Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતજામનગર બાદ હવે વડોદરાના કરનાળીની આંગણવાડીનો વિડીયો વાયરલ, હિંદુ બાળકોનાં માથા પર...

    જામનગર બાદ હવે વડોદરાના કરનાળીની આંગણવાડીનો વિડીયો વાયરલ, હિંદુ બાળકોનાં માથા પર રૂમાલ બાંધીને નમાજ પઢતાં શીખવાયું: ભાજપ MLA સહિત હિંદુઓનો વિરોધ

    ઘટનાના પગલે ભાજપ ધારાસભ્યએ કહ્યું કે, "જવાબદારો સામે કાયદેસરના પગલાં લેવા પડશે. ગુજરાતમાં કોઈ આંગણવાડીને મદરેસા નહી બનવા દેવાય. આંગણવાડીઓ ખૂલતાં જ આના પર એક્શન લેવામાં આવશે અને જો નહીં લેવામાં આવે તો અમે આ બાબતની ગંભીર નોંધ ગાંધીનગર સુધી લઈને જઈશું."

    - Advertisement -

    જામનગર બાદ હવે વડોદરાના કરનાળી આંગણવાડીમાં બાળકોને નમાજ પઢાવાતા વિવાદ સર્જાયો છે. હિંદુ બાળકોના માથા પર રૂમાલ બાંધીને ઈદની ઉજવણી કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક હિંદુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. આટલું જ નહીં, પરંતુ આ ઘટનાને લઈને વડોદરાના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ વિરોધ દર્શાવ્યો છે. ધારાસભ્યએ રાજ્યના શિક્ષણ મંત્રીને ઘટના વિશે જાણ કરી છે. આ ઉપરાંત તેમણે કહ્યું છે કે, આંગણવાડી કેન્દ્રોને મદરેસા નહીં બનવા દેવાય. તેમણે સમગ્ર મામલે કાર્યવાહીની માંગ કરી છે.

    મળતી માહિતી અનુસાર, વડોદરાના ડભોઈ સ્થિત કરનાળી આંગણવાડીમાં બાળકોને નમાજ પઢાવવામાં આવી છે. અભ્યાસક્રમમાં ઈદનો પાઠ ન હોવા છતાં હિંદુ બાળકો પાસે આ રીતની ઉજવણી કરાવવામાં આવી હોવાથી હિંદુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. આરોપ છે કે, આંગણવાડી સંચાલકે બાળકોના માથા પર રૂમાલ બંધાવીને ઈદની ઉજવણી કરી હતી અને તે દરમિયાન નમાજ પણ પઢતા શીખવ્યું હતું. સ્થાનિક હિંદુ સંગઠનોએ શિક્ષણ અધિકારીને આ ઘટના વિશેની રજૂઆત કરીને તાત્કાલિક કાર્યવાહીની માંગણી કરી છે.

    સમગ્ર મામલે ધારાસભ્ય શૈલેષ મહેતાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, કરનાળી લાખો હિંદુઓની આસ્થાનું ધામ છે. અહીં આંગણવાડીમાં શુક્રવારે (12 જુલાઈ ) નાના બાળકોને ઈદ અને નમાજ શીખવવામાં આવી હતી. માથા પર રૂમાલ બાંધીને નાના બાળકોને નમાજ પઢાવવાનો પ્રયાસ થયો હતો. આ ઘટના ખૂબ જ દુઃખદ છે. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું છે કે, આ ઘટના ધ્યાને આવતા તરત જ તેમણે કલેકટર, DDO, ડભોઈ પ્રાંત અધિકારી વગેરેનો સંપર્ક કરીને માહિતી આપી હતી. તે સિવાય તેમણે રાજ્યના શિક્ષણ મંત્રીને વોટ્સએપ દ્વારા રજૂઆત કરી હતી.

    - Advertisement -

    તેમણે વધુમાં કહ્યું કે, “ઘટનાને પગલે મુખ્યમંત્રીના પર્સનલ સેક્રેટરીને પણ અમે જાણ કરી હતી. આ બાબત ખૂબ જ ગંભીર છે. કુમળી વયના બાળકોને અન્ય ધર્મનું જ્ઞાન આપવું, ખૂબ ગંભીર ઘટના છે. આંગણવાડીમાં બાળકો શિક્ષણ માટે જાય છે, ત્યાં ધર્મના જ્ઞાનની જરૂરિયાત નથી. જેને ધર્મનું શિક્ષણ લેવું હોય તે મુસ્લિમ હશે તો મદરેસામાં જશે. પરંતુ આંગણવાડીઓને મદરેસા બનાવવાનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે, તે સહન નહીં કરી શકાય. જામનગરની આંગણવાડીમાં પણ આ રીતનું થયું હતું. આ ગંભીર બાબત છે, સરકારે પણ આને ગંભીરતાથી લેવું પડશે. જવાબદારો સામે કાયદેસરના પગલાં લેવા પડશે. ગુજરાતમાં તો કોઈ આંગણવાડીને મદરેસા નહી બનવા દેવાય. સોમવારે આંગણવાડીઓ ખૂલતાં જ આના પર એક્શન લેવામાં આવશે અને જો નહીં લેવામાં આવે તો અમે આ બાબતની ગંભીર નોંધ ગાંધીનગર સુધી લઈને જઈશું.”

    નોંધવા જેવુ છે કે, આ પહેલાં જામનગરના સોનલનગર સ્થિત આંગણવાડીમાં પણ આવી જ ઘટના સામે આવી હતી. આંગણવાડીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં સંચાલક બાળકોને ઈદ વિશે શિક્ષણ આપી રહ્યા હતા અને બાળકોને નમાજ પઢાવી રહ્યા હતા. આટલું જ નહીં, પરંતુ બાળકો પાસે ‘યા હુસૈન’ના નારા પણ લગાવડાવ્યા હતા. સંચાલક બાળકોને ઈદના દિવસે બિરિયાની બનાવીને, વહેલા ઊઠીને મસ્જિદમાં જઈ નમાજ પઢવા માટે પણ પ્રેરી રહ્યા હતા. આ ઘટનાના પગલે પણ હિંદુ સંગઠનોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને કાર્યવાહીની માંગણી કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં