Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ'જો અમેરિકાના કહેવા પર હમાસના અંત પહેલાં યુદ્ધ અટકાવ્યું તો સરકાર ઉથલાવી...

    ‘જો અમેરિકાના કહેવા પર હમાસના અંત પહેલાં યુદ્ધ અટકાવ્યું તો સરકાર ઉથલાવી દઇશ’: ઇઝરાયેલ સરકારના મંત્રીએ આપી ધમકી, કહ્યું- આવો સોદો મૂર્ખતાપૂર્ણ

    ઇઝરાયેલના મંત્રી બેન ગ્વિરની ગણતરી ઇઝરાયેલના સૌથી વધુ કટ્ટરવાદી નેતાઓમાં થાય છે. તેઓ અતિ રાષ્ટ્રવાદી સ્વભાવ ધરાવે છે. તેઓ પોતાના નિવેદનોને લઈને પણ અનેકવાર વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. આ સાથે તેમની પાર્ટી પણ દક્ષિણપંથી ઓળખ સાથે આગળ વધી રહી છે.

    - Advertisement -

    અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને શનિવારે (1 જૂન, 2024) વ્હાઇટ હાઉસ ખાતે એક મહત્વકાંક્ષી ભાષણ આપ્યું હતું. તે દરમિયાન તેમણે કહ્યું હતું કે, હવે ઇઝરાયેલ-હમાસ યુદ્ધને પૂર્ણ કરવાનો સમય આવી ચૂક્યો છે. ઇઝરાયેલ સિઝફાયર પ્લાન પર સંમતિ આપી ચૂક્યું છે. તેમના આ ભાષણને હજુ અમુક કલાકો જ થઈ હતી કે, ઇઝરાયેલ સરકારના નેશનલ સિક્યુરિટી મિનિસ્ટર બેન ગ્વિર ઈતમારની ધમકી પણ આવી ગઈ હતી. ઇઝરાયેલ સરકારના મંત્રીએ કહ્યું છે કે, જો હમાસના અંત પહેલાં યુદ્ધ અટકાવ્યું તો તેઓ સરકાર ઉથલાવી દેશે.

    ઇઝરાયેલ સરકારના મંત્રી બેન ગ્વિર ઈતમારે નેતન્યાહુ સરકાર સાથેના ગઠબંધનને તોડવાની ધમકી આપી છે. યહૂદી પાવર પાર્ટીના અતિરાષ્ટ્રવાદી અને જમણેરી પ્રમુખ તથા ઇઝરાયેલ સરકારના મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે, “જો અમેરિકાના કહેવા પર હમાસના અંત પહેલાં યુદ્ધ અટકાવ્યું તો સરકાર ઉથલાવી દઇશ. યુદ્ધને પૂર્ણ કરવાનો આ સોદો મૂર્ખતાપૂર્ણ, આતંકવાદની જીત અને ઇઝરાયેલની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમરૂપ બનશે. જો આવું થયું તો ગઠબંધન સરકારને તોડી પાડવામાં આવશે.”

    PM નેતન્યાહૂની ગઠબંધન સરકાર પાસે 120 સીટવાળી નેસેટ (ઈઝરાયેલની સંસદ)માં 64 સાંસદો છે. નેસેટમાં કોઈપણ ખરડો પસાર કરવા માટે, તેને 61 સાંસદોના સમર્થનની જરૂર છે. બીજી તરફ બેન ગ્વિરની યહૂદી પાવર પાર્ટીના નેસેટમાં 14 સાંસદો છે, જેનો અર્થ છે કે તે સરળતાથી સરકારને તોડી શકે છે. નોંધનીય છે કે, બેન ગ્વિર અને નાણા મંત્રી બેઝલેલ સ્મોટ્રિચ હમાસ સાથેના કોઈપણ યુદ્ધવિરામ કરારનો સખત વિરોધ કરે છે. વ્હાઇટ હાઉસે આપેલા નિર્દેશો પર પણ તેમણે અનેક સવાલો ઊભા કર્યા છે.

    - Advertisement -

    કોણ છે ઇઝરાયેલ સરકારના મંત્રી બેન ગ્વિર?

    ઉલ્લેખનીય છે કે, બેન ગ્વિરની ગણતરી ઇઝરાયેલના સૌથી વધુ કટ્ટરવાદી નેતાઓમાં થાય છે. તેઓ અતિ રાષ્ટ્રવાદી સ્વભાવ ધરાવે છે. તેઓ પોતાના નિવેદનોને લઈને પણ અનેકવાર વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. આ સાથે તેમની પાર્ટી પણ દક્ષિણપંથી ઓળખ સાથે આગળ વધી રહી છે. તેઓ ઇઝરાયેલ પ્રત્યે વફાદારી અને મુસ્લિમોના ખાતમાંની વાત કરતાં રહે છે, જેથી તેઓ અનેકવાર વિવાદોમાં પણ સપડાયા છે. આ સાથે તેઓ વ્યવસાયે વકીલ પણ છે અને તેઓ એવા ઇઝરાયેલી નાગરિકોને મુક્ત કરવા માંગે છે, જેમણે પેલેસ્ટિયનોને ગોળી મારીને જેલમાં જવું પડ્યું હતું.

    વ્યવસાયે વકીલ બેન ગ્વિર યરૂશલમમાં અલ-અક્સા મસ્જિદ પાસે અવારનવાર નજરે ચડે છે. તેઓ મસ્જિદ પાસે જઈને વારંવાર એક જ નિવેદન આપે છે કે, “હું અહીં દેશ બચાવવા માટે આવ્યો છું. હું જેહાદીઓ વિરુદ્ધ અણનમ લડાઈ લડી રહ્યો છું.” આ નિવેદનને કારણે મસ્જિદ પાસે એક પેલેસ્ટિયન નાગરિકે તેમના પર પથ્થર ફેંક્યો હતો. જેને લઈને બેન ગ્વિરે પોતાની હેન્ડગન ઉઠાવી લીધી અને સુરક્ષાકર્મીઓને કહ્યું કે, તેઓ આસપાસ હાજર રહેલા તમામ આરબોની હત્યા કરી દે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં