Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતઈન્દોરથી જામીન પર છૂટેલા ડ્રગ પેડલર ગુલામ હૈદરે વડોદરા આવીને ધંધો જમાવ્યો,...

    ઈન્દોરથી જામીન પર છૂટેલા ડ્રગ પેડલર ગુલામ હૈદરે વડોદરા આવીને ધંધો જમાવ્યો, પોલીસે 22 લાખના ડ્રગ્સ સાથે પકડ્યો: કાર્યવાહી કરનાર અધિકારી પાસેથી જાણો કઈ રીતે પાર પાડ્યું ઑપરેશન 

    SOG PI વિવેક પટેલને ઇનપુટ મળ્યા હતા કે પાંજરિગર મહોલ્લામાં આવેલા અતા-એ-નઝીર બિલ્ડીંગમાં એક ઇસમ ડ્રગ્સનો વેપલો કરે છે. આ બાતમીના આધારે જ SOG ટીમ ત્યાં ત્રાટકી હતી અને ઓપરેશન પાર પાડ્યું હતું.

    - Advertisement -

    વડોદરાના સંવેદનશીલ વિસ્તાર પૈકીના એક ભૂતડીઝાંપા પાસે આવેલા પાંજરીગર મહોલ્લામાં વડોદરા SOGએ લાખોના ડ્રગ્સ સાથે ગુલામ હૈદર નામના વ્યક્તિની ધરપકડ કરી છે. બાતમીના આધારે કરવામાં આવેલા આ સફળ દરોડામાં ઝડપાયેલો ગુલામ હૈદર આ પહેલા ઈન્દોરમાં ડ્રગ્સના કેસમાં ઝડપાયો હોવાનું કહેવામાં આવે છે. હાલ આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

    મળતી માહિતી અનુસાર, વડોદરા શહેર પોલીસ ‘મિશન ક્લિન વડોદરા’ હેઠળ નશાખોરી ડામવા કાર્યરત છે. આ અંતર્ગત SOG પણ નશાખોરીને લગતી ગુનાખોરી અટકાવવા મહેનત કરી રહ્યું છે. દરમિયાન SOG PI વિવેક પટેલને ઇનપુટ મળ્યા હતા કે પાંજરિગર મહોલ્લામાં આવેલા અતા-એ-નઝીર બિલ્ડીંગમાં એક ઇસમ ડ્રગ્સનો વેપલો કરે છે. આ બાતમીના આધારે જ SOG ટીમ ત્યાં ત્રાટકી હતી અને ઓપરેશન પાર પાડ્યું હતું.

    SOGએ સતત 2 દિવસ આરોપી પર નજર રાખી

    આ મામલે વધુ માહિતી મેળવવા ઑપઇન્ડિયાએ વડોદરા SOG PI વિવેક પટેલનો સંપર્ક સાધ્યો હતો. તેમણે આખા ઓપરેશન વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, “અમને માહિતી હતી જ કે ત્યાં ડ્રગ્સ વેચાય છે. અમારી ટીમ લગભગ 48 કલાકથી વધુ સમયથી આરોપીની વૉચમાં હતી. પુષ્ટિ મળતાં જ અમે બિલ્ડીંગના ત્રીજા માળે રેડ કરી હતી. જ્યાં અમને ગુલામ હૈદર રફીક અહેમદ શેખ મળી આવ્યો હતો.”

    - Advertisement -

    PI પટેલે આગળ જણાવ્યું કે, “ગુલામ હૈદરને ઝડપીને અમે મકાનમાં સર્ચ હાથ ધર્યું, દરમિયાન તિજોરીમાં સંતાડી રાખેલો શંકાસ્પદ માદક પદાર્થ મળી આવ્યો હતો. સાથે જ FSLની ટીમે જરૂરી ટેસ્ટ કરતાં તે પદાર્થ પ્રતિબંધિત MD ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું. ડ્રગ્સનો ખુલાસો થતાં જ અમે ગુલામ હૈદરની ધરપકડ કરી લીધી હતી. આ ડ્રગ્સ તેણે મુંબઈથી મંગાવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. અ મામલે તેના વિરુદ્ધ ધારાધોરણ અનુસાર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આજે આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે.”

    ઝડપાયેલું ડ્રગ 22 લાખથી વધુની કિંમતનું

    ઉલ્લેખનીય છે કે SOGએ ગુલામહૈદર પાસે ઝડપેલા ડ્રગ્સની માત્રા 221.13 ગ્રામ હતી. આટલા ડ્રગ્સની બજાર કિંમત 22 લાખથી વધુની થાય છે. હાલ ગુલામ હૈદર વિરુદ્ધ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

    કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે રમઝાન માસ ચાલી રહ્યો છે અને ઇફ્તારીના સમયે દરોડા પાડવામાં આવતા લોકોના ટોળા એકઠા થયા હતા. PI પટેલે તેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, કાર્યવાહી જોઇને લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. પરંતુ કોઈ ઘર્ષણ જેવો બનાવ નહોતો બન્યો.

    આરોપી ડ્રગ્સના ધંધાનો જૂનો ખેલાડી, આ પહેલા ઇન્દોરમાં ઝડપાઈ ચૂક્યો છે

    ઉલ્લેખનીય છે કે ગુલામ હૈદર રફીક અહેમદ શેખ ઘણા લાંબા સમયથી ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલો છે. અહેવાલોમાં જણાવ્યા અનુસાર તે આ પહેલાં પણ ડ્રગ્સ પેડલીંગ કરતા ઝડપાઈ ચૂક્યો છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાંની જેલમાંથી જમીન મેળવીને તે વડોદરા આવ્યો હતો, પરંતુ અહીં આવીને પણ તેણે પોતાનો જૂનો ધંધો ચાલુ રાખ્યો હતો. તે ક્યાંથી અને કોની પાસેથી ડ્રગ્સ લાવતો હતો, તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં