Monday, November 25, 2024
More
    હોમપેજરાજકારણ‘પાછલી સરકારમાં ખોટમાં ચાલતી હતી પંજાબની વીજ કંપની, AAPના શાસનમાં ફ્રી વીજળી...

    ‘પાછલી સરકારમાં ખોટમાં ચાલતી હતી પંજાબની વીજ કંપની, AAPના શાસનમાં ફ્રી વીજળી આપ્યા પછી પણ નફામાં’: જે ખોટા દાવા કરીને ખુશ થયા કેજરીવાલ, તેના વિશે સાચી હકીકત જાણો 

    વર્ષ 2022ના માર્ચ મહિનામાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની અને ભગવંત માન મુખ્યમંત્રી બન્યા. વર્ષ 2022-2023ના પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડનાં નફા-નુકસાન જોઈએ તો જાણવા મળે છે કે આ વર્ષમાં ₹4,775.93 કરોડ રૂપિયાનું નુકસાન ગયું હતું. 

    - Advertisement -

    બુધવારે (29 મે) જામીન પર બહાર આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક પોસ્ટ કરીને પંજાબની આમ આદમી પાર્ટીની સરકારનાં ભરપૂર વખાણ કર્યાં. એક ન્યૂઝ રિપોર્ટ ટાંકીને કેજરીવાલે કહ્યું કે, જે પંજાબની વીજ કંપની પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ પાછલી સરકારોમાં નુકસાન વેઠી રહી હતી તે હવે AAP સરકારમાં ₹900 કરોડનો નફો મેળવી રહી છે. સાથે એમ પણ લખ્યું કે મફત વીજળી આપ્યા બાદ પણ આ પરિસ્થિતિ છે. જે માટે તેમણે AAP સરકારને અને ભગવંત માનને અભિનંદન પાઠવ્યા. 

    કેજરીવાલે એક રિપોર્ટ ટાંક્યો છે, જેની હેડલાઇન છે- ‘PSPCL નુકસાનમાંથી ફાયદો કરતી ફર્મ બની, ₹900 કરોડની કમાણી કરી.’ અહીં PSPCL એટલે પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ. કેજરીવાલે રિપોર્ટને ટાંકીને લખ્યું કે, ‘પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ 900 કરોડના ફાયદામાં આવી ગયું. પાછલી સરકારમાં જે નુકસાન વેઠી રહ્યું હતું તે આજે ફ્રી વીજળી આપ્યા બાદ પણ ફાયદામાં છે. આ પરિણામો છે AAP સરકારની ઇમાનદાર મહેનતનાં. આ શાનદાર ઉપલબ્ધિ માટે હું પંજાબના 3 કરોડ લોકો અને ભગવંત માનજીને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ આપું છું.’ 

    અહીં કેજરીવાલના દાવામાં દેખાય એવું સત્ય નથી અને ઘણી બાબતો બીજું કશું નહીં પણ જુઠ્ઠાણું છે. તેમનો એ દાવો ખોટો છે કે AAP સરકાર આવ્યા બાદ PSPCL કમાણી કરતું થયું છે. એ વાત સાચી છે કે ગત વર્ષે નુકસાન વેઠ્યા બાદ કંપનીએ આ વર્ષે કમાણી કરીને નફો મેળવ્યો છે. પણ હકીકત એ પણ છે કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની તે પહેલાં કંપની આનાથી વધુ નફો મેળવતી હતી. કોંગ્રેસની સરકાર હતી ત્યારે કંપની નફામાં હતી, પછીથી પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી તો પહેલાં વર્ષે નુકસાન જ વેઠવું પડ્યું હતું. 

    - Advertisement -

    વર્ષ 2022ના માર્ચ મહિનામાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની અને ભગવંત માન મુખ્યમંત્રી બન્યા. વર્ષ 2022-2023ના પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડનાં નફા-નુકસાન જોઈએ તો જાણવા મળે છે કે આ વર્ષમાં ₹4,775.93 કરોડ રૂપિયાનું નુકસાન ગયું હતું. 

    અહીં મહત્વની વાત એ છે કે પંજાબમાં AAPની સરકાર બની તે પહેલાં કંપનીએ આગલાં 2 વર્ષ નફો મેળવ્યો હતો. કોંગ્રેસ સરકાર વખતે 2020-21માં કંપનીએ ₹1446.10 કરોડ અને 2021-22માં ₹1069.21 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 

    આનો અર્થ એ થયો કે એમ આદમી પાર્ટીની સરકાર આવી ત્યારબાદ જે PSPCL ₹1,069.21નો નફો મેળવી રહી હતી, તે કંપનીએ ₹4,775.93 કરોડના નુકસાનનો સામનો કરવો પડ્યો. જે બહુ મોટો ફેરફાર છે. જોકે, વર્ષ 2018-19 અને 2020-21માં કંપનીને નુકસાન ગયું હતું. પણ તે દર્શાવે છે કે વિવિધ વર્ષોમાં કંપનીના નફા-નુકસાનમાં વધઘટ થતી રહી છે. પણ કેજરીવાલનો જે દાવો છે કે AAP સરકાર આવ્યા પછી કંપની પ્રોફિટ કરતી થઈ તે તદ્દન ખોટો અને પાયાવગરનો છે. AAP સરકાર આવી તે પહેલાં પણ કંપની નફો મેળવી રહી હતી. 

    આ સિવાય કેજરીવાલે અન્ય એક દાવો એવો કર્યો છે કે PSPCL મફત વીજળી આપીને પણ નફો મેળવી રહી છે. જે પણ ખોટો છે. કારણ કે મફત વીજળી PSCPL નથી આપી રહી, પણ પંજાબ સરકાર જેટલી વીજળી વપરાય તેટલો ચાર્જ કંપનીને ચૂકવે છે. પંજાબમાં વીજળી પર જે સબસિડી મળે છે તેનો શુલ્ક રાજ્ય સરકારે વીજ કંપનીને ચૂકવવો પડે છે. તેનું ફન્ડિંગ રાજ્ય સરકારે કરવું પડે છે, વીજ કંપનીઓ કરતી નથી. એટલે કે ગ્રાહકોને વીજળી પર જે સબસિડી આપવામાં આવે તે ચાર્જ સરકાર તો જે-તે વીજ કંપનીને આપે જ છે. 

    એપ્રિલ, 2023માં ભગવંત માને કહ્યું હતું કે તેમની સરકારે વર્ષ 2022-23નું ₹20,000 કરોડનું સબસિડી બિલ પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશનને ચૂકવ્યું હતું. આ જ રીતે 2024-25 માટે પણ સરકારે પવાર સબસિડી માટે બજેટમાં આટલા જ રૂપિયા ફાળવ્યા છે. એટલે કે વીજ કંપનીને તો જેટલી વીજળી વેચાય છે તેટલો ચાર્જ મળી જ જાય છે. ફ્રી વીજળીનો કારભાર ગ્રાહક અને રાજ્ય સરકાર વચ્ચેનો છે. ગ્રાહક જેટલા રૂપિયા નથી ચૂકવતો એ તેના વતી સરકાર ચૂકવે છે. 

    અહીં નોંધવા જેવી બાબત એ પણ છે કે જો ગ્રાહકો પાસેથી સીધી રીતે વીજ બિલનો શુલ્ક મ્લેવવાનો હોય તો કંપનીઓને વધુ કઠિન કામ થઈ પડે છે, પણ સરકાર જો એકસાથે રકમ ચૂકવી દેતી હોય તો કંપની ફાયદામાં જ રહે છે. એટલે કેજરીવાલના દાવામાં અહીં પણ ઘણા ઝોલ જોવા મળી રહ્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં