Friday, October 18, 2024
More
    હોમપેજક્રાઈમAAP MLA અમાનતુલ્લા ખાન અને તેના દીકરાએ પેટ્રોલ પંપ પર કરી મારામારી,...

    AAP MLA અમાનતુલ્લા ખાન અને તેના દીકરાએ પેટ્રોલ પંપ પર કરી મારામારી, દિલ્હી પોલીસ ઘરે આવી તો થઈ ગયા બંને ફરાર: પોલીસે તેમને પહેલા જ જાહરે કર્યા છે BC

    30 માર્ચના રોજ સાઉથ ઇસ્ટ ડિસ્ટ્રિક્ટ પોલીસે તેને BC (બેડ કેરેકટર) જાહેર કાર્યો હતો. પોલીસ અનુસાર, ત્યાં સુધી અમાનતુલ્લાહ ખાન સામે કુલ 18 જેટલી FIR નોંધાઈ ચૂકી હતી. 

    - Advertisement -

    નોઈડામાં પેટ્રોલ પંપના કર્મચારી પર હુમલાના કેસમાં નોઈડા પોલીસે આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય BC અમાનતુલ્લા ખાન અને તેમના પુત્રની ધરપકડ કરવાના પ્રયાસો તેજ કર્યા છે. દરમિયાન, ગુરુવારે ફરીથી પોલીસ અમાનતુલ્લા ખાન અને તેમના પુત્રની શોધમાં ધારાસભ્યના ઘરે પહોંચી, પરંતુ તેઓ ઘરે મળ્યા ન હતા. કહેવામાં આવી રહ્યું છે કે ધારાસભ્ય ધરપકડથી બચવા માટે ફરાર થઈ ગયા છે.

    કોર્ટે અમાનતુલ્લા ખાન અને તેમના પુત્ર સામે પણ બિનજામીનપાત્ર વોરન્ટ જારી કર્યા છે. નોઈડા પોલીસની ત્રણ ટીમો સમગ્ર મામલાની તપાસમાં લાગેલી છે. નોઇડા પોલીસ અમાનતુલ્લા ખાનના ઘર પર સતત ઘણા દિવસોથી ચક્કર લગાવી રહી છે. પરંતુ તે ઘરે પહોંચી રહ્યો નથી. અમાનતુલ્લા ખાન અને તેના પુત્રએ પણ તેમના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધા છે.

    શું હતો આખો મામલો?

    ઉલ્લેખનીય છે કે 7 મેના રોજ નોઈડા સેક્ટર-95 સ્થિત પેટ્રોલ પંપ પર AAP ધારાસભ્યના પુત્ર અનસ દ્વારા ગુંડાગીરી અને મારપીટ કરવાનો વિડીયો સામે આવ્યો હતો. આ સાથે આરોપ છે કે કારમાં બેઠેલા AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાને મેનેજરના રૂમમાં કર્મચારીઓને પણ ધમકી આપી હતી. આ મામલે પેટ્રોલ પંપના કર્મચારીઓની ફરિયાદ મળ્યા બાદ નોઈડા પોલીસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન અને તેમના પુત્ર વિરુદ્ધ આઈપીસીની કલમ 323, 504, 506, 427 હેઠળ એફઆઈઆર નોંધી હતી.

    - Advertisement -

    આ કેસમાં નોઈડા કોર્ટમાંથી AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાન, તેમના પુત્ર અનસ અને અન્ય આરોપી અબુ બકર વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. આ પહેલા નોઈડા પોલીસ નોટિસ આપવા માટે શનિવારે અમાનતુલ્લા ખાનના ઘરે પહોંચી હતી. પરંતુ, ધારાસભ્ય તેમના પુત્ર સાથે ઘણા દિવસોથી ઘરેથી ગુમ છે. આથી નોઈડા પોલીસે ઘર પર નોટિસ ચોંટાડી દીધી હતી.

    AAP MLA અમાનતુલ્લા ખાનને દિલ્હી પોલીસે જાહેર કર્યા છે BC

    ઉલ્લેખનીય છે કે માર્ચ 2022માં દિલ્હી પોલીસે AAP ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનને બેડ કેરેક્ટર (BC) જાહેર કર્યા હતા. 28 માર્ચના રોજ જામિયા નગર પોલીસ સ્ટેશને અમાનતુલ્લાહ ખાનને બેડ કેરેક્ટર જાહેર કરવા માટે પ્રસ્તાવ મોકલ્યો હતો, જેને 30 માર્ચના રોજ સાઉથ ઇસ્ટ ડિસ્ટ્રિક્ટ પોલીસે મંજૂરી આપી હતી. પોલીસ અનુસાર, તે દિવસ સુધી અમાનતુલ્લાહ ખાન સામે કુલ 18 જેટલી FIR નોંધાઈ ચૂકી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં