ભારતના રક્ષા મંત્રાલયે સીમાડાઓની રક્ષા કરતા સશસ્ત્ર દળોની તાકાતમાં વધારો કરવા માટે મલ્ટી પર્પસ દરિયાઈ વિમાન સહિત ₹84.560 કરોડના સુરક્ષા ઉપકરણો ખરીદવાની મંજૂરી આપી છે. આ મંજૂરી કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંઘની અધ્યક્ષતાવાળી રક્ષા અધિગ્રહણ પરિષદ દ્વારા આપવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર ભારતના રક્ષા મંત્રાલયે ₹84.560 કરોડના સુરક્ષા ઉપકરણો ખરીદવાની મંજૂરી આપી તેમાં નવી જનરેશનની એન્ટી ટેંક માઈન્સ, એયર ડિફેન્સ સ્ટ્રેટેજિક કંટ્રોલ રડાર, હેવી વેઇટ ટોરપીડો, મલ્ટી પર્પસ સી-પ્લેન તેમજ હવામાં જ અન્ય વિમાનોને ઇંધણ ભરી આપે તેવા ફ્લાઈંગ રિફ્યુઅલ પ્લેનનો સમાવેશ થાય છે.
અહેવાલોમાં જણાવ્યા અનુસાર રક્ષા મંત્રાલયે નેવી અને કોસ્ટગાર્ડની ક્ષમતાઓ વધારવા માટે મધ્યમ રેંજની બોટ્સ અને બહુઉદ્દેશીય સી-પ્લેન ખરીદવાની મંજૂરી આપી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર વાયુ રક્ષાને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી એયર ડિફેન્સ ઇક્યુપમેન્ટ ખરીદવાની મંજૂરી પણ આપવામાં આવી છે. આ મંજૂરી અતર્ગત એયર ડિફેન્સ સ્ટ્રેટેજિક કંટ્રોલ રડાર તેમજ રિફ્યુઅલ એરક્રાફ્ટ ખરીદવા AON આપી દેવામાં આવ્યું છે.
The Defence Acquisition Council (DAC), under the chairmanship of Defence Minister Rajnath Singh, accorded approval for Acceptance of Necessity (AoNs) for various capital acquisition proposals amounting to Rs 84,560 crores. In the true spirit of ‘Aatmanirbharta’, the approvals… pic.twitter.com/1NiSF7xO6S
— ANI (@ANI) February 16, 2024
આ મંજૂરી અંતર્ગત ભારતીય તટ રક્ષક દળ માટે કુલ 463 સ્વદેશી 12.7 સ્ટેબિલાઈઝ રિમોટ કંટ્રોલ ગનના નિર્માણ માટે કાનપુર સ્થિત રક્ષા પ્રતિષ્ઠાન સાથે ₹1752.13 કરોડનો સોદો કરવામાં આવ્યો છે. રક્ષા મંત્રાલય અનુસાર આ ખરીદમાં આત્મનિર્ભરતાના દ્રષ્ટિકોણને વધુ મજબૂત કરવામાં આવશે.
આ મામલે એક આધિકારિક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, “એક મૈત્રીપૂર્ણ સંરક્ષણ સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ બનાવવા અને ઇનોવેશન્સ ફોર ડિફેન્સ એક્સેલન્સ (આઇડીઇએક્સ) અને ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ યોજનાઓ હેઠળ વિકસિત સ્ટાર્ટ-અપ્સ અને એમએસએમઇ પાસેથી અદ્યતન તકનીકીઓની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે, ડીએસીએ ડિફેન્સ એક્વિઝિશન પ્રોસિજર (ડીએપી) 2020 માં બેન્ચમાર્કિંગ અને ખર્ચની ગણતરી, ચુકવણીના સમયપત્રક, ખરીદીનો જથ્થો વગેરેમાં સુધારાને મંજૂરી આપવામાં આવી છે.”