Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતઅમિત શાહનો એડિટેડ વિડીયો વાયરલ કરવા બદલ AAP કાર્યકર્તા અને જીગ્નેશ મેવાણીના...

    અમિત શાહનો એડિટેડ વિડીયો વાયરલ કરવા બદલ AAP કાર્યકર્તા અને જીગ્નેશ મેવાણીના PAની ધરપકડ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યા, તપાસ ચાલુ

    બંને આરોપીઓએ અમિત શાહની પાલનપુર અને લીમખેડાની સભાના વિડીયો એડિટ કરીને વાયરલ કરવાના ઈરાદે ફેસબુક પર પોસ્ટ કર્યા હતા. સાથે અમિત શાહનો આરક્ષણ મામલેનો વિડીયો પણ વાયરલ કર્યો હતો. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની નજર જતાં બંનેને ઝડપી પાડવામાં આવ્યા હતા.

    - Advertisement -

    ગુજરાતમાં લોકસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે, તેમ-તેમ અપ્રચાર અને ભ્રામક સમાચારો વહેતા થાય છે. જોકે, ગુજરાત પોલીસ પણ સોશિયલ મીડિયામાં ચાંપતી નજર રાખી રહી છે. ભ્રામક સમાચારો અને એડિટેડ વિડીયો વાયરલ કરીને ગેરમાર્ગે દોરનારા લોકો પર પોલીસે કાર્યવાહી તેજ કરી દીધી છે. જાણવા મળી રહ્યું છે કે, અમિત શાહનો વિડીયો એડિટ કરીને વાયરલ કરનારા AAPના એક કાર્યકર અને જીગ્નેશ મેવાણીના PAની ધરપકડ કરવામાં આવી છે.

    અમિત શાહનો વિડીયો એડિટ કરીને વાયરલ કરવાના મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે AAPના કાર્યકર અને જીગ્નેશ મેવાણીના PAની ધરપકડ કરી છે. આ સાથે વિડીયો એડિટિંગમાં આમ આદમી પાર્ટીનો હાથ હોવાનું પણ સામે આવ્યું છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે જીગ્નેશ મેવાણીના PA સતીષ વસાણી અને AAP કાર્યકર્તા આર.બી. બારિયાની ધરપકડ કરી છે. આ સાથે એ પણ જાણવા મળ્યું છે કે, પોલીસે બંને આરોપીઓની ધરપકડ બાદ હવે વધુ તપાસ હાથ ધરી છે.

    આ બંને આરોપીઓએ અમિત શાહની પાલનપુર અને લીમખેડાની સભાના વિડીયો એડિટ કરીને વાયરલ કરવાના ઈરાદે ફેસબુક પર પોસ્ટ કર્યા હતા. સાથે અમિત શાહનો આરક્ષણ મામલેનો વિડીયો પણ વાયરલ કર્યો હતો. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની નજર જતાં બંનેને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ સાથે પોલીસે બંને વિરુદ્ધ ગુનો પણ દાખલ કરી દીધો છે. હાલ પોલીસ તમામ મુદ્દા પર તપાસ કરી રહી છે કે, કયા કારણોસર અને શા માટે વિડીયો એડિટ કરીને વાયરલ કરવામાં આવ્યા હતા.

    - Advertisement -

    આ પહેલાં ભાજપ અને અન્ય સમર્થકો દ્વારા વિડીયો એડિટિંગને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે બાદ ક્રાઈમ બ્રાન્ચ પણ એક્શન મોડમાં આવી હતી. સાથે વિપક્ષના બંને કાર્યકર્તાઓની ધરપકડ પણ કરી લીધી હતી. હવે આ મામલે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

    તેલંગાણા સભાનો એડિટેડ વિડીયો થયો હતો વાયરલ

    નોંધનીય છે કે, આ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો એક એડિટેડ વિડીયો વાયરલ થયો હતો. જે તેલંગાણાની સભા દરમિયાનનો હતો. મૂળ વિડીયોને તોડી-મરોડીને તે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં અમિત શાહ કહેતા સંભળાય છે કે, તેમની સરકાર બનશે તો SC, ST અને OBCનું અનામત સમાપ્ત કરી નાંખશે. જોકે, મૂળ વિડીયોમાં તેમણે ગેરબંધારણીય રીતે મુસ્લિમોને આપવામાં આવેલા અનામતને સમાપ્ત કરવાની વાત કરી હતી.

    હવે તે કેસમાં કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. દિલ્હી પોલીસે FIR નોંધી દીધી છે અને હવે તેલંગાણા, રાજસ્થાન, રાંચી અને મધ્ય પ્રદેશમાં પણ તેની તપાસ કરવામાં આવી રહી છે. તેલંગાણાના 5 વિપક્ષી નેતાઓને આ મામલે નોટિસ આપવામાં આવી છે. સાથે આસામમાંથી એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે આ કેસમાં તેલંગાણાના કોંગ્રેસી મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને પણ સમન્સ મોકલ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં