંતુ તેઓ તેમની AC ચેમ્બરમાંથી બહાર આવવા તૈયાર નથી. અમે આખો માહોલ જોવા માંગીએ છીએ, એટલા માટે CBI અથવા લોકપાલ દ્વારા આ મામલાની તપાસ પર વિચાર કરવામાં આવશે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં