મહારાષ્ટ્રની મહિલા તાલીમાર્થી IAS પૂજા ખેડકરના કૌભાંડોના ખુલાસા બાદ હવે તેના માતા-પિતા વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. ગુરુવારે સવારે (18 જુલાઈ) પોલીસે તેની માતા મનોરમા ખેડકરને મહાડની એક હોટલમાંથી અટકાયતમાંધરપકડ કરી લીધી છે. આ સાથે જ તેના પિતા દિલીપ ખેડકર અંગે માહિતી સામે આવી છે કે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) તેમની સામે તપાસ કરી રહી છે. તેમના પર નોકરી દરમિયાન બે વખત લાંચ લેવાનો આરોપ છે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, મનોરમા ખેડકર, જેના પર ખેડૂતોને ધમકાવવાનો આરોપ છે, તેમના વિશે પુણે ગ્રામીણ એસપી પંકજ દેશમુખે કહ્યું કે તેમણે પૂજા ખેડકરની (Puja Khedkar) માતા મનોરમાને મહાડથી ધરપકડ કરીને કસ્ટડીમાં લીધી છે. તે એક હોટલમાં મળી આવી હતી. પોલીસ તેને પૂછપરછ માટે લાવી રહી છે. ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં મનોરમા ખેડકર પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે અને પત્રકારો તેને સવાલ કરી રહ્યા છે કે તેણે ખેડૂતોને કેમ ધમકી આપી હતી. વિડીયોમાં મનોરમા પોતાનો ચહેરો ઢાંકીને પોલીસ સાથે જતી જોઈ શકાય છે.
#WATCH | Maharashtra | Manorama Khedkar, who was detained from Mahad, brought to Pune
— ANI (@ANI) July 18, 2024
She is the mother of IAS trainee Puja Khedkar. She is facing action after she was seen pointing a pistol at farmers in a purported viral video. pic.twitter.com/gUGa4nTzLG
દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ મનોરમા નામ બદલીને ખેડકર મહાડની એક હોટલમાં રોકાઈ હતી. તેની સાથે એક છોકરો પણ હતો. તેણે આ છોકરાને પોતાનો દીકરો કહ્યો. બંનેએ ₹1000માં હોટલનો રૂમ લીધો હતો. બાદમાં બંને જમવા પણ આવ્યા ન હતા. હોટલના માલિકે જણાવ્યું કે તેની પાસે એક જ બેગ હતી અને તેણે રૂમમાં પ્રવેશતાની સાથે જ તેને લોક કરી દીધો હતો. જોકે બાદમાં રાત્રે 2 વાગ્યાની આસપાસ પોલીસે આવીને તેમની અટકાયત કરી હતી.
પૂજાના પિતાએ 2 વાર લીધી હતી લાંચ, તપાસ હજુ પણ ચાલુ
પૂજા ખેડકરના પિતા વિશે વાત કરીએ તો તે હજુ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તેમને શોધી રહી છે. દરમિયાન એવી માહિતી મળી છે કે હાલમાં વંચિત બહુજન અઘાડીના નેતા એવા દિલીપ ખેડકરને વહીવટી અધિકારી હોવા છતાં ભ્રષ્ટાચારના કેસમાં બે વખત સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એકવાર 2018માં અને એકવાર 2020માં. આ સિવાય 2015માં લગભગ 300 જેટલા નાના વેપારીઓએ તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તે તેમને બિનજરૂરી હેરાન કરતા હતા.
2018માં, જ્યારે દિલીપ ખેડકર પ્રાદેશિક અધિકારી તરીકે કામ કરતા હતા, ત્યારે સ્થાનિક સો મિલ અને લાકડાના વેપારી સંગઠને તેમની સામે ફરિયાદ નોંધાવી હતી કે તેમણે તેમની વીજળી અને પાણી પુનઃસ્થાપિત કરવા માટે ₹25,000 થી ₹50,000ની લાંચ માંગી હતી . આ પછી, 2019માં, તેના પર એક કંપની પાસેથી ₹20 લાખની માંગ કરવાનો આરોપ લાગ્યો. એન્ટી કરપ્શન બ્યુરો તેમની સામેના આરોપોની તપાસ કરી રહી છે. તેની કાર, તેની મિલકત તમામ તપાસ હેઠળ છે. આ ઉપરાંત દિલીપ ખેડકર એક વખત 6-7 મહિના સુધી જાણ કર્યા વગર ગુમ થયા હોવાનું પણ બહાર આવ્યું છે.