Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનિઝામુદ્દીનની દરગાહની મુલાકાત લેતા હિન્દુઓમાં 60% ઘટાડો થયો, પહેલા અહીં સાંજના સમયે...

    નિઝામુદ્દીનની દરગાહની મુલાકાત લેતા હિન્દુઓમાં 60% ઘટાડો થયો, પહેલા અહીં સાંજના સમયે હિંદુઓ અનાજ અને પૈસાની વહેંચણી કરતા જોવા મળતા હતા

    કનૈયા લાલની હત્યા બાદ અજમેર દરગાહમાં 90% લોકોએ જવાનું ટાળ્યું હતું. અને હવે આ જ હકીકત દિલ્હીની પ્રખ્યાત હઝરત નિઝામુદ્દીનની દરગાહ પર પણ જોવા મળી જ્યારે ઑપઇન્ડિયાની ટીમે અહીંની મુલાકાત લીધી હતી.

    - Advertisement -

    નિઝામુદ્દીનની દરગાહની મુલાકાત લેતા હિન્દુઓમાં 60% ઘટાડો થયો, આ કહેવું છે અલી મુસા નિઝામીનું. તેઓ દિલ્હીમાં હઝરત નિઝામુદ્દીન ઓલિયાની દરગાહના દિવાન છે. નિઝામીના કહેવા પ્રમાણે તેઓ 84 ​​વર્ષના છે અને તેમણે ઘણા દશકા જોયા છે. પણ આવો સમય ક્યારેય જોયો નથી. તેમના મતે, આ ‘દ્વેષ’ વધુ વધશે. તેઓ દાવો કરે છે કે આ નફરતના પ્રચારને કારણે દરગાહમાં જનારા હિન્દુઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

    નિઝામીના જણાવ્યા અનુસાર, નિઝામુદ્દીનની દરગાહમાં જનારા હિન્દુઓની સંખ્યામાં એક વર્ષમાં લગભગ 60 ટકાનો ઘટાડો થયો છે. તેઓ જણાવે છે કે પહેલા ઘણા હિંદુઓ અહીં આવતા હતા. દરરોજ. બપોરે 2 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી દરગાહ પર આવનારાઓમાં ઘણા લોકો હિંદુઓ હતા. પરંતુ હવે માત્ર ગણ્યા-ગાંઠ્યા જ હિંદુઓ અહી આવે છે. તેમણે કહ્યું કે પહેલા હિંદુઓ પણ અહીં ભંડારો રાખતા હતા. લગભગ રોજ તેઓ ભોજન અને પૈસાનું દાન કરતા હતા. પરંતુ હવે એવું કશું રહ્યું નથી.

    નિઝામુદ્દીનની ગલીમાંથી હિન્દુ ગાયબ

    - Advertisement -

    રવિવારે (17 જુલાઈ 2022)ના રોજ જ્યારે OpIndiaની ટીમ દરગાહ પર ગઈ ત્યારે નિઝામી જે કહી રહ્યા હતા તે દેખાઈ પણ રહ્યું હતું. મુખ્ય રસ્તા પરથી ઉતરીને દરગાહ તરફ જવાનો રસ્તો પકડ્યો ત્યારે ખૂબ ભીડ હતી. પરંતુ હિન્દુઓ દેખાતા ન હતા, ન તો રસ્તામાં કે ન દરગાહની અંદર. દરગાહમાં લગભગ 2 કલાક વિતાવીને અમે પરત ફરી રહ્યા હતા ત્યારે પણ સ્થિતિ એવી જ હતી.

    નિઝામુદ્દીનની ગલીમાંથી હિન્દુ ગાયબ, (તસ્વીર સાભાર Opindia Hindi)

    અમને ઘણા લોકો એવું કહેતા જોવા મળ્યા કે રાત્રે 2 વાગ્યા સુધી અહીં આવી ચહેલ-પહેલ ચાલે છે. પરંતુ, કેમેરા સામે આ વાત સ્વીકારવા કોઈ તૈયાર નહોતું કે અજમેરની દરગાહની જેમ અહીં પણ દર્શનાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે અને તેની અસર તેઓની આજીવિકા પર પણ પડી રહી છે. શરૂઆતમાં, નિઝામી પોતે, સૂફીવાદના શાનમાં કસીદો પઢતા, અમને કહી રહ્યા હતા કે અહીં દરેક જાતિના લોકો આવે છે. હિંદુ-મુસ્લિમ અને સરદાર પણ. ઉપર-ઉપરી પ્રશ્નો બાદ જયારે તેઓ ખુલતા ગયા, ત્યારે તેઓએ એ હકીકત સ્વીકારી કે દરગાહની મુલાકાત લેતા હિન્દુઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

    નિઝામીના જણાવ્યા અનુસાર, દરગાહની મુલાકાત લેતા હિંદુઓની સંખ્યામાં ઘટાડો અચાનક નથી થયો. લગભગ એક વર્ષથી આમ જ થઇ રહ્યું છે. તેઓ કહે છે કે હિન્દુઓમાં એવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે આ કબર છે. અહીં પૂજા કરવાથી કંઈ થવાનું નથી. મંદિર જાઓ (પોતાની વાતને વજનદાર બનાવવા માટે, તે કોઈ એવા દુબેજીનો ઉલ્લેખ કરે છે જેઓ તેમના કહેવા પ્રમાણે અમેરિકામાં રહે છે. તેમના મિત્રો છે. દરગાહ પર આવતા રહે છે. દીવાનના કહેવા પ્રમાણે, દુબેજીએ પણ તેમને આવો પ્રચાર કર્યો હતો. તેવું કહેવામાં આવ્યું હતું. ).

    એક સમયે અહી અનેક હિંદુઓ જોવા મળતા હતા (તસ્વીર સાભાર Opindia Hindi)

    નિઝામી વધુમાં જણાવે છે કે હિન્દુ ભાઈઓ સારા લોકો છે, પરંતુ આ પ્રચાર તેમનામાં નફરત પેદા કરી રહ્યો છે. જ્યારે અમે તેમને નૂપુર શર્મા પરના તાજેતરના વિવાદ, ઉદયપુરમાં કન્હૈયા લાલની ઘાતકી હત્યા, અજમેર દરગાહ સાથે જોડાયેલા લોકોના ઉશ્કેરણીજનક નિવેદનોની અસર વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે આ બધું થતું રહે છે. લોકો હંમેશા ધર્મની લડાઈમાં વ્યસ્ત રહે છે. પરંતુ, આ દરગાહ શાંતિનો સંદેશ આપે છે. પ્રેમનો સંદેશ આપે છે. આ સ્થળોએ હિન્દુઓનું આગમન ઓછું થયું છે કારણ કે તેમની વચ્ચે લાંબા સમયથી નફરત ફેલાઈ રહી છે. દરગાહના માર્ગ પર તબલીગી જમાતનો મરકઝ છે જે કોરોના સમયગાળા દરમિયાન કુખ્યાત બન્યો હતો. નિઝામી એ ઘટનાની અસરને પણ નકારે છે. તેઓ કહે છે કે તેની કોઈ અસર નથી. મરકઝમાં માત્ર મુસ્લિમો જ આવે છે. આ તમામ જાતિના લોકોનું સ્થાન છે. પરંતુ, તેનો પણ ખોટી રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

    અમે નિઝામીને પૂછ્યું કે જ્યારે પણ હિંદુઓ આટલી સંખ્યામાં અહીં આવતા હતા ત્યારે શું તેમની પણ દરગાહની ગલીમાં દુકાનો હોય છે? શું એ દુકાનો આજે પણ ચાલે છે? હસતાં હસતાં નિઝામીએ અમારા પ્રશ્નનો જવાબ ન આપ્યો, પરંતુ કહ્યું કે – મારો નોકર હિંદુ છે. અહીં ઘણા હિંદુઓ સેવા આપે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં