Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણમેવાણી, સ્વરા, ઑલ્ટ ન્યૂઝ… દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણો બાદ અનેક સાથે સંપર્કમાં હતો...

    મેવાણી, સ્વરા, ઑલ્ટ ન્યૂઝ… દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણો બાદ અનેક સાથે સંપર્કમાં હતો ઉમર ખાલિદ, તેના સમર્થનમાં ચલાવાયો હતો પ્રોપગેન્ડા: સરકારી વકીલે રજૂ કરી ચેટ્સ

    9 એપ્રિલના રોજ સરકારી વકીલે ઉમર ખાલિદની જામીન અરજીનો વિરોધ કરીને તેની અમુક વ્યક્તિઓ સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે કઈ રીતે દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણો બાદ તે બહાર હતો ત્યારે તેણે ન્યાયિક પ્રક્રિયા અને તપાસને પ્રભાવિત કરવા માટે પ્રયાસો કર્યા હતા.

    - Advertisement -

    દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણો મામલેના કેસમાં જેલમાં બંધ ઉમર ખાલિદની જામીન અરજી પર સુનાવણી ચાલી રહી છે. દરમ્યાન, ગત 9 અને 10 એપ્રિલના રોજ કોર્ટમાં અમુક ચોંકાવનારા ઘટસ્ફોટ થયા. સુનાવણી દરમિયાન સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર અમિત પ્રસાદે કોર્ટમાં અમુક એવી બાબતો જણાવી, જેનાથી દેશ અત્યાર સુધી અજાણ હતો. તેમણે ઉમર ખાલિદની અમુક વ્યક્તિઓ, પત્રકારો, એક્ટિવિસ્ટો અને સંસ્થાઓ સાથેની ચેટ કોર્ટ સમક્ષ રજૂ કરી, જે વાતચીતો નેરેટિવ બદલીને ન્યાયિક પ્રક્રિયાને પ્રભાવિત કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી. 

    9 એપ્રિલના રોજ સરકારી વકીલે ઉમર ખાલિદની જામીન અરજીનો વિરોધ કરીને તેની અમુક વ્યક્તિઓ સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે કઈ રીતે દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણો બાદ તે બહાર હતો ત્યારે તેણે ન્યાયિક પ્રક્રિયા અને તપાસને પ્રભાવિત કરવા માટે પ્રયાસો કર્યા હતા. પ્રોસિક્યુશન દ્વારા અનેક લોકોનાં નામ આપવામાં આવ્યાં છે, જેમના સંપર્કમાં ખાલિદ હતો. ખાલિદ તેમને ‘ધ વાયર’ અને ‘ધ ક્વિંટ’ સહિતનાં પ્રકાશનો દ્વારા પ્રકાશિત થતા રિપોર્ટ મોકલીને નેરેટીવ તેમના પક્ષમાં બદલાવા માટે કહેતો હતો. ઑપઇન્ડિયાએ વિગતવાર તપાસ કરી તો જાણવા મળ્યું લે આમાંથી ઘણાંએ ખાલિદની વાતનું અનુસરણ કરીને તેમ કર્યું પણ હતું. 

    કોનાં-કોનાં નામ ખૂલ્યાં?

    જેમનાં નામો આપવામાં આવ્યાં છે તેમાં અભિનેતા સુશાંત સિંઘ, કોંગ્રેસ નેતા જિજ્ઞેશ મેવાણી, ‘એક્ટિવિસ્ટ’ યોગેન્દ્ર યાદવ, ‘અભિનેત્રી’ સ્વરા ભાસ્કર, ઑલ્ટ ન્યૂઝ વગેરેનો સમાવેશ થાય છે. 

    - Advertisement -

    જિજ્ઞેશ મેવાણીને ઉમર ખાલિદે વોટ્સએપ ઉપર મેસેજ કરીને ‘ધ વાયર’ના એક રિપોર્ટની લિન્ક મોકલી હતી અને તેને ટ્વિટર પર શૅર કરવા માટે કહ્યું હતું. ખાલિદનો મેસેજ આવો હતો- ‘Bro, We Should ampolify.’ આ સિવાય ઉમર ખાલિદે સુશાંત સિંઘ, રઘુ કર્નાડ નામના એક ‘પત્રકાર’ અને અન્ય કેટલાક લોકોને લિંક મોકલીને સોશિયલ મીડિયા પર શૅર કરવા માટે કહ્યું હતું. 

    જાણવા મળ્યું છે કે ખાલિદ સ્વરા ભાસ્કરના પણ સંપર્કમાં હતો. સ્વરા સાથેની વાતચીતમાં તેણે ડૉ. કફીલ ખાનના સમર્થનમાં નેરેટિવ બનાવવા માટે કહ્યું હતું. અન્ય એક ચેટમાં તેણે સ્વરાને કહ્યું હતું કે, શાહીન બાગ સમર્થકોને તેની હાજરીની જરૂર છે. યોગેન્દ્ર યાદવ સાથે પણ ઉમર ખાલિદની ચર્ચા થઈ હતી, જેમાં યાદવે કહ્યું હતું કે ઉમરે જે રીતે કહ્યું હતું તે જ રીતે તેમણે ટ્વિટ કરી દીધું છે. 

    ઑલ્ટ ન્યૂઝ સાથે પણ ઉમર ખાલિદની ચર્ચા થઈ હતી. જેમાં સંસ્થાના એક ‘પત્રકારે’ તેને પૂછ્યું હતું કે શું તેઓ તેને રિપોર્ટમાં ટાંકી શકે કે કેમ, પરંતુ ખાલિદે ના પાડ્યા બાદ ઑલ્ટ ન્યૂઝે રિપોર્ટમાં તેને ક્વોટ કર્યો ન હતો. આ વાતચીતમાં ઉમર ખાલિદ પરનો લેખ કઈ રીતે લખવો તે બાબતની ચર્ચા કરવામાં આવી હતી. 

    આ ચેટ સિવાય, સરકારી વકીલે એ પણ જણાવ્યું કે કઈ રીતે ખાલિદ જ્યારે જેલમાં હતો ત્યારે મીડિયા પ્લેટફોર્મ્સ પર ખોટી માહિતી ફેલાવીને તેના સમર્થનમાં નેરેટિવ ઘડવાના સતત પ્રયાસો ચાલી રહ્યા હતા. કોર્ટમાં ઉમર ખાલિદના પિતા ઇલ્યાસનો ‘ધ વાયર’ને આપેલો ઈન્ટરવ્યુ પણ બતાવવામાં આવ્યો, જેમાં તેઓ કોર્ટની પ્રક્રિયા વિશે ખોટાં નિવેદનો આપીને ન્યાયિક પ્રક્રિયા પર ટિપ્પણી કરતા જોવા મળે છે. 

    ત્યારબાદ 10 એપ્રિલના રોજ સરકારી વકીલે જણાવ્યું હતું કે કઈ રીતે ઉમર ખાલિદના જેલવાસ દરમિયાન મીડિયા અને સોશિયલ મીડિયા પર તેના સમર્થનમાં એક માહોલ બનાવવામાં આવ્યો. SPPએ જેમનાં નામો આપ્યાં તેમાં આકાર પટેલ, તીસ્તા સેતલવાડ, એમનેસ્ટી ઈન્ટરનેશનલ, અઝહર ખાન, કૌશિક રાજ અને સ્વાતિ ચતુર્વેદીનો પણ સમાવેશ થાય છે. 

    સરકારી વકીલે જણાવ્યું કે કઈ રીતે આ વ્યક્તિઓ ઉમર ખાલિદની જામીન અરજી પર સુનાવણી પહેલાં સતત સોશિયલ મીડિયા પર સક્રિય રહીને હૅશટેગ ચલાવી રહ્યા હતા અને ન્યાયિક પ્રક્રિયાને પ્રભાવિત કરવાના પ્રયાસ કરી રહ્યા હતા. 

    કેમ મહત્વની છે આ જાણકારી?

    આ વિગતો બહાર આવ્યા બાદ ઉમર ખાલિદના અમુક સમર્થકો કહી રહ્યા છે કે ખાલિદ લોકો સાથે વાત કરવા માટે સ્વતંત્ર હતો અને તીસ્તા, આકાર વગેરે વ્યક્તિઓ તેને સમર્થન આપવા માટે સ્વતંત્ર છે. પરંતુ તેઓ એક બાબત ભૂલી જાય છે. આ લોકો વચ્ચેની વાતચીતો દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણોના ષડ્યંત્ર તરફ ઈશારો કરે છે અને દર્શાવે છે કે અમુક લોકો દ્વારા જાણીજોઈને હિંસાનું કાવતરું રચવામાં આવ્યા બાદ વૈશ્વિક સ્તરે એક નેરેટિવ ચલાવવામાં આવ્યો હતો. આ ષડ્યંત્ર તરફ ઈશારો કરે છે અને જ્યારે આરોપીની જામીન અરજી પર સુનાવણી ચાલતી હોય ત્યારે અગત્યનું પાસું સાબિત થાય છે. જો કોર્ટ એ બાબત સાથે સહમત થાય કે આરોપી ન્યાયિક પ્રક્રિયા કે તપાસને અસર કરી શકે તો કોર્ટ તેની અરજી મંજૂર કરતી નથી. 

    નોંધવું જોઈએ કે સપ્ટેમ્બર, 2023માં પણ સરકારી વકીલે જણાવ્યું હતું કે, દિલ્હી રમખાણોના કેસમાં એક ષડ્યંત્ર એવું પણ રચવામાં આવ્યું હતું કે જેનાથી ટ્રાયલને અસર કરવામાં આવે, જેથી જેઓ જામીન પર બહાર નથી તેમને આ પ્રકારના વિલંબનો લાભ મળી શકે. ઉમર ખાલિદ અને અન્યો વચ્ચે થયેલી ચેટ્સને આ સંદર્ભમાં જોવી જોઈએ. 

    જેઓ જામીન પર બહાર છે તેઓ સત્તત ન્યાયિક પ્રક્રિયાને અસર કરવાના પ્રયાસ કરી રહ્યા હતા, જેથી જેઓ જેલમાં છે તેઓ ‘ટ્રાયલમાં વિલંબ થઈ રહ્યો’ હોવાનું કારણ આપીને જામીન માંગી શકે. બીજી તરફ, તીસ્તા અને આકાર પટેલ વગેરે બહાર રહીને એવો નરેટિવ ચલાવી રહ્યા હતા કે ટ્રાયલમાં વિલંબ થવાના કારણે ન્યાય મળી રહ્યો નથી.

    (સંપાદકીય નોંધ: આ રિપોર્ટ મૂળરૂપે અંગ્રેજીમાં નૂપુર જે. શર્મા દ્વારા લખવામાં આવ્યો છે, જે વિગતવાર અહીંથી વાંચી શકાશે.)

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં