Friday, October 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉમરાહની આડમાં સાઉદી આરબ જઈને ભીખ માંગતા હજારો 'પાકિસ્તાની ભિખારીઓ'ના પાસપોર્ટ થશે...

    ઉમરાહની આડમાં સાઉદી આરબ જઈને ભીખ માંગતા હજારો ‘પાકિસ્તાની ભિખારીઓ’ના પાસપોર્ટ થશે બ્લોક: સાઉદી અરેબિયાએ પહેલાં જ આપી હતી ચેતવણી

    પાકિસ્તાનના સ્થળાંતર અને માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સચિવ ઝુલ્ફીકાર હૈદરે કુશળ અને અકુશળ કામદારોના પાકિસ્તાન છોડવાના મુદ્દા પર સેનેટ પેનલમાં ચર્ચા દરમિયાન એ વાતનો ખુલાસો કર્યો હતો કે, અન્ય દેશોમાં પકડાયેલા ’90 ટકા ભિખારીઓ’ પાકિસ્તાની મૂળના છે.

    - Advertisement -

    પાકિસ્તાની સરકારે તાજેતરમાં જ એક નિર્ણય લીધો છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, પાકિસ્તાની સરકારે ઉમરાહની આડમાં સાઉદી આરબ જઈને ભીખ માંગી રહેલા 2000 જેટલા પાકિસ્તાની ભિખારીઓના પાસપોર્ટ બ્લોક કરવાનો નિર્ણય લીધો છે. આ લોકો ઉમરાહ યાત્રાના બહાને સાઉદી આરબમાં જઈને ભીખ માંગતા હતા. માત્ર આટલું જ નહીં, પરંતુ તે લોકો વિદેશમાં જઈને ચોરી સહિતના અનેક ગુનાઓ આચરતા હતા. આ બાબતને ધ્યાને રાખીને સાઉદી આરબે ગયા વર્ષે જ પાકિસ્તાન સરકારને ચેતવણી આપી હતી. ત્યારબાદ પાકિસ્તાનની આખી દુનિયા સામે ભારે ફજેતી થઈ હતી.

    પાકિસ્તાની મીડિયા Dawn અનુસાર, ઉમરાહની આડમાં સાઉદી આરબ જઈ રહેલા પાકિસ્તાની ભિખારીઓ આખા દેશને દુનિયામાં બદનામ કરી રહ્યા છે. જેના કારણે તેમના પાસપોર્ટ 7 વર્ષ માટે બ્લોક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે સાઉદી આરબ સુધી પહોંચાડનારા એજન્ટોના પાસપોર્ટ પણ બ્લોક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોટા ભાગના ભિખારીઓ ઉમરાહના નામે સાઉદી આરબમાં જઈને ભીખ માંગે છે અને ચોરી જેવા ધંધા કરે છે. તેથી આવા તમામ પાકિસ્તાની ભિખારીઓના પાસપોર્ટ બ્લોક કરવાનો નિર્ણય થયો છે.

    પાકિસ્તાની મીડિયા અનુસાર, ભીખ માંગવા માટે વિદેશ જનારા પાકિસ્તાની નાગરિકોના ડેટા એકત્રિત કરવામાં આવ્યા છે અને ગૃહ મંત્રાલય તથા વિદેશ મંત્રાલય દ્વારા સંયુકત રીતે આ અંગે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નોંધવા જેવુ છે કે, પાકિસ્તાનના સ્થળાંતર અને માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સચિવ ઝુલ્ફીકાર હૈદરે કુશળ અને અકુશળ કામદારોના પાકિસ્તાન છોડવાના મુદ્દા પર સેનેટ પેનલમાં ચર્ચા દરમિયાન એ વાતનો ખુલાસો કર્યો હતો કે, અન્ય દેશોમાં પકડાયેલા ’90 ટકા ભિખારીઓ’ પાકિસ્તાની મૂળના છે. મક્કામાં મસ્જિદ અલ-હરમ જેવા ઇસ્લામના પાક સ્થળો પર પકડાયેલા મોટા ભાગના ખિસ્સાકાતરુઓ પાકિસ્તાની નાગરિકો હોવાનો પણ તેમણે ખેદ વ્યક્ત કર્યો હતો.

    - Advertisement -

    ગયા વર્ષે પાકિસ્તાનના એરપોર્ટ પરથી 16 ભિખારીઓ ઝડપાયા હતા

    નોંધનીય છે કે, ઓકટોબર, 2023માં પાકિસ્તાની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA)એ ઉમરાહ સિઝન દરમિયાન મુલતાન એરપોર્ટ પરથી સાઉદી આરબ જતી ફ્લાઇટમાંથી યાત્રાળુઓના વેશમાં આવેલા 16 ભિખારીઓને બહાર ઉતાર્યા હતા. આ 16 લોકોમાં 11 મહિલાઓ, 4 પુરુષો અને એક બાળક હતા. આ લોકો ઉમરાહના વિઝા પર સાઉદી આરબની મુસાફરી કરવા માંગતા હતા. ઇમિગ્રેશન પ્રક્રિયા દરમિયાન FIAના અધિકારીઓએ તે મુસાફરોની પૂછપરછ કરી હતી, જેમાં તે લોકોએ સાઉદી આરબમાં ભીખ માંગવા જતાં હોવાનું કબૂલ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જ સમાચાર સામે આવ્યા હતા કે, સાઉદી આરબમાં 90% ભિખારીઓ પાકિસ્તાની છે. ઘણા પાકિસ્તાની ભિખારીઓ ઉમરાહના બહાને વિદેશોમાં પ્રવેશ મેળવીને પાકીટમારી કરતાં હોવાનું સાઉદી આરબે જણાવ્યું હતું. સાઉદી આરબે કહ્યું હતું કે, પાકિસ્તાની ખિસ્સાકાતરુના કારણે તેની જેલો ઉભરાઈ ગઈ છે. સાઉદી આરબ છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાથી આવતા ભિખારીઓની વધતી જતી સંખ્યાને લઈને ચિંતિત છે. તેણે પાકિસ્તાનને આ અંગે કાર્યવાહી માટેની ચેતવણી પણ આપી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં