18 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના દાણીલીમડા વિસ્તારની શાહઆલમ દરગાહ પાસે કોંગ્રેસી કોર્પોરેટર તસ્લીમ આલમ દ્વારા તેના જ ભાઈ અસ્લમ આલમ પર ફાયરિંગ કરવાનો આરોપ લગાવાયો હતો. ત્યારે શાહઆલમ દરગાહ પાસે ફાયરિંગ મામલે હવે 5 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બંને ભાઈઓએ સામસામે ફરિયાદ નોંધાવી છે. આ આખી ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો જેને LG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર શાહઆલમ દરગાહ પાસે બહેરામપુરાના કોંગ્રેસી કોર્પોરેટર તસ્લીમ આલમ તિરામીજી અને તેના ભાઈ લકી આલમના પરિવાર અને સમર્થકો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. આ દરમિયાન લકી આલમે તેના ભાઈના પરિવાર પર ફાયરિંગ કર્યું હોવાના દાવા કરવામાં આવ્યા હતા. આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં લકી આલમ કોઈની સામે બંદુક તાકતો જોવા મળી રહ્યો છે.
શાહઆલમ મારામારી મામલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ, પોલીસે કેસમાં કુલ 5 આરોપીની ધરપકડ કરી છે સાથે જ ફાયરિંગ કર્યાની બાબતે સીસીટીવીની ચકાસણી અને FSLની મદદ લેવાઈ | TV9Gujarati#ahmedabad #shahalamfight #investigation #police #fslreport #gujarat #tv9gujarati pic.twitter.com/t9mAUYVtvy
— Tv9 Gujarati (@tv9gujarati) February 19, 2024
આ મામલે ફાયરીંગ થયું છે કે કેમ તે જાણવા પોલીસ હવે FSLની મદદ લઈ રહી છે. પોલીસ CCTV પણ તપાસી રહી છે. આ દરમિયાન એક વિડીયો પણ સામે આવ્યો હતો જેમાં લકી આલમ કોઈની સામે હથિયાર તાંકી રહ્યો હોવાનું નજરે પડી રહ્યું છે. હાલ પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ લીધી છે. પોલીસે અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરી છે તેમ અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે.
શું હતી આખી ઘટના
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં દાણીલીમડાની શાહઆલમ દરગાહ પાસે ફાયરિંગ થયું હોવાના દાવા સાથેના અહેવાલો સામે આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ બહેરામપુરાના કોંગ્રેસી કોર્પોરેટર તસ્લીમ આલમ તિરામીજીના ભાઈ લકી આલમે આ ફાયરિંગ કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. અચરજની વાત તો તે છે કે પ્રોપર્ટી માટે થઈને લકી આલમે પોતાના જ ભાઈ પર ગોળીઓ ચલાવી હોવાનું કહેવામાં આવી રહ્યું હતું.
ઘટના બનતાની સાથે જ ઇસનપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અહેવાલોમાં કરવામાં આવેલા દાવા અનુસાર લકી આલમે પોતાના ભાઈ તસ્લીમ આલમ અને તેના પુત્રો પર ત્રણથી ચાર રાઉન્ડ ફાયર કર્યા હતા. ફાયરિંગ પહેલા બંને ભાઈઓ વચ્ચે મારામારી પણ થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. આ આખી ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત બની હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક LG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.