Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'15 મિનીટ નહીં 15 સેકન્ડ માટે પોલીસ હટાવો અને જુઓ': અકબરૂદ્દીન ઔવેસીના...

    ’15 મિનીટ નહીં 15 સેકન્ડ માટે પોલીસ હટાવો અને જુઓ’: અકબરૂદ્દીન ઔવેસીના નિવેદન પર નવનીત રાણાનો પલટવાર, કહ્યું- બંને ભાઈઓને ખબર પણ નહીં પડે કે ક્યાંથી આવ્યા અને કયા ગયા

    નવનીત રાણાએ કહ્યું કે, "એક નાનો ભાઈ છે, એક મોટો ભાઈ છે.. નાનો (અકબરૂદ્દીન ઔવેસી) કહે છે કે, પોલીસને 15 મિનિટ માટે હટાવી તો અમે દેખાડી દઈશું કે, અમે શું કરી કરી શકીએ છીએ. નાનાને મારે કહેવું છે કે, તારે 15 મિનિટ લાગશે, અમને માત્ર 15 સેકન્ડ લાગશે."

    - Advertisement -

    લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજનેતાઓ ચૂંટણી અભિયાનમાં જોતરાઈ ગયા છે. તેવામાં મહારાષ્ટ્રની અમરાવતી લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર નવનીત રાણા પણ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. તેઓ તેલંગાણામાં સ્ટાર પ્રચારક તરીકે સભાઓ કરી રહ્યા છે. હૈદરાબાદથી ભાજપ ઉમેદવાર માધવી લતાના સમર્થનમાં તેમણે જાહેર સભાને સંબોધી હતી. જેમાં તેમણે AIMIMના અકબરૂદ્દીન ઔવેસીના 15 મિનિટ પોલીસ હટાવવાના નિવેદન પર પલટવાર કર્યો હતો. નવનીત રાણાએ કહ્યું કે, 15 મિનિટ નહીં, માત્ર 15 સેકન્ડ પોલીસ હટાવી દો તો ખબર પણ નહીં પડે કે બંને ભાઈઓ ક્યાંથી આવ્યા અને કયા ગયા.

    બુધવારે (8 મે, 2024) હૈદરાબાદના ભાજપ ઉમેદવાર માધવી લતાના સમર્થનમાં મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ નવનીત રાણાએ જનસભાને સંબોધિત કરી હતી. તે દરમિયાન તેમણે હિંદુઓને ’15 મિનિટ’ની ધમકી આપનાર અકબરૂદ્દીન ઔવેસી પર પલટવાર કર્યો હતો. અકબરૂદ્દીન ઔવેસીએ 2013માં એક ભાષણ દરમિયાન કહ્યું હતું કે, “15 મિનિટ માટે પોલીસ હટાવી દો તો 25 કરોડ (મુસ્લિમો) 100 કરોડને (હિંદુઓને) ખતમ કરી નાંખશે.”

    અસદુદ્દીન ઔવેસીના ભાઈ અકબરૂદ્દીનના આવા ભડકાઉ નિવેદન પર નવનીત રાણાએ પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, “એક નાનો ભાઈ છે, એક મોટો ભાઈ છે.. નાનો (અકબરૂદ્દીન ઔવેસી) કહે છે કે, પોલીસને 15 મિનિટ માટે હટાવી તો અમે દેખાડી દઈશું કે અમે શું કરી કરી શકીએ છીએ. નાનાને મારે કહેવું છે કે, તારે 15 મિનિટ લાગશે, અમને માત્ર 15 સેકન્ડ લાગશે. 15 સેકન્ડ પોલીસને હટાવી તો નાના અને મોટાને ખબર પણ નહીં પડે કે, ક્યાંથી આવ્યા અને કયા ગયા. માત્ર 15 સેકન્ડ લાગશે.”

    - Advertisement -

    નવનીત રાણાના આ નિવેદનની વિડીયો ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. AIMIMના લોકો પણ આ નિવેદનથી ભડકી ઉઠયા છે. આ નિવેદનને લઈને AIMIMના લોકો રાણા વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માંગ કરી રહ્યા છે. જે પાર્ટીના નેતા અકબરૂદ્દીન ઔવેસીએ એક સમયે 100 કરોડ હિંદુઓને 15 મિનિટમાં ખતમ કરી દેવાની વાત કહી હતી, તે જ પાર્ટીના કાર્યકર્તાઓને હવે ‘સામાજિક સૌહાર્દ’ જોખમમાં લાગે છે.

    નોંધનીય છે કે, 2013માં અકબરૂદ્દીન ઔવેસીએ ’15 મિનિટ માટે પોલીસને હટાવો’ જેવુ નિવેદન આપ્યું હતું. પોતાના ભડકાઉ નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, “જો 15 મિનિટ માટે પોલીસ હટાવી દેવામાં આવે તો અમે (મુસલમાન) 100 કરોડને (હિંદુઓને) ખતમ કરી નાખીશું.” આ ભડકાઉ નિવેદન બાદ તેમની સામે IPCની કલમ 120B અને 153A અને અન્ય કલમો હેઠળ લાંબો કેસ ચાલ્યો હતો. 2022માં તેમને આ કેસમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. બાદમાં, જેલમાંથી બહાર આવ્યા પછી, તેમણે તેમની સામેના ભડકાઉ નિવેદનો કરવાના આરોપોને નકારી કાઢવાનો પ્રયાસ કર્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં