Friday, November 22, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકઆપના સંસદ સભ્ય સંજય સિંહે સેનામાં જાતિ અને ધર્મ પ્રમાણે થતી ભરતી...

    આપના સંસદ સભ્ય સંજય સિંહે સેનામાં જાતિ અને ધર્મ પ્રમાણે થતી ભરતી બદલ મોદીને ફસાવવા રચેલી જાળમાં પોતે જ ફસાઈ ગયા

    સેનાની ભરતી પ્રક્રિયામાં આવેદનકર્તાનો ધર્મ, જાતિ અને પ્રદેશ વગેરે જાણવાની પદ્ધતિ નરેન્દ્ર મોદી પ્રથમ વાર પ્રધાનમંત્રી બન્યા એ પહેલાથી ચાલતી આવે છે જે વાતનો ખુલાસો ખુદ સેનાએ 2013માં સુપ્રીમ કોર્ટમાં કર્યો હતો.

    - Advertisement -

    આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ ફરી પોતાના અણગઢ નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે અને શક્ય છે કે બહુ જલ્દી એમને હંમેશાની જેમ માફી માગવી પણ પડે. આ વખતે ભારતીય સેનાની ભરતી પ્રક્રિયામાં જાતિ-ધર્મ વિષે પૂછપરછને નરેન્દ્ર મોદી સાથે જોડવાનો વિષય છે.

    મંગળવારે (19 જુલાઈ) આપ સાંસદ સંજય સિંહે હમેંશાની જેમ નરેન્દ્ર મોદીને અકારણ બદનામ કરવાની મંશાથી એક ટ્વીટ કર્યું હતું. ટ્વીટમાં તેમણે એક ડોક્યુમેન્ટનો સ્ક્રીનશોટ જોડીને લખ્યું હતું કે, “મોદી સરકારનો ખરાબ ચહેરો દેશની સામે આવી ગયો છે. શું મોદીજી દલિતો/પછાત/આદિવાસીઓને સેનામાં ભરતી માટે લાયક નથી માનતા? ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત ‘આર્મી ભરતી’માં જાતિ પૂછવામાં આવી રહી છે. મોદીજી તમારે ‘અગ્નવીર’ બનાવવા છે કે ‘જાતિવીર’ ?”

    કથિત સ્ક્રીનશોટના આધારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાર નિશાનો સાધતા સંજય સિંહે તેમને ભારતીય સેનાની ભરતી પ્રક્રિયામાં જાતિ-ધર્મ વિશેની માહિતી માંગવા માટે જવાબદાર ગણાવ્યા હતા. સાથે આરોપ મુક્યો હતો કે મોદીને અગ્નિવીર નહિ પરંતુ જાતિવીર જોઈએ છે.

    - Advertisement -

    પરંતુ હંમેશાની જેમ તથ્ય કાંઈક બીજું જ છે જેનાથી આ આરોપો તદ્દન પાયાવિહોણાં સાબિત થાય છે. તો ચાલો આપણે સંજય સિંહે લગાવેલા આ આરોપોનું ફેક્ટ-ચેક કરીએ.

    સેનામાં જોડાતી વખતે ધર્મ, જાતિ અને પ્રદેશ જણાવવાની પ્રથા બ્રિટિશકાળથી છે

    એક બાજુ આપ સાંસદ સેનાની ભરતી પ્રક્રિયામાં ધર્મ અને જતી વિષે થતી પૂછપરછ મારે નરેન્દ્ર મોદીને જવાબદર ગણાવે છે જયારે સત્ય એ છે કે ભારતીય સેનામાં જોડાવા માટેની આ પદ્ધતિ બ્રિટિશકાળથી ચાલી આવી છે.

    2013માં સુપ્રીમ કોર્ટમાં, નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા એ પહેલા, એક યાચિકાકર્તાની એક યાચિકા જેમાં તે સેનામાં જોડાવા માટેની પ્રક્રિયામાં ધર્મ, જતી અને પ્રદેશનો ખુલાસો કરવાના વિરુદ્ધમાં હતી તેની સુનવણી દરમિયાન ભારતીય આર્મીએ પોતાનો પક્ષ મુક્યો હતો.

    સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ મુક્ત સેનાએ કહ્યું હતું કે, ‘સેના જાતિ, પ્રદેશ અને ધર્મના આધારે ભરતી કરતી નથી પરંતુ વહીવટી સુવિધા અને ઓપરેશનલ જરૂરિયાતો માટે રેજિમેન્ટમાં એક પ્રદેશમાંથી આવતા લોકોના જૂથ રાખવાને ન્યાયી ઠેરવે છે.’

    આમ એ સાબિત થાય છે કે સેનાની ભરતી પ્રક્રિયામાં આવેદનકર્તાનો ધર્મ, જાતિ અને પ્રદેશ વગેરે જાણવાની પદ્ધતિ નરેન્દ્ર મોદી પ્રથમ વાર પ્રધાનમંત્રી બન્યા એ પહેલાથી ચાલતી આવે છે જે વાતનો ખુલાસો ખુદ સેનાએ 2013માં સુપ્રીમ કોર્ટમાં કર્યો હતો.

    નેટિઝન્સે સંજય સિંહને આયનો બતાવ્યો

    સંજય સિંહની આ ટ્વીટ બાદ નેટિઝન્સે ભારતીય સેનાએ વિશેના તેમના અજ્ઞાનને લઈને તેમને આડે હાથે લીધા હતા.

    સંજય સિંહની ટ્વીટ પર અનેક ટ્વીટર યુઝર્સની જેમ એક @mssirsa એ ટ્વીટ કરીને તેમના જુઠને ઉઘાડું પાડતા લખ્યું હતું કે, “@AamAadmiParty જૂઠ ફેલાવે છે. 1949 થી, સેનાના રૂપમાં જાતિ ધર્મની કોલમ છે. 2013માં આ જ મુદ્દે સેનાએ SCને કહ્યું હતું કે ભારતીય સેનામાં જાતિ ધર્મના આધારે ભરતી કરવામાં આવતી નથી.” સાથે જ ખોટી માહિતી અને સાંપ્રદાયિક ટ્વિટ ફેલાવવા બદલ @SanjayAzadSln સામે ગુનો નોંધવામાં આવવો જોઈએ તેવું પણ તેમણે જોડ્યું હતું.

    બીજા કેટલાય ટ્વીટર યુઝર્સને જેમ એક @SanjayAzadSIn એ દિલ્હીની સરકારી શાળાઓમાં એડમિશન માટે વપરાતા ફોર્મનો ફોટો જોડીને લખ્યું કે, “તો દિલ્હીની શાળાઓમાં જાતિ કેમ પૂછાય છે? શું દિલ્હીની કેજરીવાલ સરકાર દલિતો/પછાત/આદિવાસીઓના બાળકોને તે વિશ્વ કક્ષાની શાળાઓમાં પ્રવેશ આપતી નથી?” આમ સંજય સિંહના નરેન્દ્ર મોદીને પુછાયેલ પ્રશ્ન સાથે આ પ્રશ્ર્ન એકદમ બંધ બેસતો જણાય છે.

    અન્ય એક ટ્વીટર યુઝર @DareDevil__Ank એ પણ આ બંને ફોટા જોડીને સંજય સિંહને તેમના અજ્ઞાન માટે આડા હાથે લીધા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં