પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકારે રાજ્યમાં પહેલી વખત રામનવમી પર રજા જાહેર કરી છે. શનિવારે (9 માર્ચ) આ બાબતે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં 17 એપ્રિલ, 2024- રામનવમીના દિવસે રજા જાહેર કરવામાં આવી.
આ સાથે બંગાળમાં પહેલી વખત રામનવમી પર રજા જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી જ્યારે રવિવારે મમતા બેનર્જી કોલકત્તાના બ્રિગેડ ગ્રાઉન્ડમાં એક રેલી સંબોધવા જઈ રહ્યાં છે. જેથી લોકસભા ચૂંટણી પહેલાં લેવામાં આવેલા આ નિર્ણયને રાજકીય દ્રષ્ટિકોણથી પણ જોવામાં આવી રહ્યો છે તો બીજી તરફ ભાજપે પણ નિશાન સાધ્યું છે.
Mamata Banerjee, who would turn blue with rage, every time she heard ‘Jai Shree Ram’, has designated Ram Navami (17th Apr) as public holiday, in West Bengal. She has done this to redeem her anti-Hindu image. Too late though…
— Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) March 9, 2024
More importantly, she needs to ensure no stones are… pic.twitter.com/yOIIk9jS8z
ભાજપ IT સેલ હેડ અમિત માલવિયાએ એક પોસ્ટ કરીને કહ્યું કે, “મમતા બેનર્જી, જેઓ જ્યારે પણ ‘જય શ્રીરામ’ સાંભળે ત્યારે બેબાકળાં બની જાય છે તેમણે હવે રામનવમી પર રજા જાહેર કરી છે. તેમણે આ ‘હિંદુવિરોધી’ની છબી બદલવા માટે કર્યું છે. પણ હવે બહુ મોડું થઈ ચૂક્યું છે.” તેમણે આગળ લખ્યું કે, “વધારે મહત્વનું એ છે કે તેમણે એ સુનિશ્ચિત કરવું પડશે કે રામનવમીની યાત્રાઓ પર પથ્થરમારો ન થાય.”
ગત વર્ષે પણ રામનવમી શોભાયાત્રાઓ પર થયા હતા હુમલા
નોંધનીય છે કે પશ્ચિમ બંગાળમાં ગત વર્ષે રામનવમીના દિવસે આયોજિત શોભાયાત્રાઓ ઉપર હુમલાના બનાવો બન્યા હતા. 30 માર્ચે ઉત્તર દિનાજપુરમાં રામનવમીની યાત્રા પર હુમલો થયો હતો, જેની તપાસ NIA કરી રહી છે. એજન્સીએ તાજેતરમાં જ હિંદુઓને ટાર્ગેટ બનાવીને યાત્રાઓ ઉપર પૂર્વનિયોજિત હુમલા કરવા બદલ 16 મુસ્લિમ વ્યક્તિઓની ધરપકડ કરી લીધી હતી. એજન્સીએ જણાવ્યું હતું કે આરોપીઓએ યાત્રામાં સામેલ હિંદુ સમુદાયને નિશાન બનાવીને હુમલા કર્યા હતા.
એ પણ નોંધનીય છે કે હાલ સંદેશખાલીના મુદ્દાને લઈને પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર બેકફૂટ પર જોવા મળી રહી છે. મુખ્ય આરોપી અને પૂર્વ TMC નેતા શેખ શાહજહાંને બચાવવા માટે સરકાર સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી તેને લઈને ઘણા સવાલો ઊઠ્યા તો વિપક્ષ ભાજપ સતત આ મુદ્દે વિરોધ કરી રહ્યો છે. બીજી તરફ મમતા સરકાર પર સમુદાય વિશેષના મતો મેળવવા માટે સંદેશખાલીની મહિલાઓ સાથે અન્યાય કરવાના પણ આરોપ લાગ્યા છે. આ અગાઉ પણ હિંદુ યાત્રાઓ પર થતા હુમલાઓ મુદ્દે સરકાર પર સતત સવાલો ઉઠતા રહ્યા હતા.
આ પરિસ્થિતિઓમાં લોકસભા ચૂંટણી પણ આવી રહી છે ત્યારે અચાનક પહેલી વખત રામનવમી પર રજા જાહેર કરવામાં આવી છે. ભાજપનું કહેવું છે કે આ હિંદુવિરોધીની છબી બદલવા માટે કરવામાં આવ્યું છે. TMC તરફથી કોઇ પ્રતિક્રિયા આવી હોવાનું આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં જાણવા મળ્યું નથી.