Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશીખ સંસદ સભ્યએ ભગતસિંહને આતંકવાદી કહ્યા, ખાલિસ્તાન સમર્થક આતંકવાદી ભિંડરાવાલેને આદર્શ માનેછે...

    શીખ સંસદ સભ્યએ ભગતસિંહને આતંકવાદી કહ્યા, ખાલિસ્તાન સમર્થક આતંકવાદી ભિંડરાવાલેને આદર્શ માનેછે આ શીખ સાંસદ

    ખાલીસ્તાન સમર્થન માટે કુખ્યાત અને હવે શિરોમણી અકાલી દલના સંસદ સભ્ય તરીકે સંગરુરથી ચૂંટાઈ આવનાર સીમરનજીત સિંહ માને ભગતસિંહને આતંકવાદી કહ્યા છે.

    - Advertisement -

    શીખ નેતાએ ભગતસિંહને આતંકવાદી કહ્યા, આવું અપમાન જનક નિવેદન આપ્યું છે, શિરોમણી અકાલી દળ (SAD)ના સાંસદ સિમરનજીત સિંહ માને, માન દ્વારા ભગત સિંહને ‘આતંકવાદી’ કહ્યા ત્તેયાર બાદ તેમનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. પંજાબ સરકારમાં મંત્રી ગુરમીત સિંહ મીતે સંગરુરના સાંસદને તેમના નિવેદન માટે બિનશરતી માફી માંગવા કહ્યું છે. શીખ નેતાએ ભગતસિંહને આતંકવાદી કહ્યા બાદ ભગતસિંહના બલિદાનને સર્વોચ્ચ બલિદાન ગણાવતા ભગવંત માન સરકારે તેમને શહીદનો દરજ્જો આપવાની જાહેરાત પણ કરી છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર , પંજાબ સરકારના ઉચ્ચ શિક્ષણ મંત્રી ગુરમીત સિંહે કહ્યું, “શિરોમણી અકાલી દળના સાંસદે દેશ માટે પોતાનું બલિદાન આપનારા ભગત સિંહના બલિદાનનું અપમાન કર્યું છે. ભગતસિંહ મારા પણ આદર્શ છે. ભગતસિંહની સાથે સાથે રાજગુરુ અને સુખદેવનું બલિદાન પણ સમગ્ર દેશના યુવાનોને ગર્વ અનુભવે છે.

    આ જ નિવેદનમાં મંત્રી ગુરમીતે આગળ કહ્યું, “હું સ્પષ્ટ કહું છું કે અમારી સરકાર સરદાર ભગત સિંહને શહીદનો દરજ્જો આપશે. જો જરૂર પડશે તો અમે શિરોમણી અકાલી દળના સાંસદના આ ખૂબ જ અપમાનજનક અને વાંધાજનક નિવેદન પર કાયદેસરની કાર્યવાહી પણ કરીશું.

    - Advertisement -

    શિરોમણી અકાલી દળના સાંસદ સિમરનજીત સિંહ માને 14 જુલાઈ (ગુરુવારે) આ નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદનનો તેમની જ પાર્ટીમાં વિરોધ થઈ રહ્યો છે. શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે પોતાની જ પાર્ટીના આ સાંસદના નિવેદનની ટીકા કરી છે.

    ઉલ્લેખનીય છે કે અકાલી દળના સાંસદ સિમરનજીત સિંહ હરિયાણાના કરનાલમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા હતા. આ દરમિયાન એક પત્રકારે પૂછ્યું કે દેશ માટે બલિદાન આપનાર ભગત સિંહને ઈતિહાસમાં આતંકવાદી કેમ કહેવામાં આવે છે? આના જવાબમાં, સાંસદે કહ્યું , “ભગતસિંહે માત્ર એક યુવાન બ્રિટિશ અધિકારીની હત્યા કરી ન હતી, પરંતુ તેણે એક અમૃતધારી શીખ સૈનિક ચન્નન સિંહની પણ હત્યા કરી હતી. બાદમાં તેણે સંસદમાં બોમ્બ ફેંક્યો હતો. તમે મને કહો કે તે આતંકવાદી બન્યો કે નહીં?

    સાંસદ સિમરનજીત સિંહ અને ખાલિસ્તાન

    સિમરનજીત સિંહ માનની પ્રોફાઇલ જોશો તો ખબર પડશે કે તે હંમેશા ખાલિસ્તાનીનો સમર્થક રહ્યો છે . ઓપરેશન બ્લુ સ્ટારના કારણે તેણે પોલીસની નોકરી છોડી દીધી હતી. એટલું જ નહીં, તેમની પાર્ટી પર બ્લૂ સ્ટારની વરસી પર સુવર્ણ મંદિરમાં ખાલિસ્તાની નારા લગાવવાનો પણ આરોપ છે. તેમની ઘણી સોશિયલ મીડિયા પોસ્ટમાં ખુલ્લેઆમ ખાલિસ્તાનની માંગણી કરવામાં આવી છે.

    એક સોશિયલ મીડિયા પોસ્ટમાં સાંસદ સિમરનજીતે એ બતાવવાનો પણ પ્રયાસ કર્યો હતો કે હિન્દુ રાષ્ટ્રમાં શીખોની હાલત ખરાબ છે. તેણે કહ્યું હતું કે હિંદુઓને લાગે છે કે તે શીખોને મશીનગનથી ડરાવશે અને તે ખાલિસ્તાનની માંગ નહીં કરે. સંગરુરથી લોકસભા પેટાચૂંટણી જીત્યા બાદ સાંસદ સિમરનજીતે કહ્યું હતું કે આ ખાલિસ્તાની જરનૈલ સિંહ ભિંડરાવાલે દ્વારા આપવામાં આવેલા પાઠની જીત છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં