Sunday, November 24, 2024
More
    હોમપેજક્રાઈમ‘દુર્ગા વાહિનીનું કામ મૂકી દેજે, નહિતર મારી નાખીશ’: પાટણમાં હિંદુ સ્વયંસેવિકા પર...

    ‘દુર્ગા વાહિનીનું કામ મૂકી દેજે, નહિતર મારી નાખીશ’: પાટણમાં હિંદુ સ્વયંસેવિકા પર સાદિક ખાનનો હુમલો, અપહરણનો પણ પ્રયાસ; પરિવારે ઑપઇન્ડિયાને કહ્યું- અગાઉ પણ અપાઈ હતી ધમકી

    સાદિકે પોતાની સાથે આવેલા વ્યક્તિને, 'આને ગાડીમાં બેસાડ, આજે આની %ર^ ફા& નાખવી છે' કહીને કૂર્તો ખેંચીને ગાડીમાં ઉપાડી જવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ દરમિયાન તેમણે બૂમાબૂમ કરતાં સાદિકે બંનેને છોડી મૂક્યા હતા અને ભાગી છૂટ્યો હતો.

    - Advertisement -

    હજુ કચ્છમાં એક વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તા પર હુમલાની ઘટનાને કળ નથી વળી, તેવામાં હવે ઉત્તર ગુજરાતથી તેનાથી પણ ગંભીર ઘટના સામે આવી છે. અહીં એક હિંદુ સંગઠનમાં કાર્યરત મહિલા પર હુમલો કરવામાં આવ્યો છે. પાટણના સાંતલપુરના સિંધાડા ગામની દુર્ગા વાહિનીની સ્વયંસેવિકા પર સાદિક ખાન નામના એક ઇસમે હુમલો કરીને અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આટલું જ નહીં, દલિત સમાજમાંથી આવતી મહિલાને તેણે જાતિસૂચક શબ્દો કહી જાહેરમાં ગાળો પણ ભાંડી. આ મામલે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

    ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા સિંધાડા ગામમાં બની. પીડિત મહિલાનું નામ રમીલાબેન પરમાર છે અને તેઓ આ જ ગામમાં પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ એક ખાનગી ટ્રસ્ટમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા પ્રયત્ન કરે છે. ઘટનામાં આરોપી સાદિક ખાન પણ તેમના જ ગામમાં રહે છે અને માથાભારે ઇસમની છાપ ધરાવે છે.

    વાળ પકડી થપ્પડો મારી, છાતી પાસેથી કપડાં ખેંચ્યાં

    પીડિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ઘટના શનિવારે (27 જુલાઈ, 2024) ઘટી હતી. FIRમાં તેમણે જણાવ્યું છે કે, નોકરી કર્યા બાદ જ્યારે તેઓ તેમના માનેલા ભાઈ ગમન ભરવાડ સાથે બાઈક પર બેસીને ઘરે પરત આવી રહ્યાં હતાં, ત્યારે સાંજે સાડા સાત વાગ્યાના સુમારે કેમિકલ ફેક્ટરી પાસે સાદિક એક કાર લઈને ધસી આવ્યો હતો. તેની સાથે અન્ય એક વ્યક્તિ પણ હતો, જેની ઓળખ નથી કરી શકાઈ. બાઈક રોક્યા બાદ સાદિક નજીક આવતાં મહિલાએ તેમને અટકાવવાનું કારણ પૂછ્યું હતું. પરંતુ આરોપ છે કે તેણે કોઈ પણ જવાબ આપ્યા વગર જ તેના વાળ પકડીને થપ્પડો મારવાનું શરૂ કરી દીધું હતું.

    - Advertisement -

    અચાનક હુમલા બાદ ગમન ભરવાડે વચ્ચે પડીને બચાવવા જતાં તેમના પર પણ હુમલો કરવામાં આવ્યો. ફરિયાદ અનુસાર, આ દરમિયાન સાદિકે પોતાની સાથે આવેલા વ્યક્તિને, ‘આને ગાડીમાં બેસાડ, આજે આની %ર^ ફા& નાખવી છે’ કહીને કૂર્તો ખેંચીને ગાડીમાં ઉપાડી જવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ દરમિયાન તેમણે બૂમાબૂમ કરતાં સાદિકે બંનેને છોડી મૂક્યા હતા અને ભાગી છૂટ્યો હતો. ફરિયાદ અનુસાર, જતાં-જતાં તેણે મહિલાને ધમકી આપીને કહ્યું હતું કે, “તું દુર્ગા વાહિનીનું કામ છોડી દેજે, આજે તો બચી ગઈ પણ ફરી હાથમાં આવીશ તો જાનથી મારી નાખીશ.” આટલું કહીને બંને ત્યાંથી ભાગી છૂટ્યા હતા.

    એટ્રોસિટી સહિત BNSની કલમો હેઠળ ગુનો દાખલ, પોલીસે કહ્યું- કાર્યવાહી ચાલી રહી છે

    ઘટના બાદ દુર્ગા વાહિની સેવિકા રમીલાએ પરિજનોને જાણ કરતાં તેઓ સ્થળ પર દોડી આવ્યાં હતાં. ત્યારબાદ તેમણે સાંતલપુર પોલીસ સ્ટેશને પહોંચીને આ મામલે ફરિયાદ નોંધાવતાં પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમો 115(2), 125(2), 296(B), 351(2) અને 54 તેમજ એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(R), 3(1)(S) અને 3 (2)(V) અંતર્ગત અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

    આ મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ સાંતલપુર પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે માહિતી આપતાં જણાવ્યું હતું કે, હાલ કાર્યવાહી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી આરોપીની ધરપકડ નથી થઈ શકી. તેની સાથે રહેલા અન્ય અજાણ્યા વ્યક્તિની પણ ઓળખ નથી થઈ શકી. આ મામલે તપાસ પાટણ SC/ST સેલને સોંપવામાં આવી છે. વહેલી તકે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવશે.

    પરિવારે ઑપઇન્ડિયા સમક્ષ ઠાલવી વ્યથા, કહ્યું- આ કોઈ પ્રથમ ઘટના નથી

    બીજી તરફ ઘટના વિશે વધુ જાણવા ઑપઇન્ડિયાએ પીડિત મહિલાનાં મોટાં બહેન ભગવતી પરમાર સાથે વાત કરી હતી. ભગવતી પણ વિશ્વ હિંદુ પરિષદ અને દુર્ગા વાહિનીમાં સક્રિય કાર્યકર્તા છે. તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “ગઈકાલે બહેનને નોકરી પરથી આવવામાં મોડું થતાં મેં ગામમાં જ રહેતા અને અમારા માનેલા ભાઈને તેમને લેવા મોકલ્યા હતા. આ દરમિયાન સાદિક તેમની પાછળ હતો અને વિડીયો બનાવી રહ્યો હતો. તેનો આશય બાઈક પર આવી રહેલા મારા ભાઈ-બહેનનો વિડીયો બનાવીને બદનામ કરવાનો હતો. એટલે મારી બહેને તેને વિડીયો ન બનાવવા કહ્યું હતું. આ સાંભળી તેણે ગાડી આંતરીને તેમને ઉભા રાખ્યા અને બહેનને મારવાનું શરૂ કરી દીધું.”

    તેમણે કહ્યું કે, “આ વિડીયો તો એક બહાનું હતું. મૂળ તે લોકોને અમારા દુર્ગા વાહિની અને વિશ્વ હિંદુ પરિષદમાં કામ કરવા સામે વાંધો છે. છેલ્લા 15 દિવસથી અમને લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. તેણે સ્પષ્ટ ધમકી આપી હતી કે હિંદુત્વનું કામ છોડી દેજો નહિતર જાનથી મારી નાખીશ. પોલીસે એટ્રોસિટી સહિતના ગુના નોંધી FIR તો કરી છે, પણ હજુ ધરપકડ નથી કરવામાં આવી. અમારા સંગઠનો અમારી સાથે છે અને કેસને લઈને બેઠકો ચાલી રહી છે.”

    ગામમાં માથાભારે મુસ્લિમોની ખૂબ હેરાનગતિ છે: સ્વયંસેવિકા

    ભગવતી પરમારે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, ગામમાં 50% ઉપર મુસ્લિમોની વસ્તી છે અને સરપંચ પણ એમના છે. તેમણે એમ પણ કહ્યું કે મંદિરમાં આરતી, હનુમાન ચાલીસા, નવરાત્રીઓ કે પછી રામનવમી સહિતના તહેવારોની ઉજવણીમાં તે લોકોની કનડગત કાયમ હોય છે. તેમણે કહ્યું કે, “અમે જેટલા પણ હિંદુ યુવક યુવતીઓ સંગઠનમાં કામ કરીએ છીએ, તેમને ગામના મુસ્લિમો સંગઠન છોડી દેવા ધમકાવતા રહે છે. તેમનો ખૌફ એટલો છે કે કોઈ તેમના વિરુદ્ધ નથી બોલતું. હિંદુઓને ઘરમાં પુરાઈ રહેવું પડે છે. અમારા ગામમાં હનુમાન ચાલીસા કરવા પર પણ માર મારવામાં આવે છે.”

    સરપંચ પણ એમના, અમને હડધૂત કરે છે

    તેમણે જણાવ્યું કે, “ગામમાં હિંદુ મહિલાઓની હાલત સહુથી કફોડી છે. વર્ષોથી અમને પ્રતાડિત કરવામાં આવી રહ્યાં છે. અમને સતત કહેવામાં આવે છે કે કાં તો તમે હિંદુ સંગઠનના કામ છોડી દો, કાં તો ગામ છોડી દો. લોકો ડરના માર્યા ફરિયાદ કરતા પણ ખચકાય છે. માહોલ એવો છે કે હિંદુઓએ શ્વાસ પણ એમને પૂછીને લેવો પડે છે. તેઓ અતિશય માથાભારે છે અને હથિયારો પણ રાખે છે. અમારા સરપંચનું નામ મહેબૂબ ભાઈ છે. અમે તેમને અનેક વાર રજૂઆત કરી છે, પણ તેઓ મુસ્લિમોનો પક્ષ લઈને ઉંધા અમને હડધૂત કરે છે. લવ જેહાદ અને પ્રતાડના તો ગામમાં સામાન્ય થઈ ગયું છે. થોડા સમય પહેલાં જ ગામની જ એક યુવતીને કપડાં ઉતારીને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. તે સમયે પણ રામનવમીની શોભાયાત્રાની દાઝ રાખીને ઉકરડાના નામે માર મારવામાં આવ્યા હતા.”

    ઘટનાથી હિંદુ સંગઠનોમાં આક્રોશ

    બીજી તરફ, પાટણના દુર્ગા વાહિનીની સ્વયંસેવિકા પર હુમલો થવાની ઘટના સામે આવ્યા બાદ ગુજરાતના વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગા વાહિની સહિતનાં હિંદુ સંગઠનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ઘટનાને લઈને તાત્કાલિક અલગ-અલગ જગ્યાએ બેઠકોના દોર શરૂ થઈ ગયા છે. આ મામલે સંગઠન ન્યાયની માંગ સાથે વિવિધ કાર્યક્રમો કરવા પણ જઈ રહ્યું છે. ટૂંક સમયમાં જ સાધુ સંતો પીડિત પરિવારની મુલાકાત લેશે અને તેમને ન્યાય અપાવવા હનુમાન ચાલીસાના પાઠ સહિત જાહેર કાર્યક્રમો કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં