Saturday, November 23, 2024
More
    હોમપેજદેશઅજમેરમાં સાબરમતી એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર: બંને ટ્રેન એક જ ટ્રેક...

    અજમેરમાં સાબરમતી એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર: બંને ટ્રેન એક જ ટ્રેક પર આવતા થયો અકસ્માત, ચાર ડબ્બા ટ્રેક પરથી ઉતર્યા, કોઈ જાનહાનિ નહીં

    આ અકસ્માતની સંભાવના પહેલાં લોકો પાયલટે ઈમરજન્સી બ્રેક લગાવી હતી. પરંતુ તેમ છતાં સાબરમતી ટ્રેન માલગાડી સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માત સમયે ટ્રેનમાં હજારો મુસાફરો હાજર હતા. પાટા પરથી ઉતરી ગયા બાદ ટ્રેન ઘણી દૂર પહોંચી ગઈ હતી અને ઇલેક્ટ્રીક લાઇનના પોલને પણ સંપૂર્ણપણે નુકશાન પહોંચ્યું હતું.

    - Advertisement -

    રાજસ્થાનના અજમેરમાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન અને માલગાડી વચ્ચે અથડામણ થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, અકસ્માત થયાની સાથે જ અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો. અજમેરના મદાર રેલવે સ્ટેશન પાસે સાબરમતી-આગ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે આ અથડામણ થઈ હોવાનું સામે આવ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એન્જિન સહિતના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

    રાજસ્થાનમાં અજમેરમાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન અને માલગાડી વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માત રાત્રે લગભગ 1:10 વાગ્યે મદાર સ્ટેશન નજીક થયો હતો. જ્યારે માલગાડી અને એક્સપ્રેસ ટ્રેન બંને એક જ ટ્રેક પર આવી રહી હતી. જેના કારણે બંને ટ્રેનો વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી અને સાબરમતી ટ્રેનના એન્જિન સહિતના ચાર ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા હતા.

    આ અકસ્માતની સંભાવના પહેલાં લોકો પાયલટે ઈમરજન્સી બ્રેક લગાવી હતી. પરંતુ તેમ છતાં સાબરમતી ટ્રેન માલગાડી સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માત સમયે ટ્રેનમાં હજારો મુસાફરો હાજર હતા. પાટા પરથી ઉતરી ગયા બાદ ટ્રેન ઘણી દૂર પહોંચી ગઈ હતી અને ઇલેક્ટ્રીક લાઇનના પોલને પણ સંપૂર્ણપણે નુકશાન પહોંચ્યું હતું. દુર્ઘટનાના લાંબા સમય બાદ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

    - Advertisement -

    ઘટના બાદ મુસાફરોએ મીડિયાને જણાવ્યું કે, ટ્રેન અજમેરથી લગભગ 12:55એ નીકળી હતી અને થોડા કિલોમીટરણી મુસાફરી બાદ અકસ્માત થયો હતો. અકસ્માત સમયે ટ્રેનમાં બેઠેલા લોકોને જોરદાર આંચકો લાગ્યો હતો અને સીટ પર સૂઈ રહેલા અમુક મુસાફરો નીચે પડી ગયા હતા. જોકે, આ સમગ્ર દુર્ઘટનાને લઈને કોઈ જાનહાનિ નોંધાઈ નથી. રેલવે અધિકારીઓ સ્થળ પર પહોંચીને આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં