દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આખરે જેલભેગા થયા છે. દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં ધરપકડ થયા બાદ EDએ તેમને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા. જે પૂર્ણ થયા બાદ 28 માર્ચે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવતાં વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જે 1 એપ્રિલના રોજ પૂર્ણ થતા હોઈ EDએ તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા, પણ રિમાન્ડની માંગણી કરી ન હતી. જેથી કોર્ટે કેજરીવાલને 15 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં (જેલ) મોકલ્યા છે.
ED કસ્ટડી પૂર્ણ થતાં સોમવારે (1 એપ્રિલ) એજન્સીએ કેજરીવાલને જેલમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીની માંગ કરી. જોકે, કહ્યું કે ભવિષ્યમાં તેમને કદાચ ફરી કેજરીવાલની કસ્ટડીની જરૂર પડી શકે છે.
A Delhi Court on Monday remanded Chief Minister Arvind Kejriwal to judicial custody till April 15 in the money laundering case related to the alleged liquor policy scam case. He was arrested on the night of March 21.
— Live Law (@LiveLawIndia) April 1, 2024
Read more: https://t.co/OjCqpnJQxn#ArvindKejriwal pic.twitter.com/1bjEHFTwxu
ED તરફથી ASG એસવી રાજુએ કહ્યું હતું કે, કેજરીવાલ ઉડાઉ જવાબ આપી રહ્યા છે અને ‘મને નથી ખબર, મને નથી ખબર’ જ કહી રહ્યા છે. ઉપરાંત, તેમણે ડિજિટલ ડિવાઇસના પાસવર્ડ પણ આપ્યા નથી. અહીં નોંધવું જોઈએ કે તાજેતરમાં જ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે કેજરીવાલ પાસવર્ડ જણાવી રહ્યા ન હોવાના કારણે હવે એજન્સીએ મોબાઈલ બનાવતી કંપની એપલનો સંપર્ક કર્યો છે.
રિપોર્ટ અનુસાર, કેજરીવાલે જેલમાં ભોજન માટે સ્પેશિયલ ડાયેટ, દવાઓ અને લૉકેટ તેમજ અમુક પુસ્તકો લઇ જવા માટે પરવાનગી માંગી છે, જે અંગે કોર્ટ થોડી વારમાં નિર્ણય કરશે. આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં નિર્ણય આવ્યો નથી.
Raju: Only evasive replies… Saying I don't know I don't know. That's the only reply. We are seeking judicial custody. #ArvindKejriwal #ED
— Live Law (@LiveLawIndia) April 1, 2024
કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલતાં હવે કેજરીવાલ તિહાડ જેલમાં જશે. અત્યાર સુધી તેઓ EDની કસ્ટડીમાં હતા, પરંતુ હવે મૅજિસ્ટ્રેટની કસ્ટડીમાં હશે. કોર્ટ જ્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલે એટલે તેનો સરળ અર્થ એ થાય કે વ્યક્તિ જેલમાં રહેશે. 15 એપ્રિલના રોજ તેમને ફરીથી રજૂ કરવામાં આવશે. પ્રબળ સંભાવનાઓ છે કે ત્યારે ફરી ક્સ્ટડી લંબાવી દેવાશે.