સુપ્રીમ કોર્ટે બુધવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેના જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર એફિડેવિટ દાખલ કરવા માટે સમય આપ્યો હતો અને શિંદે છાવણીમાં જોડાયેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ગેરલાયક ઠેરવવાની માંગ કરતી ઠાકરેની છાવણીની અરજીઓ પર સુનવણી 1 ઓગસ્ટ સુધી મુલતવી રાખી હતી.
ઉપરાંત કોર્ટે શિંદે ગ્રૂપને પોતાની એફિડેવિટ દાખલ કરવા માટે અને ઉદ્ધવ ગ્રુપને પોતાની અરજીઓ કમ્પાઈલ કરીને જમા કરાવવા માટે બુધવાર સુધીનો સમય પણ આપ્યો છે.
Supreme Court says the issues in petitions may require reference to a 5-judge bench. Speaker will maintain the status quo and not decide on any disqualification applications.
— ANI (@ANI) July 20, 2022
Supreme Court also tells the Legislative Assembly secretary to keep all records in safe custody.
સુપ્રિમ કોર્ટે કહ્યું કે પિટિશનમાંના મુદ્દાઓ માટે 5 જજની બેંચના સંદર્ભની જરૂર પડી શકે છે. “લોકસભા સ્પીકર યથાસ્થિતિ જાળવી રાખશે અને કોઈપણ ગેરલાયકાતની અરજીઓ પર નિર્ણય લેશે નહીં,” કોર્ટે કહ્યું હતું. સર્વોચ્ચ અદાલતે વિધાનસભા સચિવને તમામ રેકોર્ડ સુરક્ષિત કસ્ટડીમાં રાખવા પણ કહ્યું હતું.
નોંધનીય છે કે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્યોએ તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરી હતી જેમાં બંધારણીય યોજના હેઠળ તેમની સામે શરૂ કરવામાં આવેલી ગેરલાયકાતની કાર્યવાહીને પડકારવામાં આવી હતી.
મહારાષ્ટ્રમાં આ તમામ રાજકીય ઉથલપાથલની શરૂઆત શિવસેનામાં બળવાથી થઈ હતી, જેના પગલે ઉદ્ધવ ઠાકરેએ 29 જૂને મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. એક દિવસ પછી, બળવાખોર સેનાના નેતા એકનાથ શિંદેએ તેમના ભાગીદાર તરીકે ભાજપ સાથે મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.
12 બગાવાતી સાંસદો સાથે શિંદે લોકસભા સધ્યક્ષને મળ્યા હતા
મહારાષ્ટ્ર રાજકીય ઉથલપાથલનો હમણાં સુધીનો ઘટનાક્રમ ભારે નાટ્યાત્મક રહ્યો છે. પહેલા તો 40થી વધુ શિવસેના ધારાસભ્યોએ ઉદ્ધવનો સાથ છોડીને શિંદેનો હાથ પકડતા મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન થયું અને ઉદ્ધવના સ્થાને એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતા.
એ બાદ પણ એક પછી એક અનેક નેતાઓ, ધારાસભ્યો અને કોર્પોરેટરો શિંદે ગ્રુપ સાથે જોડાતા ગયા અને ઉદ્ધવ ગ્રુપ તદ્દન નબળું સાબિત થયું. સૌથી મોટા ઘટનાક્રમ તરીકે 2 દોઇવર્સ પહેલા શિવસેનાના 19 સાંસદોમાંથી 12 સાંસદોએ શિંદેને પોતાનું સમર્થન આપવાની જાહેરાત કરી દીધી હતી.
Lok Sabha Speaker, Om Birla has accepted the demand of Shinde faction of Shiv Sena to change the leader of the House. Now the leader of Shiv Sena in the house will be Rahul Shewale. Whereas, Bhavana Gawali has been retained as the Chief Whip: Sources
— ANI (@ANI) July 19, 2022
મંગળવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પોતાની સાથે જોડાયેલા 12 સાંસદો સાથે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને મળ્યા હતા. જ્યાં તેમણે લોકસભામાં પાર્ટીના નેતા તરીકે રાહુલ શેવાળેની નિમણુંક કરવાની અરજી કરી હતી.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહના નેતા બદલવાની શિવસેનાના શિંદે જૂથની માગણી સ્વીકારી લીધી હતી. હવે ગૃહમાં શિવસેનાના નેતા રાહુલ શેવાળે હશે. જ્યારે ભાવના ગવાલીને ચીફ વ્હીપ તરીકે યથાવત રાખવામાં આવ્યા છે.