કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે (21 જુલાઈ) મહારાષ્ટ્રના પુણેની મુલાકાતે હતા. પુણેમાં તેમણે એક જાહેર જનસભાને પણ સંબોધિત કરી હતી. દરમિયાન તેમણે મહારાષ્ટ્રના મહાવિકાસ અઘાડી ગઠબંધન પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે મહાવિકાસ અઘાડીને ‘ઔરંગઝેબ ફેન ક્લબ’ ગણાવ્યું હતું અને ઉદ્ધવ ઠાકરેને તે ફેન ક્લબના નેતા ગણાવ્યા હતા. આ સાથે જ અમિત શાહે શરદ પવાર પર પણ આકરા પ્રહાર કર્યા હતા. આ સાથે જ તેમણે સંબોધન દરમિયાન 26/11ના આતંકી હુમલાને પણ યાદ કર્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પુણેની મુલાકાત પર હતા. દરમિયાન તેમણે ભાજપના રાજ્ય સંમેલન કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. તેમણે શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કર્યો હતો. તેમણે મહાવિકાસ અઘાડીને ‘ઔરંગઝેબ ફેન ક્લબ’ ગણાવીને કહ્યું કે, “દેશની સુરક્ષાને આ ઔરંગઝેબ ફેન ક્લબ’ સુનિશ્ચિત ના કરી શકે.” તેમણે વધુમાં કહ્યું કે, “પોતાને બાલાસાહેબના વારસદાર કહેનારા ઉદ્ધવજી, 26/11ના હુમલાના આતંકી કસાબને બિરયાની ખવડાવનારાની સાથે બેઠા છે.”
#WATCH | Pune: Union HM Amit Shah says, "…This Aurangzeb Fan Club cannot ensure the security of the country. Who is this Aurangzeb Fan Club? It is (Maha Vikas) Aghadi and Uddhav Thackeray is the leader of the Aurangzeb Fan Club. Uddhav Thackeray who calls himself Balasaheb's… pic.twitter.com/llpjSWuPqX
— ANI (@ANI) July 21, 2024
અમિત શાહે આરોપ લગાવ્યો કે, ઠાકરેનું ગઠબંધન તે લોકો સાથે જે, જે 1993ના મુંબઈ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટના દોષી આતંકી યાકુબ મેમણ માટે માફીની માંગણી કરતાં હતા. તેમણે વધુમાં કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેને તેવા લોકો સાથે બેસતા શરમ આવવી જોઈએ, જે કસાબને બિરિયાની પીરસે છે, જે યાકુબ મેમણ માટે માફી ચાહે છે, જે ઝાકિર નાઇકને શાંતિદૂતનો પુરસ્કાર આપે છે અને જે PFIનું સમર્થન કરે છે. આ સાથે જ શાહે વધુમાં કહ્યું કે, “સંભાજીનગરનો વિરોધ કરનારાના ખોળામાં પણ ઉદ્ધવ ઠાકરે બેસી ગયા છે.”
તેમણે વધુમાં કહ્યું કે, “આ ‘ઔરંગઝેબ ફેન ક્લબ’ મહારાષ્ટ્ર અને દેશને સુરક્ષિત કરી શકે છે કે? દેશને સુરક્ષા માત્ર અને માત્ર ભારતીય જનતા પાર્ટી જ આપી શકે છે. મહારાષ્ટ્રને સુરક્ષા માત્ર અને માત્ર ભાજપ જ આપી શકે છે.” આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શરદ પવાર પર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, શરદ પાવર ભ્રષ્ટાચારના નેતા છે. તેમણે કહ્યું કે, “શરદ પવાર ખોટા દાવા કરીને ચૂંટણી જીતવા માંગે છે. તેઓ ભ્રષ્ટ્રાચાર વિશે બોલે છે, પરંતુ ભારતીય રાજકારણમાં ભ્રષ્ટાચારના સૌથી મોટા નેતા શરદ પવાર છે.” ઉપરાંત તેમણે કોંગ્રેસને પણ આડેહાથ લીધી હતી.