Friday, November 22, 2024
More
    હોમપેજદેશહાથરસમાં 130ના મોત: 'ભોલે બાબા'ના સત્સંગમાં બફારાને કારણે અનિયંત્રિત થઈ ભીડ, કથાવાચકના...

    હાથરસમાં 130ના મોત: ‘ભોલે બાબા’ના સત્સંગમાં બફારાને કારણે અનિયંત્રિત થઈ ભીડ, કથાવાચકના કાફલાને રસ્તો આપવા ટોક્યો હતો તરફનો આખો રસ્તો

    સત્સંગ પૂરો થયા પછી ટોળું પોતપોતાના ઘેર જવા નીકળી રહ્યું હતું. આ દરમિયાન કથાકાર પણ બહાર આવવા લાગ્યા હતા. તેમને રસ્તો આપવા માટે એક તરફના ટોળાને રોકવામાં આવ્યું હતું. જે તરફ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો તે બાજુ પાછળથી લોકોનના ધક્કા આગળ ઉભેલા ભક્તો પર વધવા લાગ્યા હતા.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં એક સત્સંગ દરમિયાન થયેલી ભાગદોડમાં લગભગ 130 લોકોના મોત નીપજ્યા છે. ઘટનામાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. મૃતકોમાં મહિલાઓ અને નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. ભાગદોડનું પ્રાથમિક કારણ કથાકારના કાફલાને રસ્તો આપવા ભીડને એક તરફ રોકવાનું કહેવામાં આવી રહ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સીએમ યોગી આદિત્યનાથે ઘટનાને લઈને દુઃખ જતાવ્યું છે. તેમણે પ્રદેશના સચિવ અને ડીજીપીને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવકાર્યમાં ઝડપ લાવવા નિર્દેશ આપ્યા છે.

    દૈનિક જાગરણના અહેવાલ અનુસાર, આ ઘટના હાથરસના સિકંદરારાઉ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. મંગળવારે (2 જુલાઈ, 2024) અહીંના એટા રોડના ફૂલરાય ગામમાં એક મોટા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હજારો લોકો હાજર રહ્યા હતા. સત્સંગ પૂરો થયા પછી ટોળું પોતપોતાના ઘેર જવા નીકળી રહ્યું હતું. આ દરમિયાન કથાકાર પણ બહાર આવવા લાગ્યા હતા. તેમને રસ્તો આપવા માટે એક તરફના ટોળાને રોકવામાં આવ્યું હતું. જે તરફ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો તે બાજુ પાછળથી લોકોના ધક્કા આગળ ઉભેલા ભક્તો પર વધવા લાગ્યા હતા.

    જણાવવામાં આવી રહ્યું છે કે થોડી જ વારમાં ત્યાં ભાગદોડમાં મચી ગઈ હતી. હજારો લોકોની ભીડને ત્યાં હાજર પ્રશાસન અને સુરક્ષા તંત્ર પણ સંભાળી શકી ન હતી. ભીડમાં રહેલા લોકો એકબીજાને કચડવા લાગ્યા. આ ભાગદોડના કારણે સ્થળ પર ગુંગળામણ અને બફારો વધી ગયો હતો. ખાસ કરીને મહિલાઓ અને બાળકો આ ભાગદોડનો પહેલો શિકાર બન્યા હતા. પરિસ્થિતિને સંભાળવા માટે વહીવટીતંત્ર ભારે ફોર્સ સાથે પહોંચ્યું હતું. જો કે ત્યાં સુધીમાં લગભગ 100 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જો કે સત્તાવાર રીતે અત્યાર સુધીમાં 60 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

    - Advertisement -

    આ સત્સંગ દરમિયાન થયેલી ભાગદોડમાં સેંકડો લોકો ઘાયલ પણ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં અનેકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની સંભાવના છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મુખ્ય સચિવ મનોજ સિંહ અને ડીજીપી પ્રશાંત કુમારને નિર્દેશ આપ્યો છે કે તેઓ તાત્કાલિક હાથરસ પહોંચે અને રાહત અને બચાવ કામગીરીની દેખરેખ રાખે. ઘટનાની તપાસ માટે એડીજી આગ્રા અને અલીગઢ વિભાગના કમિશનરને નિયુક્ત કરવામાં આવ્યા છે. તપાસ રિપોર્ટ 24 કલાકમાં રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં