Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ2 દિવસમાં 6 સભાઓ, કુલ 14 બેઠકો આવરી લેવાશે: સ્થાપના દિવસે ગુજરાત...

    2 દિવસમાં 6 સભાઓ, કુલ 14 બેઠકો આવરી લેવાશે: સ્થાપના દિવસે ગુજરાત આવશે PM મોદી, સંભાળશે ચૂંટણી પ્રચારની કમાન

    2 દિવસના પ્રવાસ દરમિયાન પીએમ મોદીની કુલ 6 સભાઓ આયોજિત કરવામાં આવી છે. 6 સભાઓમાં કુલ 14 બેઠકો આવરી લેવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠકો સામેલ છે. 

    - Advertisement -

    લોકસભા ચૂંટણી માટે રાજ્યમાં જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે, પરંતુ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક અને જેમના ચહેરે ચૂંટણી લડાય રહી છે એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહ જોઈ રહ્યું છે. જાણકારી મળી રહી છે તે પ્રમાણે વડાપ્રધાન મોદી આગામી 1 અને 2 મેના રોજ ગૃહરાજ્ય આવી શકે છે. 2 દિવસ માટે તેઓ રાજ્યભરમાં અનેક રેલીઓ કરીને મોટાભાગની બેઠકો આવરી લેશે. 

    2 દિવસના પ્રવાસ દરમિયાન પીએમ મોદીની કુલ 6 સભાઓ આયોજિત કરવામાં આવી છે. 6 સભાઓમાં કુલ 14 બેઠકો આવરી લેવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠકો સામેલ છે. 

    1 મેના રોજ પીએમ ડીસાથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી શકે છે. તે જ દિવસે તેઓ હિંમતનગરમાં જનસભા સંબોધિત કરશે. આ સિવાય 2 મેના રોજ આણંદ અને સુરેન્દ્રનગરમાં પણ પીએમની સભાઓ યોજાઈ શકે છે. વડાપ્રધાન 2 મેના રોજ સાંજે જૂનાગઢ પણ જશે, જ્યાં પણ એક સભા સંબોધિત કરશે. ત્યાંથી તેઓ જામનગર પહોંચશે, જ્યાં પણ એક સભા આયોજિત કરવામાં આવી છે. 

    - Advertisement -

    આ 6 સભાઓમાં કુલ 14 બેઠકો આવરી લેવાશે. જે આ પ્રમાણે છે: બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ પૂર્વ, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી અને જામનગર. વડાપ્રધાનની સભાઓ એ રીતે ગોઠવવામાં આવી છે, જેથી આસપાસની ત્રણ-ચાર બેઠકો આવરી લેવામાં આવે. આ 2 દિવસમાં તેઓ પાર્ટી નેતાઓ અને મોવડી મંડળ સાથે અમુક ઉચ્ચ-સ્તરીય બેઠકો યોજીને તૈયારીઓની સમીક્ષા પણ કરી શકે. 

    જોકે, આ હજુ પ્રસ્તાવિત કાર્યક્રમ છે. સત્તાવાર માહિતી વડાપ્રધાન કાર્યાલય કે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમથક દ્વારા પછીથી આપવામાં આવશે. 

    બીજી તરફ, ગૃહમંત્રી અમિત શાહ પણ ફરીથી ગુજરાત આવી રહ્યા છે. તેઓ 25થી 27 એપ્રિલ દરમિયાન સભા ગજવશે. તેઓ રાજ્યભરમાં અનેક ઠેકાણે સભાઓ કરશે, જેની શરૂઆત દક્ષિણ ગુજરાતના બારડોલીથી થઈ રહી છે. આ સિવાય તેઓ કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. 

    ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન યોજાવા જઈ રહ્યું છે. જોકે, સુરત બેઠક બિનહરીફ થઈ હોવાના કારણે હવે માત્ર 25 સીટ પર મતદાન થશે. ભાજપને તમામ બેઠકો જીતવાનો વિશ્વાસ છે, જ્યારે વિપક્ષને આ વિજયરથ રોકવામાં રસ છે. સાથે 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં